રાજસ્થાન રોયલ્સે દિલ્હી કેપિટલ્સને 57 રને હરાવ્યું 

આઈપીએલમાં ગઇકાલે  આર આર (રાજસ્થાન રોયલ્સ) એ દિલ્હી કેપિટલ્સને 57 રને હરાવ્યું. દિલ્હી કેપિટલ્સના સુકાની ડેવિડ વોર્નરે પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યા પછી ઇનિંગ્સની શરૂઆત કરી હતી. પ્રથમ બેટિંગમાં આવ્યા બાદ આરઆરએ નિર્ધારિત 20 ઓવરમાં ચાર વિકેટે 199 રન બનાવ્યા અને જવાબમાં, દિલ્હી કેપિટલ્સ નવ વિકેટે 142 રન બનાવી શકી હતી. જયસ્વાલ અને જોસ બટલરે […]

Share:

આઈપીએલમાં ગઇકાલે  આર આર (રાજસ્થાન રોયલ્સ) એ દિલ્હી કેપિટલ્સને 57 રને હરાવ્યું. દિલ્હી કેપિટલ્સના સુકાની ડેવિડ વોર્નરે પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યા પછી ઇનિંગ્સની શરૂઆત કરી હતી. પ્રથમ બેટિંગમાં આવ્યા બાદ આરઆરએ નિર્ધારિત 20 ઓવરમાં ચાર વિકેટે 199 રન બનાવ્યા અને જવાબમાં, દિલ્હી કેપિટલ્સ નવ વિકેટે 142 રન બનાવી શકી હતી. જયસ્વાલ અને જોસ બટલરે માત્ર 8.3 ઓવરમાં પ્રથમ વિકેટની ભાગીદારીમાં  98 રન બનાવીને આરઆરએ ધમાકેદાર શરૂઆત કરી હતી. 

બટલરે 51 બોલમાં 79 રન ફટકાર્યા

જયસ્વાલે 31 બોલમાં 60 રન બનાવ્યા હતા,  બટલરે 51 બોલમાં 79 રન ફટકાર્યા હતા. ત્યારબાદ શિમરોન હેટમાયરે 21 બોલમાં 39 રન બનાવી અણનમ રહ્યો હતો.  ડીસી તરફથી મુકેશ કુમારે 36 રનમાં બે વિકેટ લીધી હતી. આરઆર તરફથી  ટ્રેન્ટ બોલ્ટ દ્વારા ફેંકવામાં આવેલી તેમની પ્રથમ ઓવરમાં જ ડીસીએ બે વિકેટ ગુમાવી હતી. અને ચાર ઓવરમાં 29 રને ત્રણ વિકેટ સ્કોર હતો. વોર્નરે 49 બોલમાં 61 રન બનાવ્યા હતા.

 હાલમાં લખનઉ બીજા ક્રમે છે

સંજુ સેંસનની આગેવાનીમાં રાજસ્થાન રોયલ્સનું પ્રદર્શન ઘણું પ્રભાવશાળી છે. તેણે દિલ્હી કેપિટલ્સને 57 રને હાર આપી હતી આથી હજુ દિલ્હી કેપિટલ્સ જીત મેળવવામાં સફળ રહ્યું નથી. ત્યારે રાજસ્થાન સામે ખરાબ પ્રદર્શને ફરી તેને હાર સહન કરવી પડી હતી. રાજસ્થાન રોયલ્સે શરૂઆતની બે મેચમાં જીત મેળવીને પ્રથમ સ્થાન જાળવ્યું છે.  તેનો નેટ રનરેટ સારો છે અને લખનૌ અને રાજસ્થાને બંનેએ ત્રણ મેચ રમીને બે મેચ જીતી છે. હાલમાં લખનૌ બીજા ક્રમે છે. 

ગુજરાત ટાઈટન્સ ટીમ રવિવારે ફરીથી નંબર 1  ના સ્થાને પહોંચવા માટે મેદાને ઉતરી રહી છે , હાર્દિક પંડ્યાની ટીમ આ સિઝનમાં પણ શાનદાર દેખાવ કરી રહીં છે. આઈપીએલ 23 ની 12 મેચો રમાઈ ચૂકી છે અને હવે ટીમ તેમના પોઈન્ટ વધારવા પર ભાર મૂકી રહી છે. રાજસ્થાન રોયલસ, ગુજારત ટાઈટન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ ટીમ પોઇટ્સમાં આગળના ક્રમે છે.

મુંબઈ ઈન્ડિયન્સના ખરાબ પ્રદર્શનથી ફેન નારાજ

પરંતુ, મુંબઈ ઈન્ડિયન્સ જેવી આઇપીએલની સફળ ટીમ હજી નીચેના ક્રમે જ છે અને શરૂઆતની બંને મેચ હાર્યું છે. બંને મેચમાં બેટ્સમેનોનો દેખાવ નોંધપાત્ર ન હતો. 

ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ વચ્ચે શનિવારે વાનખેડે સ્ટેડિયમમાં મેચ રમાઈ હતી જેમાં ચેન્નાઈએ સાત વિકેટે જીત મેળવી હતી. આગામી મંગળવારે મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ આમને-સામને જોવા મળશે છે ત્યારે મુંબઈ ઈન્ડિયન્સ માટે જીત અનિવાર્ય બની રહેશે. જેમ-જેમ આઈપીએલ આગળ વધતી જાય છે તેમ લોકોનો ઉત્સાહ જોર પકડી રહ્યો છે અને કોણ આ વખતે જીતશે તેની અટકળો પણ ચાલુ થઈ ગઈ છે.