PM મોદીએ ભારતીય મહિલા ક્રિકેટ ટીમને એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમે પ્રથમ વખત એશિયન ગેમ્સમાં ભાગ લીધો હતો. PM મોદીએ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ ભારતીય મહિલા ક્રિકેટ ટીમને અભિનંદન પાઠવ્યા હતા. PM મોદીએ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ 10 મીટર એર રાઈફલ મેન્સ ટીમને પણ અભિનંદન પાઠવ્યા […]

Share:

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમે પ્રથમ વખત એશિયન ગેમ્સમાં ભાગ લીધો હતો. PM મોદીએ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ ભારતીય મહિલા ક્રિકેટ ટીમને અભિનંદન પાઠવ્યા હતા. PM મોદીએ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ 10 મીટર એર રાઈફલ મેન્સ ટીમને પણ અભિનંદન પાઠવ્યા હતા અને અન્ય તમામ મેડલ વિજેતાઓ અને ખેલાડીઓના પ્રદર્શનની પણ પ્રશંસા કરી હતી.

PM મોદીએ કહ્યું, “ભારતીય મહિલા ક્રિકેટ ટીમે એશિયન ગેમ્સમાં શાનદાર પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ જીત્યો. દેશ તેમની અવિશ્વસનીય સિદ્ધિથી આનંદિત છે. અમારી દીકરીઓ તેમની પ્રતિભા, દૃઢતા, કૌશલ્ય અને ટીમ વર્કથી રમતના મેદાનમાં પણ તિરંગાને ઊંચો રાખી રહી છે. તમારી મહાન જીત માટે અભિનંદન.” 

આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતીય મહિલા ક્રિકેટ ટીમ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને માત્ર 116 રન જ બનાવી શકી હતી. આ પછી બોલરોના શાનદાર પ્રદર્શનના કારણે ભારતે શ્રીલંકાને 20 ઓવરમાં 97 રન આપીને ગોલ્ડ મેડલ જીતવામાં સફળતા મેળવી હતી. 18 વર્ષની તિતાસ સાધુએ ભારત તરફથી બોલિંગમાં સૌથી વધુ 3 વિકેટ લીધી હતી. 

હરમનપ્રીત કૌરની કેપ્ટનશિપમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે એશિયન ગેમ્સ અને કોમનવેલ્થ ગેમ્સ બંનેમાં મેડલ જીતનારી પ્રથમ ટીમ બની ગઈ છે. એશિયન ગેમ્સમાં અગાઉ બાંગ્લાદેશે પાકિસ્તાનને હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો અને શ્રીલંકાએ સિલ્વર મેડલ જીત્યો હતો.

BCCIના ભૂતપૂર્વ વડા અને કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે પણ ભારતીય મહિલા ક્રિકેટ ટીમને ક્રિકેટમાં ભારતને પ્રથમ વખત ગોલ્ડ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

ગોલ્ડ જીતનારી એર રાઈફલ ટીમની પ્રશંસા કરતાં PM મોદીએ કહ્યું, “10 મીટર એર રાઈફલ મેન્સ ટીમના અમારા શાનદાર શૂટર્સ, રુદ્રાક્ષ પાટીલ, દિવ્યાંશ પંવાર અને એશ્વર્ય પ્રતાપ તોમરે ખરેખર અદ્ભુત પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ જીત્યો છે અને વલ્ડ રેકોર્ડ બનાવ્યો છે.”

PM મોદીએ ચેમ્પિયન્સને તેમના કૌશલ્ય અને નિશ્ચયના અદભૂત પ્રદર્શન માટે સલામ કરી અને તેઓ નવી ઊંચાઈઓ સુધી પહોંચતા રહે તેવી શુભેચ્છા પાઠવી. સતનામ સિંહ, પરમિંદર સિંહ, સુખમીત અને જાકર ખાનની રોઈંગ મેન્સ ક્વોડ્રપલ સ્કલ્સ ટીમને બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન આપતાં તેમણે કહ્યું કે તેમની સફળતાએ દેશને ગૌરવ અપાવ્યું છે.

PM મોદીએ બ્રોન્ઝ મેડલ મેળવવા બદલ અનિશ ભાનવાલા, વિજયવીર સિદ્ધુ અને આદર્શ સિંહની 25 મીટર રેપિડ ફાયર પિસ્તોલ મેન્સ ટીમની પણ પ્રશંસા કરી હતી.

PM મોદીએ 10 મીટર એર રાઈફલ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતનાર એશ્વર્ય પ્રતાપ તોમર અને પુરુષોની કોક્સલેસ ફોર રોઈંગ ટીમમાં બ્રોન્ઝ મેડલ જીતનાર આશિષ, ભીમ સિંહ, જસવિંદર સિંહ અને પુનિત કુમારને પણ અભિનંદન પાઠવ્યા હતા.