નીરજ ચોપરાએ ઝ્યુરિચ ડાયમંડ લીગમાં સિલ્વર મેડલ જીત્યો

બુડાપેસ્ટમાં વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભાલા ફેંકમાં ઐતિહાસિક ગોલ્ડ મેડલ જીતીને ચર્ચામાં રહેનાર નીરજ ચોપરાએ ઝ્યુરિચ ડાયમંડ લીગમાં સિલ્વર મેડલ જીતીને પોતાનું પ્રભાવશાળી ફોર્મ જાળવી રાખ્યું હતું. નીરજ ચોપરાના અદભૂત પ્રદર્શને દર્શકોને આશ્ચર્યમાં મૂકી દીધા હતા કારણ કે તે 85.71 મીટરના શ્રેષ્ઠ પ્રયાસ સાથે ચેક રિપબ્લિકના જેકબ વડલેચને પાછળ છોડવાની ખુબ નજીક હતો. ઝ્યુરિચમાં યોજાયેલી સ્પર્ધાએ […]

Share:

બુડાપેસ્ટમાં વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભાલા ફેંકમાં ઐતિહાસિક ગોલ્ડ મેડલ જીતીને ચર્ચામાં રહેનાર નીરજ ચોપરાએ ઝ્યુરિચ ડાયમંડ લીગમાં સિલ્વર મેડલ જીતીને પોતાનું પ્રભાવશાળી ફોર્મ જાળવી રાખ્યું હતું. નીરજ ચોપરાના અદભૂત પ્રદર્શને દર્શકોને આશ્ચર્યમાં મૂકી દીધા હતા કારણ કે તે 85.71 મીટરના શ્રેષ્ઠ પ્રયાસ સાથે ચેક રિપબ્લિકના જેકબ વડલેચને પાછળ છોડવાની ખુબ નજીક હતો.

ઝ્યુરિચમાં યોજાયેલી સ્પર્ધાએ નીરજ ચોપરાના નિશ્ચયનું પ્રદર્શન કર્યું હતું કારણ કે તેણે શરૂઆતમાં તેના બીજા અને ત્રીજા પ્રયાસમાં નિષ્ફળતા બાદ અદભૂત પુનરાગમન કર્યું હતું. ઈવેન્ટના પ્રારંભિક તબક્કામાં ભારતીય એથ્લીટ પાંચમા સ્થાને રહ્યો હતો, જેમાં જર્મનીના જુલિયન વેબર આગળ હતો. જો કે નીરજ ચોપરાએ તેના ચોથા પ્રયાસમાં 85.22 મીટરના નોંધપાત્ર થ્રો સાથે ઝડપથી તેનું ફોર્મ પાછું મેળવ્યું, જેનાથી તે જેકબ વડલેચ પછી બીજા સ્થાને રહ્યો હતો. 

નીરજ ચોપરાનો પાંચમો પ્રયાસ સફળ ન રહ્યો, કારણ કે તેણે બીજો ફાઉલ કર્યો હતો પરંતુ નીરજ ચોપરા સિલ્વર મેડલ જીતવામાં સફળ રહ્યો હતો. તેના અંતિમ પ્રયાસ દરમિયાન સસ્પેન્સ ચરમસીમાએ પહોંચ્યું હતું જ્યારે તેણે 85.71 મીટના અંતરથી થ્રો કર્યો હતો જયારે જેકબ વડલેચે 85.86 મીટરના અંતરથી થ્રો કર્યો હતો. નીરજ ચોપરા ટોચના સ્થાનનો દાવો કરવાથી 15 સેન્ટીમીટરના અંતરથી ચૂકી ગયો હતો અને નીરજ ચોપરાને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડયો હતો.

25 વર્ષીય ભારતીય એથ્લીટ નીરજ ચોપરા, 2023 માં વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ઐતિહાસિક ગોલ્ડ મેડલ જીતીને વિજેતા થયો હતો, જ્યાં તે આશ્ચર્યજનક થ્રો સાથે પુરુષોની ભાલા ફેંક ફાઈનલમાં ટોચનું સ્થાન મેળવનાર પ્રથમ ભારતીય એથ્લીટ બન્યો હતો. વર્લ્ડ ચેમ્પિયનશિપમાં નીરજ ચોપરાની અસાધારણ સિદ્ધિએ 2024માં પેરિસ ઓલિમ્પિક્સ માટે તેની ક્વોલિફિકેશન પણ સુરક્ષિત કરી હતી.

તેના ઐતિહાસિક ગોલ્ડ મેડલ જીત્યા પહેલા, નીરજ ચોપરાએ 2022માં ઓરેગોન વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતીને આંતરરાષ્ટ્રીય મંચ પર પોતાની છાપ છોડી દીધી હતી, જે ભારતીય એથ્લેટિક્સ માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ હતું. 2003માં લોંગ જમ્પર અંજુ બોબી જ્યોર્જના બ્રોન્ઝ મેડલ બાદ વર્લ્ડ એથ્લેટિકસ ચેમ્પિયનશિપમાં ભારતનો આ બીજો મેડલ હતો.

નીરજ ચોપરાની સાતત્યપૂર્ણ શ્રેષ્ઠતા વર્ષની શરૂઆતમાં સ્પષ્ટ થઈ હતી જ્યારે તેણે મે 2023માં દોહા ડાયમંડ લીગમાં 88.67 મીટરના થ્રો સાથે ટોચનું સ્થાન મેળવ્યું હતું. દોહામાં તેના ઉત્કૃષ્ટ પ્રદર્શનને કારણે તે વિશ્વ એથ્લેટિક્સ દ્વારા પુરુષોની ભાલા ફેંક રેન્કિંગમાં પ્રથમ સ્થાને પહોંચ્યો હતો.

નીરજ ચોપરાનું ઝ્યુરિચમાં સિલ્વર મેડલ જીતવો એ તેની અસાધારણ પ્રતિભા અને નિશ્ચયનો પુરાવો છે. સ્પર્ધાના સર્વોચ્ચ સ્તરે સતત પ્રદર્શન કરવાની તેની ક્ષમતાએ માત્ર દેશને ગૌરવ અપાવ્યું નથી પરંતુ એથ્લેટિક્સની દુનિયામાં પોતાની આગવી ઓળખ ઊભી કરી છે.