MS Dhoniની 7 નંબરની જર્સી રિટાયર્ડ, કોઈ પ્લેયર નહીં પહેરી શકે! BCCIનો નિર્ણય

MS Dhoni 7 Number Tshirt: મહેન્દ્ર સિંહ ધોનીની સાત નંબરની ટીશર્ટને રિટાયર્ડ કરવાનો નિર્ણય બીસીસીઆઈએ લીધો છે. આ પહેલાં 2017માં સચિનની નંબર 10વાળી ટીશર્ટને કાયમ માટે રિટાયર્ડ કરી દીધી હતી.

Share:

હાઈલાઇટ્સ

  • ધોનીની 7 નંબરવાળી ટીશર્ટ રિટાયર્ડ કરાઈ, બીસીસીઆઈનો નિર્ણય
  • ખેલાડીઓને સાત નંબર અને 10 નંબર પસંદ ન કરવા સૂચના
  • આ પહેલાં સચિનની 10 નંબરવાળી ટીશર્ટને કાયમ માટે રિટાયર્ડ કરાઈ હતી

MS Dhoni 7 Number Tshirt Retired: ટીમ ઈન્ડિયાના દિગ્ગજ કેપ્ટન એમએસ ધોનીની પ્રતિષ્ઠિત નંબર 7 વાળી ટીશર્ટ હવે કોઈ પણ ખેલાડી પહેરી શકશે નહીં. ધોનીના ઈન્ટરનેશનલ રીટાયર્ડના લગભગ ચાર વર્ષ બાદ બીસીસીઆઈએ આ નિર્ણય લીધો છે. BCCIએ જણાવ્યું કે, ધોની સમગ્ર કરિયર દરિયાન જે નંબર પોતાની ટીશર્ટ પર પહેર્યો હતો, તેને રિટાયર્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અચાનક જ હવે BCCIએ આ નિર્ણય લઈને સૌને ચોંકાવી દીધા હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે. 

અગાઉ સચિનને મળ્યુ હતુ સન્માન 
એક મીડિયા રિપોર્ટમાં આ વાત સૌથી પહેલાં સામે આવી હતી. આ રીતે સન્માન મેળવનારા એક માત્ર પ્લેયર સચિન તેંડુલકર છે. વર્ષ 2017માં 10 નંબરની સિગ્નેચરવાળી ટીશર્ટને કાયમ માટે રિટાયર્ડ કરી દેવામાં આવી હતી. આ રીપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, ધોનીની સાત નંબરવાળી ટીશર્ટ હવે કોઈ પણ પ્લેયર પહેરી શકશે નહીં. 

ચાર વર્ષ બાદ ટ્રિબ્યૂટ
મહત્વનું છે કે, ધોનીએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃતિ જાહેર કરી એના ચાર વર્ષ બાદ તેને ટ્રિબ્યુટ આપતા આ નંબરની ટીશર્ટને રિટાયર્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બીજી એક મહત્વની વાત એ છે કે, ધોનીની કેપ્ટનશીમાં ટીમ ઈન્ડિયાએ 2007માં ટી20 વર્લ્ડ કપ અને પછી 2011માં વનડે વર્લ્ડ કપ, એ પછી 2013 આઈસીસી ચેમ્પિયન ટ્રોફી જીતી હતી. મહેન્દ્ર સિંહ ધોની એ ઈન્ટરનેશનલ ફોર્મેટમાંથી સંન્યાસ લેવાનો નિર્ણય 15 ઓગસ્ટ 2020માં કર્યો હતો. જ્યારે ટેસ્ટ ફોર્મેટમાં તે 2014માં સંન્યાસ લઈ ચૂક્યો હતો. 

BCCIએ સૂચના આપી 
રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, BCCIએ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને ખાસ કરીને ડેબ્યૂ કરનારા પ્લેયર્સને સૂચના આપી દીધી છે કે, તેમની પાસે સચિન તેંડુલકર અને ધોની સાથે સંકળાયેલા નંબરો માટે વિકલ્પ નથી. ડેબ્યૂ કરનારા નવા ખેલાડીને સાત નંબર નહીં મળી શકે. જ્યારે 10 નંબર પહેલેથી જ લિસ્ટની બહાર છે.