IND VS PAK World Cup 2023: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સુરક્ષા માટે NSG ટીમો તૈનાત કરાશે

IND VS PAK World Cup 2023: અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (narendra modi stadium)માં 14 ઓક્ટોબરે શનિવારના રોજ ભારત-પાકિસ્તાનની મેચ યોજાવાની છે. આ મેચને ધ્યાનમાં રાખીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અમદાવાદના પોલીસ કમિશનર, જીએસ મલિકે જાહેરાત કરી હતી કે ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન ગુજરાત પોલીસ, નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG), રેપિડ એક્શન ફોર્સ (RAF) અને હોમગાર્ડ્સ […]

Share:

IND VS PAK World Cup 2023: અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (narendra modi stadium)માં 14 ઓક્ટોબરે શનિવારના રોજ ભારત-પાકિસ્તાનની મેચ યોજાવાની છે. આ મેચને ધ્યાનમાં રાખીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અમદાવાદના પોલીસ કમિશનર, જીએસ મલિકે જાહેરાત કરી હતી કે ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન ગુજરાત પોલીસ, નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG), રેપિડ એક્શન ફોર્સ (RAF) અને હોમગાર્ડ્સ જેવી વિવિધ એજન્સીઓના 11,000થી વધુ જવાનોને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (narendra modi stadium)માં તૈનાત કરવામાં આવશે. 

IND VS PAK  મેચ દરમિયાન છાવણીમાં ફેરવાઈ જશે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ

કમિશનર મલિકે જણાવ્યું હતું કે સુરક્ષા એજન્સીઓ, પ્રથમ વખત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (narendra modi stadium)માં “રાસાયણિક, જૈવિક, રેડિયોલોજીકલ અને ન્યુક્લિયર (CBRN) ધમકીઓ” સંબંધિત પગલાં સહિત ઉન્નત સુરક્ષા પ્રોટોકોલનો અમલ કરશે.

તેમણે જણાવ્યું હતું કે, “7,000 થી વધુ પોલીસ કર્મચારીઓ ઉપરાંત, લગભગ 4,000 હોમગાર્ડ કર્મચારીઓ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (narendra modi stadium)ને સુરક્ષિત કરવા અને મેચ દરમિયાન સાંપ્રદાયિક સંવેદનશીલતાવાળા શહેરના વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તૈનાત કરવામાં આવશે. NSG તરફથી ત્રણ ‘હિટ ટીમ’ અને એક એન્ટી ડ્રોન ટીમ પણ હશે. વધુમાં, બોમ્બ ડિટેક્શન અને ડિસ્પોઝલ સ્કવોડની નવ ટીમો તૈનાત કરવામાં આવશે.”

વધુ વાંચો: શું પાકિસ્તાન સામેની મેચમાં ભગવા રંગની જર્સી પહેરીને ઉતરશે ટીમ ઈન્ડિયા? જાણો આ દાવા પાછળનું સત્ય

SRPની 13 કંપનીઓ રહેશે તૈનાત

પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે ઈન્સ્પેક્ટર જનરલ અને ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલના રેન્કના ચાર IPS અધિકારીઓ, 21 નાયબ પોલીસ કમિશનર સાથે, મેચના દિવસે કર્મચારીઓને દેખરેખ અને માર્ગદર્શન આપશે. સુરક્ષા વ્યવસ્થામાં સ્ટેટ રિઝર્વ પોલીસ (SRP)ની 13 કંપનીઓ ઉપરાંત રેપિડ એક્શન ફોર્સની ત્રણ કંપનીઓનો સમાવેશ થશે.

કથિત ધમકીઓને કારણે આ કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મેચ દરમિયાન સંભવિત CBRN કટોકટીના જવાબમાં, સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF) અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) ની ટીમો પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (narendra modi stadium)માં તૈનાત કરવામાં આવશે. અમદાવાદમાં છેલ્લા બે દાયકામાં ક્રિકેટ મેચો દરમિયાન સાંપ્રદાયિક હિંસાનો અભાવ હોવા છતાં, સાવચેતીના પગલા તરીકે સાંપ્રદાયિક સંવેદનશીલતાવાળા વિસ્તારોમાં સુરક્ષા દળો તૈનાત રહેશે.

વધુ વાંચો: વર્લ્ડ કપની ભારત – પાકિસ્તાન મેચ પહેલા આ હોટેલ અને એરલાઈન્સ સ્ટોક પર સૌની નજર

સુરક્ષા માટે સરકાર કટિબદ્ધ

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોમવારે ગાંધીનગરમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી, રાજ્યના DGP, પોલીસ કમિશનર જીએસ મલિક અને અન્ય વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે સુરક્ષા યોજનાની સમીક્ષા કરવા અને મુશ્કેલી મુક્ત કાર્યક્રમની ખાતરી કરવા માટે મુલાકાત કરી હતી.  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તમામ જરૂરી પગલાં લેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સ્ટેડિયમની મુલાકાત કરીને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એક લાખથી વધુ દર્શક હાજર રહેશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ 1.30 લાખ દર્શકોની ક્ષમતા ધરાવે છે અને તમામ ટિકીટ વેચાઈ ચુકી છે. અગાઉ અમદાવાદ પોલીસને એક ઈમેઈલ દ્વારા ભારત-પાકિસ્તાન મેચ (IND VS PAK) દરમિયાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકી મળી હતી. ઈમેઈલ મોકલનાર વ્યક્તિએ 500 કરોડ રૂપિયાની સાથે જેલમાં બંધ ગેન્ગસ્ટર લોરેન્સ બિશ્નોઈને છોડવાની માંગ કરી હતી. આ કારણોસર સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે.