સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સપના ગિલે પૃથ્વી શૉ અને આશિષ યાદવ સામે FIR નોંધવા માંગ કરી

સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સપના ગિલે  મુંબઈની અંધેરી મેજિસ્ટ્રેટ કોર્ટમાં પૃથ્વી શૉ અને તેના મિત્ર આશિષ યાદવ સામે મેજિસ્ટ્રેટ કોર્ટમાં 15 ફેબ્રુઆરીના રોજ બેટથી હુમલો કરવા અને તેની છેડતી કરવા બદલ FIR નોંધવા માટે ફોજદારી ફરિયાદ દાખલ કરી છે.  સપના ગિલે દ્વારા પૃથ્વી શૉ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે થોડા મહિના પહેલા ઉપનગરીય અંધેરીમાં એક […]

Share:

સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સપના ગિલે  મુંબઈની અંધેરી મેજિસ્ટ્રેટ કોર્ટમાં પૃથ્વી શૉ અને તેના મિત્ર આશિષ યાદવ સામે મેજિસ્ટ્રેટ કોર્ટમાં 15 ફેબ્રુઆરીના રોજ બેટથી હુમલો કરવા અને તેની છેડતી કરવા બદલ FIR નોંધવા માટે ફોજદારી ફરિયાદ દાખલ કરી છે. 

સપના ગિલે દ્વારા પૃથ્વી શૉ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે થોડા મહિના પહેલા ઉપનગરીય અંધેરીમાં એક ક્લબમાં તેણી પર કથિત રીતે હુમલો કરવામાં આવ્યો હતો અને તેની છેડતી પણ કરાઇ હતી.  ગિલે અગાઉ મુંબઈના એરપોર્ટ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. શૉ દ્વારા નોંધાયેલા કેસમાં જામીન મળ્યા બાદ તેણીએ પોલીસનો સંપર્ક કર્યો હતો. જોકે આ મુદ્દે પોલીસે તેણીનો કેસ નોંધ્યો ન હતો.

ગિલ દ્વારા  બીજી એક ફરિયાદ એરપોર્ટ પોલીસ સ્ટેશનના બે પોલીસકર્મીઓ વિરુદ્ધ પણ નોંધાવી છે.  ગિલે તપાસ અધિકારી સતીશ કવનકર અને એરપોર્ટ પોલીસ સ્ટેશનના વરિષ્ઠ નિરીક્ષક ભાગવત રામા ગરાંડે વિરુદ્ધ એફઆઈઆર નોંધવાની યાચિકા કરી છે.

ક્રિકેટર પૃથ્વી શૉ અને તેના મિત્ર આશિષ યાદવ સામેની ફરિયાદ અંધેરીની મેજિસ્ટ્રેટની કોર્ટમાં IPC કલમ 354 (તેની નમ્રતા પર અત્યાચાર કરવાના ઈરાદાથી મહિલા પર ફોજદારી બળનો હુમલો), કલમ 509 (શબ્દ/હાવભાવ/કૃત્ય કે જે મહિલાની સ્ત્રીની નમ્રતાનું અપમાન કરવાના હેતુથી કારાયું હોય ) અને 324 (સ્વૈચ્છિક રીતે ખતરનાક શસ્ત્રો અથવા માધ્યમો દ્વારા નુકસાન પહોંચાડવું), હેઠળ એફઆઈઆર નોંધવા માટે દાખલ કરવામાં આવી હોવાનું સપના ગિલના વકીલ અલી કાશિફ ખાને જણાવ્યું હતું.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, પૃથ્વી શૉ તેનાં મિત્રો સાથે એક હોટલમાં ગયો હતો અને ત્યાં સપનાએ સેલ્ફી લેવા તેનો સંપર્ક કર્યો હતો. વારંવાર સેલ્ફી લેવા માટે પૃથ્વી નારાજ થયો હતો અને તેને હોટલના મેનેજરને આ લોકોને દૂર કરવા જણાવ્યું હતું. ત્યાર બાદ સપના અને તેનાં મિત્રો હોટલની બહાર સૉ ની રાહ જોતાં ઉભા હતા. ત્યાં સપનાએ ક્રિકેટર પર હુમલો કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. 

આ ઘટના પછી શૉ અને તેનાં મિત્રે સપના અને તેનાં મિત્રો વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી જેની સામે ઓશિવિરા પોલીસ સ્ટેશન દ્વારા બીજે દિવસે સપનાની પૃથ્વી પર હુમલો કરવાની અને ધમકી આપવાનાં આરોપસર ધરપકડ કરી હતી. વળી, જામીન પર છૂટયા બાદ સપનાએ આ કેસ કર્યો છે.