સાઈના નેહવાલ બની હાર્વેસ્ટ ગોલ્ડ ગ્લોબલ રેસની બ્રાન્ડ એમ્બેસેડર, નિવૃત્તિ અંગે આપ્યું મહત્વનું નિવેદન

ભારતની સ્ટાર બેડમિન્ટન પ્લેયર સાઈના નેહવાલના મતે આગામી વર્ષે યોજાનારી પેરિસ ઓલમ્પિક 2024માં તેનું ક્વોલિફિકેશન મુશ્કેલ છે કારણ કે, 33 વર્ષીય શટલર સાઈના નેહવાલ ઘૂંટણની ઈજાના કારણે તકલીફ અનુભવી રહી છે. બુધવારના રોજ દેશની રાજધાનીમાં હાર્વેસ્ટ ગોલ્ડ ગ્લોબલ રેસ 2023નું લોન્ચિંગ થયું હતું. સાઈના નેહવાલને તેની બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવી છે.  આ કાર્યક્રમ દરમિયાન એક […]

Share:

ભારતની સ્ટાર બેડમિન્ટન પ્લેયર સાઈના નેહવાલના મતે આગામી વર્ષે યોજાનારી પેરિસ ઓલમ્પિક 2024માં તેનું ક્વોલિફિકેશન મુશ્કેલ છે કારણ કે, 33 વર્ષીય શટલર સાઈના નેહવાલ ઘૂંટણની ઈજાના કારણે તકલીફ અનુભવી રહી છે. બુધવારના રોજ દેશની રાજધાનીમાં હાર્વેસ્ટ ગોલ્ડ ગ્લોબલ રેસ 2023નું લોન્ચિંગ થયું હતું. સાઈના નેહવાલને તેની બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવી છે. 

આ કાર્યક્રમ દરમિયાન એક સવાલના જવાબમાં સાઈના નેહવાલે હાલ પોતાનો નિવૃત્તિ લેવા અંગેનો કોઈ ઈરાદો નથી અને પોતે પોતાની કરિયરને નવી દિશા આપવા માટે તમામ સંભવિત પ્રયત્નો કરી રહી છે તેમ જણાવ્યું હતું. હૈદરાબાદની ખેલાડી સાઈના નેહવાલ સતત ઘાયલ રહેવાના કારણે અનેક મોટી ટુર્નામેન્ટમાં ભાગ નહોતી લઈ શકી જેથી તેની વર્લ્ડ રેન્કિંગ પણ 55મા નંબરે પહોંચી ગઈ છે. 

સાઈના નેહવાલ ઘૂંટણ પણ નથી વાળી શકતી

સાઈના નેહવાલે પત્રકારોને જણાવ્યું હતું કે, તેણી જ્યારે 1-2 કલાક માટે અભ્યાસ કરે છે તો તેના ઘૂંટણમાં સોજો આવી જાય છે. તે પોતાનો ઘૂંટણ વાળી પણ નથી શકતી માટે બીજા સત્રના અભ્યાસમાં ભાગ નથી લઈ શકતી. સાઈના નેહવાલના કહેવા પ્રમાણે ડૉક્ટર્સે તેને અમુક ઈન્જેક્શન આપ્યા છે. ઓલમ્પિક નજીક છે પણ તેના માટે ક્વોલિફાઈ થવું મુશ્કેલ છે.

જોકે સાઈના નેહવાલે પોતે કમબેક માટે તમામ સંભવિત પ્રયત્નો કરી રહી છે તેમ પણ જણાવ્યું હતું. સાઈના નેહવાલને જ્યારે નિવૃત્તિ અંગે સવાલ કરવામાં આવ્યો ત્યારે જવાબમાં તેણે કહ્યું હતું કે, “એ તો દરેકે લેવી પડે છે. એવી કોઈ સમય મર્યાદા નિર્ધારિત નથી. જ્યારે પણ તમને લાગે કે તમારૂં શરીર સાથ નથી આપી રહ્યું તો તમે રમવાનું બંધ કરી દેશો.”

આ સાથે જ સાઈના નેહવાલે પીવી સિંધુએ બેંગલુરૂ ખાતેની પ્રકાશ પાદુકોણ અકાદમીમાં એક સપ્તાહ માટે અભ્યાસ કરવાનો નિર્ણય લીધો તેને પોતાનું સમર્થન આપ્યું હતું. સાઈના નેહવાલે કહ્યું હતું કે, “જો તમને લાગે કે કોઈ કોચ સાથે કે માહોલમાં તમને મદદ નથી મળી રહી તો કોચ બદલવાથી મદદ મળી શકે છે. તમારે પ્રયત્ન કરવો પડે છે. મેં એવુ કર્યું અને હું વિશ્વની નંબર વન ખેલાડી બની અને વર્લ્ડ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચી.”

હાર્વેસ્ટ ગોલ્ડ ગ્લોબલ રેસ વિશે

આગામી 24 સપ્ટેમ્બર, 2023ના રોજ દિલ્હી પાસે ગુરૂગ્રામમાં હાર્વેસ્ટ ગોલ્ડ ગ્લોબલ રેસની 8મી એડિશન યોજાશે. આ રેસ 3 અલગ અલગ કેટેગરી- 3 કિમી, 5 કિમી અને 10 કિમીની કેટેગરીમાં હશે જેમાં કોઈ પણ ઉંમરની વ્યક્તિ ભાગ લઈ શકશે. આ વર્ષે રેસની થીમ ‘રન ટુ ડિસ્ટન્સ, ટુ મેક અ ડિફરન્સ’ રાખવામાં આવી છે. તેના અંતર્ગત રોબિન હુડ આર્મી એનજીઓ સાથે પણ ટાઈઅપ કરવામાં આવ્યું છે. આ રેસનો ઉદ્દેશ્ય સમાજના વંચિતો માટે પોષણ સુનિશ્ચિત કરવાનો છે. હાર્વેસ્ટ ગોલ્ડે ભારતમાં ગ્લોબલ રેસ માટે થનારા દરેક રજિસ્ટ્રેશન માટે 20 સ્લાઈસ બ્રેડ દાન કરવાનું વચન આપ્યું છે.