Payal Ghosh: મોહમ્મદ શમી પર ફિદા થઈને કરી લગ્નની ઓફર, કહ્યું- તારૂં અંગ્રેજી સુધાર...

વર્લ્ડ કપ 2023માં હાલ ક્રિકેટર મોહમ્મદ શમીના નામની ધૂમ મચી છે. શમીએ પોતાની રમત દ્વારા તેણે માત્ર ચાહકોના જ દિલ નથી જીત્યા પંરતુ અભિનેત્રી અને મોડલ પાયલ ઘોષ પણ તેની દિવાની બની ગઈ છે. એટલે સુધી કે, અભિનેત્રીએ તેને લગ્ન માટે પણ ઓફર કરી દીધી હતી.

Courtesy: Image: twitter

Share:

 

Payal Ghosh: વર્લ્ડ કપ 2023માં હાલ ક્રિકેટર મોહમ્મદ શમીના નામની ધૂમ મચી છે. શમીને શરૂઆતમાં ટીમમાં સ્થાન નહોતું મળ્યું પણ જ્યારથી તે પ્લેઈંગ ઈલેવનમાં આવ્યો છે ત્યારથી તેણે સામેની ટીમના બેટ્સમેનના છક્કા છોડાવી દીધા છે. પોતાની રમત દ્વારા તેણે માત્ર ચાહકોના જ દિલ નથી જીત્યા પંરતુ અભિનેત્રી અને મોડલ પાયલ ઘોષ (Payal Ghosh) પણ તેની દિવાની બની ગઈ છે. એટલે સુધી કે, અભિનેત્રીએ તેને લગ્ન માટે પણ ઓફર કરી દીધી હતી. 

 

ટીવી સીરિયલ સાથ નિભાના સાથિયામાં કામ કરી ચૂકેલી અભિનેત્રી પાયલ ઘોષે સૌથી પહેલા 2 નવેમ્બરના રોજ એક ટ્વિટ કરીને મોહમ્મદ શમી સમક્ષ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા જાહેરમાં લગ્ન માટે પ્રસ્તાવ મુક્યો હતો. તેણે લખ્યું હતું કે, "શમી, તું તારું અંગ્રેજી સુધાર, હું તારી સાથે લગ્ન કરવા તૈયાર છું."

Payal Ghoshની અન્ય પોસ્ટ પણ વાયરલ

પાયલ ઘોષે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા લગ્નનો પ્રસ્તાવ મુક્યો તે ટ્વિટ ખૂબ જ વાયરલ થઈ હતી. જોકે વાત આટલેથી નહોતી અટકી અને પાયલે બીજી ટ્વિટમાં લખ્યું હતું કે, "મોહમ્મદ શમી, સેમીફાઈનલમાં તમારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપવા માટે તમે મારી પાસેથી કેવા પ્રકારનું નૈતિક સમર્થન ઈચ્છો છો. આપણે પહેલા ફાઈનલમાં જ જગ્યા બનાવી છે અને હું ઈચ્છું છું કે તમે હીરો બનો." બાદમાં એક્ટ્રેસે આ ટ્વિટ પણ ડિલીટ કરી દીધું હતું. આમ 2 નવેમ્બરથી શરૂ થયેલી ટ્વિટની આ સિલસિલો સતત ચાલુ જ છે. આ બાબતે શમી તરફથી કોઈ પ્રતિક્રિયા નથી આવી પરંતુ ફેન્સને તે ખૂબ જ ફની લાગી રહ્યું છે.

દિલ ડૂબા તેરે પ્યાર મેં

પાયલ ઘોષે (Payal Ghosh) હાલમાં જ પોતાની એક તસવીર પોસ્ટ કરી છે. આ તસવીરમાં તે નીચેની તરફ જોઈ રહી છે. પાયલ ઘોષે આ તસવીરના કેપ્શનમાં લખ્યું હતું કે, ‘દિલ ડૂબા તેરે પ્યાર મેં’. પાયલ ઘોષની આ પોસ્ટ જોયા પછી લોકો કહે છે કે કોઈ અન્ય માટે નથી પરંતુ માત્ર શમી માટે છે.

 

આ બધા વચ્ચે પાયલે શમીની પહેલી પત્ની હસીન જહાંનો સોશિયલ મીડિયા પર ક્લાસ લીધો હતો. પાયલે એક પોસ્ટમાં લખ્યું હતું, કે મીડિયાના લોકો મને ફોન કરીને કહી રહ્યા છે કે શમીની પત્ની તેનું મનોબળ તોડવાનો પ્રયાસ કરી રહી છે. આ યોગ્ય નથી. અમે ઈચ્છીએ છીએ કે ભારત વર્લ્ડ કપ જીતે અને તે બોલિંગ દ્વારા આક્રમણનું નેતૃત્વ કરે. હવે સમય આવી ગયો છે કે આપણે પુરુષો માટે પણ વાત કરીએ.

 

ક્રિકેટર  મોહમ્મદ શમીની વાત કરીએ તો ચાલી રહેલા વર્લ્ડકપમાં તે માત્ર 4 મેચ રમ્યો છે, પરંતુ તેણે અન્ય તમામ ભારતીય બૉલરો કરતા વધુ 16 વિકેટો લીધી છે.