Sachin Tendulkarની પ્રતિમાનું વાનખેડે સ્ટેડિયમમાં અનાવરણ કરાયું

Sachin Tendulkar: શ્રીલંકા સામેની ભારતની વર્લ્ડ કપ મેચ પહેલા બુધવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ક્રિકેટના દિગ્ગજ સચિન તેંડુલકરની પ્રતિમા (statue)નું અનાવરણ કરવામાં આવ્યું હતું. મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA) દ્વારા વાનખેડે સ્ટેડિયમમાં બનેલા સચિન તેંડુલકર સ્ટેન્ડ પાસે આ પ્રતિમા મૂકવામાં આવી છે. આ પ્રતિમા સચિન તેંડુલકરના જીવનના 50 અદ્ભુત વર્ષોને સમર્પિત છે. ભારતીય ક્રિકેટ ટીમની મુંબઈના વાનખેડે […]

Share:

Sachin Tendulkar: શ્રીલંકા સામેની ભારતની વર્લ્ડ કપ મેચ પહેલા બુધવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ક્રિકેટના દિગ્ગજ સચિન તેંડુલકરની પ્રતિમા (statue)નું અનાવરણ કરવામાં આવ્યું હતું. મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA) દ્વારા વાનખેડે સ્ટેડિયમમાં બનેલા સચિન તેંડુલકર સ્ટેન્ડ પાસે આ પ્રતિમા મૂકવામાં આવી છે. આ પ્રતિમા સચિન તેંડુલકરના જીવનના 50 અદ્ભુત વર્ષોને સમર્પિત છે.

ભારતીય ક્રિકેટ ટીમની મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં આજે 2 નવેમ્બરના રોજ શ્રીલંકા સામે વર્લ્ડ કપની મેચ રમવાની છે. આ મેચ પહેલા સચિન તેંડુલકર (Sachin Tendulkar)ની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ ઉદ્ઘાટન પ્રસંગે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે, નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, BCCIના સચિવ જય શાહ, ઉપાધ્યક્ષ રાજીવ શુક્લા, NCP વડા શરદ પવાર અને મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA)ના અધ્યક્ષ અમોલ કાલેએ હાજરી આપી હતી.  

વધુ વાંચો: Hardik Pandyaના રમવાને લઈને સામે આવી અપડેટ

માસ્ટર બ્લાસ્ટરની આ પ્રતિમા (statue) અહેમદનગરના શિલ્પકાર પ્રમોદ કાંબલેએ બનાવ્યું છે અને મહાન બેટ્સમેનને શોટ રમતો હોય તેવી મુદ્રામાં બતાવ્યો છે. 2013માં વેસ્ટ ઈન્ડિઝ સામેની બે ટેસ્ટ સિરીઝ રમ્યાના 10 વર્ષ બાદ હોમ ગ્રાઉન્ડમાં સચિન તેંડુલકર (Sachin Tendulkar)નું સ્ટેચ્યુ ઊભું કરવામાં આવ્યું છે અને આ અનાવરણ કાર્યક્રમ વખતે આખું સ્ટેડિયમ સચિન…સચિનના નારાથી ગૂંજી ઉઠ્યું હતું. આ કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચેલા ફેન્સને સચિને ઓટોગ્રાફ આપ્યા હતા અને સેલ્ફી પણ ક્લિક કરાવી હતી.

સચિન તેંડુલકરે (Sachin Tendulkar) આ મેદાન પર પોતાની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ એટલે કે 200મી ટેસ્ટ મેચ રમી હતી. આ મેચ વેસ્ટ ઈન્ડિઝ સામે હતી, જેમાં સચિન તેંડુલકરે 74 રન બનાવ્યા હતા. ભારતે આ મેચ એક ઈનિંગ અને 126 રનથી જીતી લીધી હતી. આ સ્ટેડિયમ સચિન તેંડુલકર માટે પણ ખાસ છે, કારણ કે અહીં જ ભારતીય ટીમે પોતાનો બીજો વર્લ્ડ કપ જીત્યો હતો. 

2011ના વનડે વર્લ્ડકપની ફાઈનલ વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ હતી. તે મેચમાં મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશિપમાં ભારતીય ટીમે શ્રીલંકાને હરાવીને ખિતાબ પોતાના નામે કર્યો હતો અને સચિન તેંડુલકરનું વર્લ્ડ કપ જીતવાનું સ્વપ્ન પણ પૂર્ણ થયું હતું.

વધુ વાંચો: Virat Kohli ડક પર આઉટ થયા બાદ ડ્રેસિંગ રૂમમાં કાઢ્યો ગુસ્સો

પ્રતિમા (statue)ના નિર્માણ વિશે વાત કરતા સચિન તેંડુલકરે આ વર્ષે માર્ચમાં કહ્યું હતું, “હું ખૂબ જ ખુશ છું. આ બધું 1988માં વાનખેડે ખાતે શરૂ થયું હતું. અહીં મેં મારી પ્રથમ રણજી મેચ રમી હતી. હું પ્રોફેશનલ ખેલાડી બન્યો તે પહેલા અહીં કોચ આચરેકરે મને ઠપકો આપ્યો અને ત્યારબાદ હું ગંભીર ક્રિકેટર બન્યો. મારી આ જગ્યા સાથે જોડાયેલી ખાસ યાદો છે. વાનખેડે સ્ટેડિયમમાં મારી પ્રતિમા બનવી એ મારા માટે મોટી વાત છે.”