MS Dhoniએ એક ઈવેન્ટમાં આપ્યું નિવેદન, કહ્યું- લોકો મને સારા ક્રિકેટર તરીકે યાદ કરતાં રહે એ જરૂરી નહીં

MS Dhoni: મહેન્દ્ર સિંહ ધોની એક એવી વ્યક્તિ છે જેણે ઘણા લોકોના જીવનને પ્રભાવિત કર્યા છે. તેણે 2000ના દાયકાની શરૂઆતમાં રાંચીથી ભારતીય ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવ્યું હતું. તાજેતરમાં જ એમએસ ધોનીએ બેગલુરૂમાં એક ઈવેન્ટમાં નિવેદન આપ્યું હતું. તેણે કહ્યું કે હું એમાં માનતો નથી કે લોકોએ મને સારા ક્રિકેટર (cricketer) તરીકે યાદ રાખવો જોઈએ પરંતુ […]

Share:

MS Dhoni: મહેન્દ્ર સિંહ ધોની એક એવી વ્યક્તિ છે જેણે ઘણા લોકોના જીવનને પ્રભાવિત કર્યા છે. તેણે 2000ના દાયકાની શરૂઆતમાં રાંચીથી ભારતીય ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવ્યું હતું. તાજેતરમાં જ એમએસ ધોનીએ બેગલુરૂમાં એક ઈવેન્ટમાં નિવેદન આપ્યું હતું. તેણે કહ્યું કે હું એમાં માનતો નથી કે લોકોએ મને સારા ક્રિકેટર (cricketer) તરીકે યાદ રાખવો જોઈએ પરંતુ હું ઈચ્છું છું કે લોકો મને એક સારા વ્યક્તિ તરીકે યાદ રાખે.

આ ઈવેન્ટમાં એમએસ ધોની (MS Dhoni)ને જયારે પૂછવામાં આવ્યું કે શું તમે આગળ રમવા માંગે છો? જો નહીં, તો જીવનમાં આગળ તમારા માટે શું મહત્વનું છે?”

તેનો જવાબ આપતા એમએસ ધોનીએ કહ્યું, “શરૂઆતથી જ, હું એ વાતમાં માનતો ન હતો કે લોકોએ મને એક સારા ક્રિકેટર (cricketer) તરીકે યાદ રાખવો જોઈએ. મેં હંમેશા કહ્યું છે કે હું એક સારા માણસ તરીકે યાદ રાખવા માંગુ છું. જો તમે સારા માણસ બનવા માંગતા હોવ, તે તમારા મૃત્યુ સુધીની પ્રક્રિયા છે.”  

ભારતીય ટીમના કેપ્ટન બન્યા બાદ 2007માં T20 ક્રિકેટ વર્લ્ડ કપ અને 2011માં ODI ક્રિકેટ વર્લ્ડ કપમાં ટીમને જીત અપાવી હતી. ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં તેણે ચેન્નાઈ સુપર કિંગ્સને પાંચ ટાઈટલ જીતાડયા છે.

વધુ વાંચો: ભારતીય ટીમના મુખ્ય કોચ તરીકે આ ક્રિકેટર રાહુલ દ્રવિડનું સ્થાન લેશે!

MS Dhoniના જીવનના પડકારો

એમએસ ધોનીએ કહ્યું, “મારા ઘૂંટણનું ઓપરેશન થયું છે અને હાલમાં હું રિહેબમાંથી પસાર થઈ રહ્યો છું. ડોક્ટરે મને કહ્યું છે કે તમે નવેમ્બર સુધીમાં સાજા થઈ જશો. મને રોજબરોજની દિનચર્યામાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડતો નથી.”

IPL 2023 પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni)ની આ છેલ્લી IPL સિઝન હશે. ઘણા ક્રિકેટરો પણ દાવો કરી રહ્યા હતા કે મહેન્દ્ર સિંહ ધોની આ વર્ષે IPLમાંથી ચોક્કસપણે નિવૃત્તિ લેશે. એમ એસ ધોનીએ કહ્યું હતું કે તે IPL 2024માં પણ રમવાનું ચાલુ રાખશે.

આ દરમિયાન, મુંબઈના વાનખેડે સ્ટેડિયમની બે બેઠકો, જ્યાં 2011માં મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni)એ અદભુત વર્લ્ડ કપ વિજેતા સિક્સ ફટકારી હતી, તેને ચાહકો માટે ફરીથી ડિઝાઈન કરવામાં આવી છે.

વધુ વાંચો: ભારતે એશિયન પેરા ગેમ્સમાં 96 મેડલ જીતીને ઈતિહાસ રચ્યો

X (અગાઉનું ટ્વિટર) પર નવા સ્ટેન્ડનો ફોટો શેર કરતાં, મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA) એ જાહેરાત કરી કે આ બેઠકો 2011 વર્લ્ડ કપમાં ભારતની જીતની યાદમાં ખાસ ડિઝાઈન કરાયેલ કેબિનનો ભાગ છે. તેમણે એ પણ માહિતી આપી કે કેબિનનું નામ “વર્લ્ડ કપ 2011 વિક્ટરી મેમોરિયલ સ્ટેન્ડ” રાખવામાં આવ્યું છે. આ બેઠકોની આસપાસ વર્લ્ડ કપની પ્રતિકૃતિ ટ્રોફી છે અને બેકગ્રાઉન્ડમાં 2011ની ટ્રોફી સાથે ટીમ ઈન્ડિયાની તસવીર છે.