ODI World Cup Final: વરસાદ નહીં બને વિઘ્ન, જાણો ફ્રી ટેલિકાસ્ટિંગની વિગતો

2003માં સૌરવ ગાંગુલીની આગેવાની હેઠળની ભારતીય ટીમને ફાઈનલ મેચમાં 125 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો

Courtesy: Twitter

Share:

 

ODI World Cup Final: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 19 નવેમ્બર, 2023ના રોજ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વનડે વર્લ્ડ કપની ફાઈનલ (ODI World Cup Final) મેચ શરૂ થવાને હવે ગણતરીના કલાકોની જ વાર છે. ત્યારે સૌ કોઈને અમદાવાદનું હવામાન કેવું રહેશે તેની ચિંતા સતાવી રહી છે. 

ODI World Cup Finalમાં ઓસ્ટ્રેલિયાનું પ્રદર્શન

ટીમ ઈન્ડિયાએ ટુર્નામેન્ટના તમામ 10 મુકાબલામાં જીત મેળવીને ફાઈનલમાં એન્ટ્રી લીધી છે જ્યારે ઓસ્ટ્રેલિયા 10 પૈકીની 8 મેચ જીતીને ફાઈનલ સુધી પહોંચ્યું છે. આઈસીસી મેન્સ વનડે વર્લ્ડ કપમાં ભારત અને ઓસ્ટ્રેલિયા 13 વખત સામસામે આવી ચૂક્યા છે. ઓસ્ટ્રેલિયા વનડે વર્લ્ડ કપમાં ભારત સામેની મેચ માટેના હેડ-ટુ-હેડ રેકોર્ડમાં ઉપર છે અને તે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની વનડે વર્લ્ડ કપની 13 માંથી 8 રમતો જીતી ચૂક્યું છે.

અમદાવાદનું હવામાન કેવું રહેશે?

ગુજરાત રાજ્યના હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી 5 દિવસ રાજ્યનું વાતારણ સૂકું રહેશે. અમદાવાદમાં દિવસે 30 થી 32 ડિગ્રી અને રાતે 18 ડિગ્રી આસપાસ તાપમાન રહેશે. ફાઈનલ મેચ દરમિયાન રવિવારે બપોરે 33 અને 34 ડિગ્રી તાપમાન રહેશે. જ્યારે સાંજે 18 ડિગ્રી આસપાસ તાપમાન રહેશે.

 

ગુજરાતમાં અમદાવાદ ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વનડે વર્લ્ડ કપની ફાઈનલ (ODI World Cup Final)ને અનુલક્ષીને એક્યુવેધરના અહેવાલ પ્રમાણે રવિવારે (19 નવેમ્બર) મેચ દરમિયાન વરસાદ વિલન નહીં બને. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાનારી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની વનડે વર્લ્ડ કપ ફાઈનલ મેચ દિવસ-રાતની રમત છે અને વરસાદની અસર થવાની કોઈ શક્યતા નથી.

 

જો કે, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ફાઈનલ મેચ દરમિયાન વરસાદ પડે તો પણ આઈસીસી દ્વારા ફાઈનલ માટે પહેલાથી જ અનામત દિવસ રાખવામાં આવ્યો છે. મતલબ કે મેચ આગલા દિવસે જ્યાં રોકાઈ હતી ત્યાંથી બીજા દિવસે પણ ચાલુ રાખી શકાય છે.

20 વર્ષ બાદ ટાઈટલનો જંગ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી ફાઈનલ મેચમાં બંને ટીમો જીતવાના ઈરાદા સાથે ઉતરશે. આ પહેલા 2003માં બંને દેશો વર્લ્ડકપની ફાઈનલમાં ટકરાયા હતા. તે વખતે સૌરવ ગાંગુલીની આગેવાની હેઠળની ભારતીય ટીમને ફાઈનલ મેચમાં 125 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. 

ટેલિકાસ્ટિંગ વિગતો

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના વનડે વર્લ્ડ કપની ફાઈનલ (ODI World Cup Final) મુકાબલા માટે બપોરે 1:30 કલાકે ટોસ થશે અને 2:00 વાગ્યે મેચનો પ્રારંભ થશે. ભારત-ઓસ્ટ્રેલિયા ક્રિકેટ વર્લ્ડ કપ મેચનું લાઈવ પ્રસારણ Disney+Hotstar એપ પર મોબાઈલ યુઝર્સ માટે ફ્રીમાં કરવામાં આવશે. આ સિવાય સ્ટાર સ્પોર્ટ્સ 1, સ્ટાર સ્પોર્ટ્સ 1 એચડી, સ્ટાર સ્પોર્ટ્સ 1 હિન્દી, સ્ટાર સ્પોર્ટ્સ 1 હિન્દી HD જેવા સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર તેનું પ્રસારણ થશે.