SA vs IND: પહેલી ટેસ્ટમાં ભૂંડી હાર બાદ કેપ્ટન રોહિત શર્માએ કહી આ મોટી વાત

SA Vs IND: સાઉથ આફ્રિકા સામે પહેલી ટેસ્ટમાં એક ઈનિંગ અને 32 રનથી ભારતનો પરાજય થયો છે. ત્યારે કેપ્ટન રોહિત શર્માએ એ જણાવ્યું કે ક્યાં ચૂક થઈ.

Share:

હાઈલાઇટ્સ

  • સાઉથ આફ્રિકા સામે ભારતની થઈ ભૂંડી હાર
  • રોહિત શર્માએ કહ્યું, બોલરોનો વાંક નથી
  • મોટાભાગના બોલરો અહીં પહેલીવાર આવ્યા

નવી દિલ્હીઃ દક્ષિણ આફ્રિકા સામે સેન્ચુરિયનમાં ભારતને ભૂંડી હાર મળી છે. પહેલી ટેસ્ટમાં એક ઈનિંગ અને 32 રનથી હાર્યું છે. જે બાદ કરોડો ભારતીય ફેન્સ નારાજ થયા છે. ટેસ્ટ ત્રણ દિવસમાં જ ખતમ થઈ ગઈ હતી અને ફેન્સે આવું વિચાર્યું પણ નહોતું. હાર બાદ કેપ્ટન રોહિત શર્મા પણ ખૂબ જ દુઃખી જોવા મળ્યો હતો. જે બાદ રોહિતે આ મુદ્દે મોટી વાત કરી છે. એક તરફ, હાર પાછળ બોલરોની મોટી અસફળતા જોવા મળી, પરંતુ ભારતીય કેપ્ટને કહ્યું કે, બોલરોને વધારે દોષ નહીં આપીએ. 

બોલરોનો વાંક નથી
રોહિત શર્માએ કહ્યું કે, અમે સારુ પ્રદર્શન કર્યુ હતુ. પહેલી બેટિંગમાં કેએલ રાહુલ સદી ફટકારી હતી. ટીમને 245ના રનનો સ્કોર આપ્યો હતો. પરંતુ બોલરો દક્ષિણ આફ્રિકાની સ્થિતિ કળી શક્યા નહીં. વાત પણ સાચી છે, કારણ કે જસપ્રીત બુમરાહનો જરાય સાથ ન મળ્યો. બીજા ભાગમાં તો જાણે બોલરો હોય જ નહીં એવી સ્થિતિ જોવા મળી હતી. સાથે જ માત્ર 245 રનનો સ્કોર કર્યો. સાથે જ બેટ્સમેનોએ પણ બીજી ઈનિંગમાં સારુ પ્રદર્શન કર્યુ નહીં. 

આ થઈ ભૂલ 
રોહિતે કહ્યું કે, બોલરો પહેલાં જ દક્ષિણ આફ્રિકા આવી ગયા હતા. તેઓ સારી રીતે જાણતા હતા તેમની પાસે શું આશા હતી અને બેટ્સમેનોની પોતાની એક યોજના હોય છે. અમારા બેટ્સમેન સામે પડકારો હતા પણ તેઓ લડ્યા. સેન્ચુરિયનનું મેદાન બાઉન્ડ્રી સ્કોરિંગ છે. અમે સાઉથ આફ્રિકાને સારી બેટિંગ કરતા જોઈ, પરંતુ અમારે સામેવાળી ટીમને સમજવાની અને શક્તિને ઓળખવાની જરુર હતી. અમે બંને ઈનિંગમાં સારી બેટિંગ કરી નથી અને એટલા માટે જ અમે હાર્યા. 

વધારે ટિપ્પણી નહીં કરુ 
રોહિતે કહ્યું કે, ત્રણ દિવસમાં મેચ હારીને અમે વધારે પોઝિટિવ મુદ્દા મેળવ્યા નહીં. પરંતુ કેએલ રાહુલે બતાવ્યું કે આ પીચ પર આપણે શું કરવાની જરુર છે. જ્યાં સુધી બોલરોની વાત છે તો હું વધારે ટિપ્પણી નહીં કરું. કારણ કે મોટાભાગના બોલરો અહીં પહેલીવાર આવ્યા છે. એકજૂટ થવું એ જ અમારા માટે મહત્વપૂર્ણ વાત છે. રમતગમતમાં આ પ્રકારની સ્થિતિમાંથી પસાર થવાનું રહેતું હોય છે. હવે આગામી ટેસ્ટ માટે તૈયાર થવાની જરુર છે.