પંજાબ કિંગ્સે કહ્યું અમે સ્ટંપ તોડવાનો ગુનો દાખલ કરવા માંગીએ છીએ

મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં પંજાબ કિંગ્સનાં યુવા ફાસ્ટ બોલર અર્શદીપ સિંહના બોલથી બે વાર સ્ટમ્પના બે ટુકડા થઈ ગયા હતા અને ત્યારબાદ પંજાબ કિંગ્સ અને મુંબઈ પોલીસ વચ્ચે ટ્વિટર પર એક અલગ જ પ્રકારનું યુદ્ધ છેડાઇ ગયું.  મેચ બાદ પંજાબ કિંગ્સે એક ટ્વીટ કર્યું હતું, જેમાં તેમણે મુંબઈ પોલીસને ટેગ કરી હતી. તેમાં પંજાબ કિંગ્સે […]

Share:

મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં પંજાબ કિંગ્સનાં યુવા ફાસ્ટ બોલર અર્શદીપ સિંહના બોલથી બે વાર સ્ટમ્પના બે ટુકડા થઈ ગયા હતા અને ત્યારબાદ પંજાબ કિંગ્સ અને મુંબઈ પોલીસ વચ્ચે ટ્વિટર પર એક અલગ જ પ્રકારનું યુદ્ધ છેડાઇ ગયું.  મેચ બાદ પંજાબ કિંગ્સે એક ટ્વીટ કર્યું હતું, જેમાં તેમણે મુંબઈ પોલીસને ટેગ કરી હતી. તેમાં પંજાબ કિંગ્સે લખ્યું હતું કે, “અમે ક્રાઇમ રિપોર્ટ લખાવવા માંગીએ છીએ”. આ ટ્વિટની સાથે પંજાબ કિંગ્સે તુટેલા સ્ટમ્પની તસ્વીર પણ શેર કરી હતી. મુંબઈ પોલીસે આ અંગે રમૂજી જવાબ આપ્યો હતો. મુંબઈ પોલીસે પોતાના ટ્વીટમાં કહ્યું હતું કે, “કાર્યવાહી કાયદાને તોડવા માટે છે, સ્ટમ્પ તોડવા માટે નહી.” 

 મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં પંજાબ કિંગ્સનાં યુવા ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે બોલિંગની મદદથી સનસનાટી મચાવી દીધી હતી. છેલ્લી ઓવરમાં ડાબોડી બોલરે બે વિકેટ ઝડપીને ટીમની જીત નિશ્ચિત કરી હતી.તેની ઓવરમાં બે વાર તેના બોલથી બેટ્સમેન ક્લીન બોલ્ડ થઈ ગયા હતા અને બંને વાર સ્ટમ્પનાં બે ટુકડા થઈ ગયા હતાં. તેની સાથે જ બીસીસીઆઇને પણ મોટું નુકસાન થયું હતું કારણ કે ક્રિકેટનાં સ્ટમ્પની કિંમત લાખો રૂપિયામાં હોય છે.

અર્શદિપની બોલિંગ બાદ પંજાબ કિંગ્સે ટ્વિટર દ્વારા મુંબઇ ઇન્ડિયન્સને ટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ મુંબઇ પોલીસે તેની  સામે સરસ જવાબ આપ્યો હતો.  આઇપીએલ ૨૦૨૩ ની ૩૧ મી મેચમાં પંજાબ કિંગ્સે પોતાનાં ઘરઆંગણે મુંબઇ ઇન્ડિયન્સને હરાવ્યું હતું. અર્શદીપે છેલ્લી ઓવરમાં સતત ૨ બોલ પર તિલક વર્મા અને નેહલ વાઢેરાને તેના યોર્કર નાખી પર ક્લિન બોલ્ડ કર્યા હતાં. પંજાબ કિંગ્સ સામેની મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને છેલ્લી ઓવરમાં ૧૬ રનની જરુર હતી. આ મેચમાં પંજાબની કેપ્ટનશિપ કરી રહેલા સેમ કરને અર્શદીપ સિંહને બોલિંગ કરવા અપાઈ હતી અને  પહેલા બોલ પર ૧ રન આપ્યો હતો અને બીજા જ બોલ પર રન આવ્યો નહિ. ત્રીજા બોલ પર તેણે તિલક વર્માને ધારદાર યોર્કર પર બોલ્ડ કર્યો હતો.જેનાથી  મિડલ સ્ટમ્પનાં બે ટુકડા થઈ ગયા હતાં અને સ્ટમ્પનું માઇક પણ દુર પડી ગયું હતું. પછીનાં જ બોલ પર નેહલ વાઢેરાને પણ આ જ રીતે અર્શદીપે ક્લિન બોલ્ડ કર્યો હતો અને આ વખતે પણ સ્ટંપનાં બે ટુકડા થઈ ગયા હતાં. આ રીતે પંજાબ કિંગ્સે આ મેચ ૧૩ રનથી જીતી લીધી હતી. અર્શદીપ સિંહે મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં ૪ ઓવરમાં માત્ર ૨૯ રન આપીને ૪ વિકેટ ઝડપી હતી.