RCBએ મુંબઈ ઈન્ડિયન્સ સામે શાનદાર જીત નોંધાવી

IPL 2023 નો માહોલ જામી ગયો છે. ફરીથી એ જ રોમાંચક મેચ જોવાનો ક્રિકેટ ફેન્સ આનંદ માણી રહ્યા છે.  મુંબઈ ઈન્ડિયન્સ અને RCB (રોયલ ચેલેન્જર્સ બેંગલોર) વચ્ચે રવિવારે રમાયેલી આઈપીએલ 2023ની મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ સામે તેની આઈપીએલની શરૂઆતની મેચમાં જોરદાર જીત નોંધાવી હતી. કિંગ કોહલીની ટીમ RCBએ ટોસ જીતીને […]

Share:

IPL 2023 નો માહોલ જામી ગયો છે. ફરીથી એ જ રોમાંચક મેચ જોવાનો ક્રિકેટ ફેન્સ આનંદ માણી રહ્યા છે.  મુંબઈ ઈન્ડિયન્સ અને RCB (રોયલ ચેલેન્જર્સ બેંગલોર) વચ્ચે રવિવારે રમાયેલી આઈપીએલ 2023ની મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ સામે તેની આઈપીએલની શરૂઆતની મેચમાં જોરદાર જીત નોંધાવી હતી. કિંગ કોહલીની ટીમ RCBએ ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ત્યાર બાદ તેઓના બોલર્સે શાનદાર બોલિંગ કરી હતી. મુંબઈ ઈંડિયન્સની 48 રનમાં ચાર વિકેટ પડી ગઈ હતી. આ ચાર વિકેટોમાં ઓપનર્સ અને કેપ્ટન રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવ જેવા ધુરંધર બેટ્સમેનનો પણ સમાવેશ થાય છે. વિરાટ કોહલી (49 બોલમાં અણનમ 82) એ જ્વલંત અર્ધસદી ફટકારીને RCBને રવિવારે મુંબઈ ઈન્ડિયન્સ સામે આઠ વિકેટથી જીત અપાવી.

RCBના બેટિંગના મુખ્ય આધાર કોહલીએ રવિવારે આશા વ્યક્ત કરી હતી કે ટીમ રમવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરશે.મેચ બાદ કોહલીએ કહ્યું, “અસાધારણ જીત.આટલા વર્ષો પછી ઘર વાપસી. આ સ્કોર સુધી પહોંચવાનો શ્રેય તમામ  બેટ્સમેનોને જાય છે. મુશ્કેલ પરિસ્થિતિઓમાં તકનો લાભ ઉઠાવતા, તિલક વર્માએ મુંબઈ ઈન્ડિયન્સ માટે 5માં નંબર પર 46 બોલમાં 84 રનની વિસ્ફોટક ઈનિંગ રમી હતી. તિલક વર્માની ઇનિંગમાં 9 ફોર અને 4 સિક્સ સામેલ હતી. ફાફ પહેલા ગયો, અને હું પછી જોડાયો. આજે જે રીતે બધું થયું તેનાથી હું ખૂબ ખુશ છું.” “મુંબઈ પાંચ વખત અને ચેન્નાઈ ચાર વખત જીત્યા સિવાય, અમે સૌથી વધુ વખત ક્વોલિફાય કર્યું છે. અમારે આ ગતિથી જ  રમવાની જરૂર છે.કર્ણ શર્માએ તેની ચાર ઓવરમાં બે વિકેટ ઝડપીને સારો દેખાવ રજૂ કર્યો હતો.”RCBના કેપ્ટન અને પ્લેયર ઓફ ધ મેચ ફાફ ડુ પ્લેસિસે રમતને સેટ કરવા માટે બોલરોને શ્રેય આપ્યો હતો પરંતુ સ્વીકાર્યું હતું કે છેલ્લા 17 બોલમાં 48 રન આપ્યા બાદ છેલ્લી ઓવર્સમાં તેમને સુધરવાની જરૂર છે.”અમે જે રીતે કર્યું તે રીતે શરૂઆત કરીને આનંદ થયો. પાવરપ્લેમાં, “સ્વાભાવિક રીતે છેલ્લી 2-3 ઓવરોમાં કંઈક સુધારો કરવા માટે છે. જો તમે બોલને ઝડપી લીધો, તો તે રમવાનું એટલું સરળ ન હતું અને સ્પિનરો માટે તેમાં કંઈક હતું,” તેણે કહ્યું.

જો કે, બીજી બેટિંગ કરવા ઉતરેલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે શરૂઆતથી જ પ્રભુત્વસભર બેટિંગ કરતા પકડ જમાવી લીધી હતી.