પાકિસ્તાનની ક્રિકેટ ટીમ ભારતમાં ભવ્ય સ્વાગતથી અભિભૂત થઈ, બાબર આઝમથી લઈને રિઝવાને પ્રતિક્રિયા આપી

ભારતમાં 5 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા ક્રિકેટ વર્લ્ડ કપ માટે પાકિસ્તાનની ક્રિકેટ ટીમ ભારત પહોંચી ગઈ છે. બાબર આઝમની આગેવાનીમાં 15 સભ્યોની ટીમના તમામ ખેલાડીઓ અને સહાયક સ્ટાફ બુધવારે રાત્રે હૈદરાબાદ પહોંચી ગયો હતો. પાકિસ્તાનની ક્રિકેટ ટીમ સાત વર્ષ બાદ ભારત પહોંચી છે, આ પહેલા પાકિસ્તાનની ટીમ 2016 T20 વર્લ્ડ કપ માટે ભારત આવી હતી.  […]

Share:

ભારતમાં 5 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા ક્રિકેટ વર્લ્ડ કપ માટે પાકિસ્તાનની ક્રિકેટ ટીમ ભારત પહોંચી ગઈ છે. બાબર આઝમની આગેવાનીમાં 15 સભ્યોની ટીમના તમામ ખેલાડીઓ અને સહાયક સ્ટાફ બુધવારે રાત્રે હૈદરાબાદ પહોંચી ગયો હતો. પાકિસ્તાનની ક્રિકેટ ટીમ સાત વર્ષ બાદ ભારત પહોંચી છે, આ પહેલા પાકિસ્તાનની ટીમ 2016 T20 વર્લ્ડ કપ માટે ભારત આવી હતી. 

કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે ભવ્ય સ્વાગત

ભારતમાં આગમન પર ‘બાબર બ્રિગેડ’નું કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પાકિસ્તાનની ક્રિકેટ ટીમને જોવા એરપોર્ટ પર મોટી સંખ્યામાં ચાહકો ઉમટી પડ્યા હતા. આ દરમિયાન કેટલાક ચાહકો ‘બાબર-બાબર’ની બૂમો પાડતા જોવા મળ્યા હતા. ભારતમાં તેમના સ્વાગતથી અભિભૂત, ટીમના મહત્વપૂર્ણ સભ્યો કેપ્ટન બાબર આઝમ, શાહીન શાહ આફ્રિદી અને મોહમ્મદ રિઝવાને સોશિયલ મીડિયા પર પોસ્ટ દ્વારા ચાહકોનો આભાર માન્યો છે.

ભવ્ય સ્વાગતથી પાકિસ્તાનની ક્રિકેટ ટીમ ખુશ થઈ

બાબરે ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, ‘હું હૈદરાબાદમાં મળેલા પ્રેમ અને સમર્થનથી અભિભૂત છું.’ ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદીએ તેની ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું – હૈદરાબાદ, ભારત… ખૂબ સ્વાગત છે. આ પોસ્ટની સાથે તેણે તાળી પાડતો ઈમોજી પણ બનાવ્યો છે. વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાને પોસ્ટમાં લખ્યું- અહીં લોકો તરફથી શાનદાર સ્વાગત થયું. બધું સરળતાથી થયું. હું આગામી દોઢ મહિનાની આતુરતાથી રાહ જોઈ રહ્યો છું.

છેલ્લે વર્ષ 2016માં ભારતનો પ્રવાસ કર્યો હતો

તમને જણાવી દઈએ કે પાકિસ્તાનની ટીમે છેલ્લે વર્ષ 2016માં ભારતનો પ્રવાસ કર્યો હતો. આ વખતે પાકિસ્તાનની ટીમમાં સામેલ તમામ ખેલાડીઓમાંથી માત્ર મોહમ્મદ નવાઝ અને સલમાન આગા એક જ વખત ભારતની મુલાકાતે આવ્યા છે. આ બંને સિવાય આ પહેલા કોઈ ખેલાડી ભારત આવ્યો નથી.

તમામ ટીમોને શ્રેષ્ઠ સુરક્ષા પૂરી પાડવામાં આવશે

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની મેનેજિંગ કમિટીના વડા ઝકા અશરફે ટીમના પ્રસ્થાન પહેલા પત્રકારોને જણાવ્યું હતું કે, “બીસીસીઆઈએ આઈસીસીને ખાતરી આપી છે કે તમામ ટીમોને શ્રેષ્ઠ સુરક્ષા પૂરી પાડવામાં આવશે અને તેનું સારું ધ્યાન રાખવામાં આવશે. હું કંઈ અલગ અપેક્ષા રાખતો નથી. અમારી ટીમ માટે પણ. મને નથી લાગતું કે અમારી ટીમને ભારતમાં કોઈ સમસ્યા હશે.”ટીમની વિદાય પહેલા, બાબરે ભારતમાં રમવા અંગેનો ઉત્સાહ વ્યક્ત કર્યો હતો.

પાકિસ્તાન VS  નેધરલેન્ડ

ODI વર્લ્ડ કપ 2023 5 ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહ્યો છે અને પાકિસ્તાન તેની પ્રથમ મેચ 6 ઓક્ટોબરે રમશે. પાકિસ્તાનની પ્રથમ મેચ નેધરલેન્ડ સામે થશે. વર્લ્ડ કપમાં કુલ 10 ટીમો ભાગ લઈ રહી છે અને તમામ 46 દિવસમાં ભારતના વિવિધ શહેરોમાં 48 મેચ રમશે. વર્લ્ડ કપ 19 નવેમ્બરે સમાપ્ત થશે.

વર્લ્ડ કપ માટે પાકિસ્તાનની ટીમ

બાબર આઝમ (કેપ્ટન), શાદાબ ખાન, ફખર ઝમાન, ઈમામ-ઉલ હક, અબ્દુલ્લા શફીક, મોહમ્મદ રિઝવાન, સઈદ શકીલ, ઈફ્તિખાર અહેમદ, સલમાન અલી આગા, મોહમ્મદ નવાઝ, ઉસામા મીર, હરિસ રઉફ, હસન અલી, શાહીન આફ્રિદી, મોહમ્મદ વસીમ.