ઈરફાન પઠાણને પાછળ છોડીને એશિયા કપમાં સૌથી સફળ બોલર બન્યા રવીન્દ્ર જાડેજા

ભારતીય સ્પિનર રવીન્દ્ર જાડેજા વનડે ફોર્મેટમાં એશિયા કપમાં ભારત માટે સૌથી વધારે વિકેટ લેનારા બોલર બની ગયા છે. મંગળવારના રોજ આર પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે શ્રીલંકા સામેની સુપર 4 સ્ટેજ મેચમાં રવીન્દ્ર જાડેજાએ આ સિદ્ધિ હાંસલ કરી હતી. મેચ દરમિયાન રવીન્દ્ર જાડેજાએ 33 રન આપીને 2 વિકેટ લીધી હતી. ભારતીય ટીમના ડાબોડી સ્પિનરે 18 ઈનિંગમાં 24 […]

Share:

ભારતીય સ્પિનર રવીન્દ્ર જાડેજા વનડે ફોર્મેટમાં એશિયા કપમાં ભારત માટે સૌથી વધારે વિકેટ લેનારા બોલર બની ગયા છે. મંગળવારના રોજ આર પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે શ્રીલંકા સામેની સુપર 4 સ્ટેજ મેચમાં રવીન્દ્ર જાડેજાએ આ સિદ્ધિ હાંસલ કરી હતી. મેચ દરમિયાન રવીન્દ્ર જાડેજાએ 33 રન આપીને 2 વિકેટ લીધી હતી. ભારતીય ટીમના ડાબોડી સ્પિનરે 18 ઈનિંગમાં 24 વિકેટ લીધી હતી.

રવીન્દ્ર જાડેજાએ એશિયા કપમાં રેકોર્ડ બનાવ્યો

રવીન્દ્ર જાડેજાએ આ મામલે ઈરફાન પઠાણને પાછળ છોડી દીધા છે. ઈરફાન પઠાણે 12 ઈનિંગમાં 22 વિકેટ લીધેલી છે. જ્યારે 9 ઈનિંગમાં 19 વિકેટ સાથે કુલદીપ યાદવ પણ આ રેસમાં સામેલ છે. રવીન્દ્ર જાડેજા એશિયા કપમાં પાંચમા સૌથી વધારે વિકેટ લેનારા બોલર બન્યા છે. મુથૈયા મુરલીધરન 24 ઈનિંગમાં 30 વિકેટ સાથે ચાર્ટમાં સૌથી આગળ છે. 

ભારતીય ટીમના બોલર્સે આક્રમણ કરીને શ્રીલંકાની 13 વનડે મેચની અજેય શૃંખલાને સમાપ્ત કરી દીધી હતી અને એક મેચ શેષ રહેતા એશિયા કપ 2023ના ફાઈનલમાં પોતાનું સ્થાન મજબૂત કર્યું હતું. મંગળવારના રોજ આર પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે સાવ મામૂલી લક્ષ્યનો પીછો કરીને શ્રીલંકા 172 રન પર ઢેર થઈ ગયું હતું. બંને તરફથી સ્પિનર્સે મેચમાં પોતાનો દબદબો જાળવ્યો હતો ત્યારે ફાસ્ટ બોલર્સે પણ સહ યજમાનો પર ભારતની 41 રનની જીતમાં ભૂમિકા ભજવી હતી.

એશિયા કપમાં રવીન્દ્ર જાડેજાની 24 વિકેટ

કુલદીપ યાદવ ઉપરાંત રવીન્દ્ર જાડેજાએ પણ એક રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તેઓ એશિયા કપમાં ભારત તરફથી સૌથી વધારે વિકેટ લેનારા બોલર બની ગયા છે. રવીન્દ્ર જાડેજા એશિયા કપ (વનડે ફોર્મેટ)માં અત્યાર સુધીમાં 17 મેચ રમ્યા છે. જેમાં તેમની 24 વિકેટ થઈ ગઈ છે. આ સાથે જ રવીન્દ્ર જાડેજાએ ઈરફાન પઠાણને પાછળ છોડી દીધા છે. એશિયા કપમાં સૌથી વધારે વિકેટ લેવા મામલે શ્રીલંકાના મુથૈયા મુરલીધરન છે. બીજા નંબરે લસિથ મલિંગા અને ત્રીજા નંબરે અજંતા મેંડિસ છે. 

ટુર્નામેન્ટના ઈતિહાસમાં પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર ઈરફાન પઠાણથી આગળ નીકળવા માટે રવીન્દ્ર જાડેજાને માત્ર એક જ વિકેટની જરૂર હતી. રવીન્દ્ર જાડેજાએ શ્રીલંકન કેપ્ટન દાસુન શનાકાને આઉટ કર્યો તે સાથે જ રવીન્દ્ર જાડેજા વનડે એશિયા કપના ઈતિહાસમાં ભારત તરફથી સૌથી વધારે વિકેટ લેનારા ખેલાડી બની ગયા છે.  

કુલદીપ યાદવે વનડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની 150 વિકેટ પૂરી કરી છે. તેઓ વનડે ઈન્ટરનેશનલમાં 150 કે તેનાથી વધારે વિકેટ લેનારા વિશ્વના 81મા અને ભારતના 15મા બોલર છે. આમ ભારતીય ટીમે મંગળવારના રોજ સુપર 4 મુકાબલામાં શ્રીલંકાને 41 રનથી હરાવીને ફાઈનલમાં જગ્યા પાક્કી કરી લીધી હતી.