Ind vs Pak: PCBએ ભારતીય ચાહકોના અયોગ્ય વર્તન વિશે ICCને ફરિયાદ કરી

Ind vs Pak: પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ તેમની ટીમ સાથે 14 ઓક્ટોબરના રોજ ભારત સામેની વર્લ્ડ કપ મેચમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હાજર ચાહકોના અયોગ્ય વર્તન (inappropriate behaviour) અંગે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ને ફરિયાદ નોંધાવી છે. આ ઉપરાંત, PCBએ પાકિસ્તાની પ્રશંસકો અને પત્રકારોના વિઝામાં વિલંબની ફરિયાદ પણ કરી છે.  વધુ વાંચો: ઈંગ્લેન્ડ-અફઘાનિસ્તાન મેચ અંગેની […]

Share:

Ind vs Pak: પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ તેમની ટીમ સાથે 14 ઓક્ટોબરના રોજ ભારત સામેની વર્લ્ડ કપ મેચમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હાજર ચાહકોના અયોગ્ય વર્તન (inappropriate behaviour) અંગે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ને ફરિયાદ નોંધાવી છે. આ ઉપરાંત, PCBએ પાકિસ્તાની પ્રશંસકો અને પત્રકારોના વિઝામાં વિલંબની ફરિયાદ પણ કરી છે. 

વધુ વાંચો: ઈંગ્લેન્ડ-અફઘાનિસ્તાન મેચ અંગેની ભવિષ્યવાણી વાયરલ થઈ

Ind vs Pak મેચમાં સર્જાયો હતો હાઈવોલ્ટેજ ડ્રામા

વર્લ્ડ કપના યજમાન ભારતે પાકિસ્તાનને 7 વિકેટે હરાવી વર્લ્ડ કપમાં તેમના કટ્ટર હરીફો પર જીતનો સિલસિલો યથાવત રાખ્યો હતો. ભારત અને પાકિસ્તાન (Ind vs Pak) વચ્ચેની હાઈ-વોલ્ટેજ મેચ પછી, પાકિસ્તાની ટીમના ડિરેક્ટર અને મુખ્ય કોચ, મિકી આર્થરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભીડના વર્તન વિશે ખુલાસો કર્યો હતો. ભારત સાથેની જીતના બે દિવસ પછી, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે (PCB) પાકિસ્તાની પત્રકારોના વિઝામાં વિલંબ અંગે ICC સમક્ષ વધુ એક ઔપચારિક વિરોધ નોંધાવ્યો હતો. અગાઉ, PCBના વડા ઝકા અશરફે વર્લ્ડ કપ માટે પાકિસ્તાની ચાહકો અને પત્રકારોને વિઝા આપવામાં વિલંબ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી.

PCBએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, “PCBએ પાકિસ્તાની પત્રકારો માટે વિઝામાં વિલંબ અને ચાલુ વર્લ્ડ કપ 2023 માટે પાકિસ્તાની ચાહકો માટે વિઝા નીતિની ગેરહાજરી અંગે ICC સમક્ષ ઔપચારિક વિરોધ નોંધાવ્યો છે.” PCBએ 14 ઓક્ટોબરના રોજ ભારત સામેની મેચ દરમિયાન પાકિસ્તાની ટીમ સાથે ‘અયોગ્ય વર્તન (inappropriate behaviour)’ અંગે પણ ફરિયાદ નોંધાવી છે. PCB મીડિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે 14 ઓક્ટોબર 2023ના રોજ યોજાયેલી ભારત-પાકિસ્તાન મેચ (Ind vs Pak) દરમિયાન પાકિસ્તાની ટીમને નિશાન બનાવવામાં આવી હતી.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન (Ind vs Pak) વચ્ચે ICC વર્લ્ડ કપ 2023ની 12મી મેચ દરમિયાન ચાહકો દ્વારા વિકેટકીપર-બેટ્સમેન મોહમ્મદ રિઝવાનને ચાહકો દ્વારા ઘેરવામાં આવ્યો હતો. મોહમ્મદ રિઝવાન આઉટ થયા બાદ પેવેલિયન તરફ પરત ફરી રહ્યો હતો, ત્યારે ઘણા ચાહકોએ કથિત રીતે ‘જય શ્રી રામ’ના નારા લગાવ્યા હતા. રિઝવાનનો પેવેલિયન પરત ફરતો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. PCBએ ICC સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો છે.

વધુ વાંચો: ઓલિમ્પિકમાં ક્રિકેટનો સમાવેશ થતા સચિને કહ્યું ‘નવા યુગની શરૂઆત’ થઇ

પાકિસ્તાન ભારત સામેની મેચમાં 7 વિકેટે મેચ હારી ગયું હતું. બાબર આઝમની કેપ્ટન્સી ધરાવતી ટીમની આ ટૂર્નામેન્ટમાં પ્રથમ હાર હતી. આ પહેલા પાકિસ્તાને પોતાની પ્રથમ મેચમાં નેધરલેન્ડને 81 રને હરાવ્યું હતું અને બીજી મેચમાં શ્રીલંકા વિરૂદ્ધ 6 વિકેટે જીત મેળવી હતી. પોઈન્ટ ટેબલમાં પાકિસ્તાનની ટીમ ચોથા નંબર પર છે. 

બેંગલુરુમાં પાકિસ્તાની ટીમના કેટલાક સભ્યો તાવમાંથી સ્વસ્થ થયા પછી PCBનો સત્તાવાર પ્રતિસાદ આવ્યો છે. બાબરની પાકિસ્તાન ટીમ શુક્રવારે બેંગલુરુમાં તેની આગામી વર્લ્ડ કપ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે.