MS ધોનીએ વાનખેડે સ્ટેડિયમમાં 2011 વર્લ્ડકપ વિજય સ્મારકનું ઉદ્ઘાટન કર્યુ

ભારતીય ક્રિકેટ ઇતિહાસમાં કેપ્ટન તરીકે મોટી નામના મેળવનાર અને કેપ્ટન કુલના નામે જાણીતા મહેન્દ્રસિંહ ધોનીએ શુક્રવારે વાનખેડે સ્ટેડિયમમાં 2011 વર્લ્ડકપ મેમોરિયલનું ઉદ્ઘાટન કર્યુ હતું. જ્યાં 2011 વર્લ્ડકપની ફાઇનલ મેચમાં વિનિંગ સિક્સ ફટકારી હતી. MS ધોનીએ શુક્રવારે વાનખેડે સ્ટેડિયમમાં 2011 વર્લ્ડકપ મેમોરિયલનું ઉદ્ઘાટન કર્યુ. IPL 2023માં મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચની પૂર્વસંધ્યાએ મુંબઈ ક્રિકેટ એસોસિએશનને CSK સુકાની […]

Share:

ભારતીય ક્રિકેટ ઇતિહાસમાં કેપ્ટન તરીકે મોટી નામના મેળવનાર અને કેપ્ટન કુલના નામે જાણીતા મહેન્દ્રસિંહ ધોનીએ શુક્રવારે વાનખેડે સ્ટેડિયમમાં 2011 વર્લ્ડકપ મેમોરિયલનું ઉદ્ઘાટન કર્યુ હતું. જ્યાં 2011 વર્લ્ડકપની ફાઇનલ મેચમાં વિનિંગ સિક્સ ફટકારી હતી.

MS ધોનીએ શુક્રવારે વાનખેડે સ્ટેડિયમમાં 2011 વર્લ્ડકપ મેમોરિયલનું ઉદ્ઘાટન કર્યુ. IPL 2023માં મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચની પૂર્વસંધ્યાએ મુંબઈ ક્રિકેટ એસોસિએશનને CSK સુકાની MS ધોનીનું સન્માન કર્યુ હતું. મહત્વનું છે કે, ધોનીએ 2011 વર્લ્ડકપની ફાઇનલ મેચમાં વિનિંગ સિક્સ ફટકારી હતી. આ સિક્સરનો બોલ જે સ્ટેન્ડ પર પડ્યો હતો, ત્યા વિજય સ્મારક બનાવાયું છે. જ્યાં તેની આસપાસ રિબીન બાંધીને કટ કરવામાં આવી હતી. ધોનીની એ આઇકોનિક સિક્સે ભારતને બીજો વર્લ્ડ કપ અને 1983 પછીનું પ્રથમ ટાઇટલ જીતાડ્યું હતું.

ધોનીનો વિજયી છગ્ગો…

MCAએ ધોનીનું એ જ જગ્યાએ સન્માન કર્યુ, જ્યાં છગ્ગા દરમિયાન બોલ પડ્યો હતો. 2 એપ્રિલે ધોનીએ મેદાનમાં લોંગ ઓન પર સિક્સર ફટકારી હતી. આ સિક્સ બાદ ભારતે 6 વિકેટે મેચ જીતીને વર્લ્ડકપની ટ્રોફી પોતાના નામે કરી હતી. ધોનીએ ફાઈનલ મેચમાં 91 રનની અણનમ ઈનિંગ રમી હતી. ધોનીએ આખી ટૂર્નામેન્ટની 9 મેચમાં 241 રન બનાવ્યા. આ સિવાય યુવરાજ સિંહ પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ બન્યો હતો. જેમાં યુવીએ 362 રન બનાવીને 15 વિકેટ પણ ઝડપી હતી.

સચિન-વીરૂ સસ્તામાં આઉટ થયા, ગંભીર-ધોનીએ બાજી સંભાળી

ભારતે રનચેઝ કરતા સેહવાગ (0) અને સચિન તેંડુલકર (18)ને શરૂઆતમાં જ વિકેટ ગુમાવી દીધા હતી, પરંતુ ગૌતમ ગંભીર અને વિરાટ કોહલી (35) વચ્ચે 83 રનની ભાગીદારીએ ભારતની જીતને ફરી જીવંત કરી દીધી હતી. ગંભીરે 122 બોલમાં 97 રન બનાવ્યા હતા અને કેપ્ટન ધોની સાથે ચોથી વિકેટ માટે 109 રનની ભાગીદારી નોંધાવી હતી, ધોનીએ 79 બોલમાં અણનમ 91* રન બનાવ્યા હતા. ધોની અને યુવરાજે (21*)  ટીમ માટે અણનમ 54 રનની ભાગીદારી નોંધાવી હતી. આમ, ભારતે બીજો વનડે વર્લ્ડકપ જીત્યો હતો.

જ્યારે 28 વર્ષ બાદ ભારતે વનડે વર્લ્ડકપ જીત્યો

ધોનીની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાએ 28 વર્ષ બાદ 2011માં શ્રીલંકાને હરાવી વન-ડે વર્લ્ડ કપ જીત્યો હતો. આ પહેલા ટીમ ઈન્ડિયા 1983માં કપિલ દેવની કેપ્ટનશિપમાં વર્લ્ડકપ જીત્યો હતો, ત્યારે ભારતે ફાઈનલમાં વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું હતું.

2011 વનડે વર્લ્ડ કપની ટીમમાં 15 ખેલાડીઓ સામેલ હતા. જેમાંથી 13 ખેલાડીઓએ નિવૃત્તિ જાહેર કરી છે. જેમાં સચિન તેંડુલકર, વિરેન્દ્ર સેહવાગ, યુવરાજસિંહ, હરભજનસિંહ અને ઝહીર ખાન જેવા ખેલાડીઓ સામેલ હતા. જોકે, માત્ર વિરાટ કોહલી અને રવિચંદ્રન અશ્વિન હાલ ટીમ ઈન્ડિયા માટે રમી રહ્યાં છે.