લંડનમાં વેકેશન માણી રહેલી અનુષ્કા શર્માની તસવીરો સામે આવી 

બોલિવૂડની સુંદર અભિનેત્રી અનુષ્કા શર્મા અવારનવાર તેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. હાલમાં અનુષ્કાએ પતિ વિરાટ કોહલી સાથે લંડનમાં રજાની મજા માણી રહી છે અને ત્યાંની તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોસ્ટ કરી છે. જેમાં બંને ખૂબ જ ખુશ અને સુંદર દેખાઈ રહ્યા છે. તસવીરમાં અનુષ્કા શર્માએ તેનું માથું વિરાટ કોહલીના ખભા […]

Share:

બોલિવૂડની સુંદર અભિનેત્રી અનુષ્કા શર્મા અવારનવાર તેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. હાલમાં અનુષ્કાએ પતિ વિરાટ કોહલી સાથે લંડનમાં રજાની મજા માણી રહી છે અને ત્યાંની તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોસ્ટ કરી છે. જેમાં બંને ખૂબ જ ખુશ અને સુંદર દેખાઈ રહ્યા છે. તસવીરમાં અનુષ્કા શર્માએ તેનું માથું વિરાટ કોહલીના ખભા પર મૂક્યું છે. 

ઘણા વર્ષો પહેલા વિરાટ અને અનુષ્કા  ડેટિંગ કરી રહ્યા હોવાની અફવા હતી ત્યારથી તેઓ કપલ ગોલ સેટ કરી રહ્યા છે. તેઓના લગ્ન વર્ષ 2017માં થયા ત્યારે પણ તેઓએ તેમના લગ્નની ઝલક તસવીરો દ્વારા શેર કરી હતી અને ત્યારથી લઈને અત્યાર સુધી તેઓ તેમનાં જીવનની આનંદિત પળોના નવીન ફોટા તેમના ઇન્સ્ટાગ્રામ પર મૂકતાં રહે છે. 

હાલ લંડનમાં સેલેબ્સ વેકેશન એન્જોય કરી રહ્યા છે. તેવામાં અનુષ્કાએ ટ્રાવેલિંગ દરમિયાન ગાડીમાં પોતાનો અને પતિ વિરાટનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.  દિગ્ગજ ક્રિકેટર અને અભિનેત્રી કેમેરા સામે હસતા જોવા મળે છે, જેમાં અનુષ્કા શર્માનું માથું વિરાટ કોહલીના ખભા પર છે.  આ એક સેલ્ફી છે, ઈમેજ સાથે અનુષ્કાએ પ્લેટ અને કટલરી ઇમોજી સાથે  “ફુલ એન્જોય” લખ્યું છે. 

અનુષ્કા શર્માની આ પોસ્ટ પહેલા દંપતીએ લીધેલા સ્વાદિષ્ટ ભોજનની કેટલીક તસવીરો હતી. લંડનના ધ ક્લોવ ક્લબમાં તેઓ જે સુંદર ભોજન લઈ રહ્યા હતા તેની એક ઝલક પણ આપી છે. 

એકાદ મહિના અગાઉ જ વિરાટ અને અનુષ્કા એફએ કપ ફાઇનલ્સ માટે વેમ્બલી સ્ટેડિયમમાં સાથે જોવા મળ્યા હતા. બંનેએ એક મજેદાર વિડિયો પણ શેર કર્યો છે જેમાં તેઓ રમત એન્જોય કરતાં જોવા મળે છે.. “સિટીના સાતમા એફએ કપ મેળવવા માટે તેમણે માન્ચેસ્ટર સિટી અને પેપ્ટીમને અભિનંદન આપ્યા હતા અને તેમણે કેપ્શનમાં લખ્યું હતું કે,  તમામ ખેલાડીઓ દ્વારા રમતનું આટલું સરળ પ્રદર્શન,”. ક્લિપની શરૂઆત “વેમ્બલી ખાતે એફએ કપ ફાઇનલ્સ 2023”  કેપ્શનથી થાય છે. ત્યાર પછી કારમાં સ્ટેડિયમ તરફ જતા દંપતીની ઝલક જોઈ શકાય છે. ત્યારબાદ પોસ્ટમાં કેટલીક તસવીરો પણ જોવા મળે છે. આ વીડિયોના અંતે, ‘ આકાશની જેમ…. બ્લૂ (માન્ચેસ્ટર સિટી)એ મેદાન પર શાસન કર્યું. તેવું લખાણ લખાયું છે. તેઓ સૌથી પ્રિય સેલિબ્રિટી કપલમાંનાં એક છે અને તેઓને લખો લોકો ફોલો કરે છે. તેઓ પણ તેમના જીવન વિશેની દરેક અપડેટ શેર કરતાં રહે છે. તે જ પ્રમાણે આ પોસ્ટ તેમણે તેમના ચાહકો સાથે શેર કરી હતી.