અર્જુન તેંડુલકરના IPLમાં ડેબ્યુ પર સારાએ મૂકી હ્રદયસ્પર્શી પોસ્ટ

ક્રિકેટના ભગવાન તરીકે જાણીતા સચિન તેંડુલકરના પુત્ર અને ઝડપી બોલર અર્જુન તેંડુલકરે ત્રણ સિઝન સુધી ફ્રેન્ચાઇઝી સાથે રહ્યા બાદ આખરે IPLમાં મુંબઈ ઇન્ડિયન્સ (MI) માટે ડેબ્યૂ કર્યું છે. અર્જુને ગોવા સાથે પ્રથમ સ્થાનિક સીઝન રમી હતી, જ્યા નિયમિતપણે પ્રેક્ટિસ કરી રહ્યો છે. આખરે રવિવાર 16 એપ્રિલે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામેની મેચમાં ડેબ્યુ કર્યુ છે. […]

Share:

ક્રિકેટના ભગવાન તરીકે જાણીતા સચિન તેંડુલકરના પુત્ર અને ઝડપી બોલર અર્જુન તેંડુલકરે ત્રણ સિઝન સુધી ફ્રેન્ચાઇઝી સાથે રહ્યા બાદ આખરે IPLમાં મુંબઈ ઇન્ડિયન્સ (MI) માટે ડેબ્યૂ કર્યું છે. અર્જુને ગોવા સાથે પ્રથમ સ્થાનિક સીઝન રમી હતી, જ્યા નિયમિતપણે પ્રેક્ટિસ કરી રહ્યો છે. આખરે રવિવાર 16 એપ્રિલે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામેની મેચમાં ડેબ્યુ કર્યુ છે.

રોહિત શર્માએ અર્જુનને ડેબ્યૂ કેપ આપી

મુંબઇના કેપ્ટન રોહિત શર્માએ અર્જુનને ડેબ્યૂ કેપ આપી વામાં હતી. કોલકાતા સામેની મેચમાં સ્ટેન્ડ-ઇન કેપ્ટન સૂર્યકુમાર યાદવે પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કરી અર્જુને બોલિંગની શરૂઆત કરી હતી. અર્જુનને શરૂઆતમાં થોડો સ્વિંગ મળ્યો અને નવા બોલથી મદદ પણ મળી હતી. અર્જુને ડેબ્યૂ મેચમાં 2 ઓવરમાં 17 રન આપ્યા હતા અને કોઇ વિકેટ ઝડપી નહોતી. અર્જુને પોતાની પહેલી મેચમાં પોતાની ઝડપી બોલિંગથી લોકોને પ્રભાવિત કર્યા હતા. આમ, અર્જુન અને સચિન પરિવાર માટે પણ આ એક સપનું હતું.

બહેન સારાએ ભાઈ માટે ખાસ પોસ્ટ શેર કરી

અર્જુનની મોટી બહેન સારા તેંડુલકર પણ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં હાજર હતી, સારાએ પણ ભાઈ માટે હૃદયપૂર્વકની પોસ્ટ શેર કરી. સારાએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર અર્જુનને ડેબ્યૂ કેપ મેળવવા સાથેનો એક ફોટો શેર કર્યો અને લખ્યું કે, “હેપ્પીસ્ટ સિસ્ટર ટુડે #24.” સારાની એ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહી છે.

અર્જુન તેંદુલકરની ડેબ્યૂ મેચમાં બહેન સારા તેંદુલકર જબરદસ્ત રીતે ચીયર કરતી જોવા મળી હતી. સારા તેંડુલકર પોતાની સુંદરતા માટે જાણીતી છે. સારા સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અને ફેન્સને ફોટો અને વિડીયોથી અપડેટ કરતી રહે છે. હવે ભાઇ અર્જુનના ડેબ્યુ પર મુંબઈની ટીમને સપોર્ટ કરતી જોવા મળી હતી.

પુત્ર અર્જુનના ડેબ્યુ પર સચિન તેંડુલકરે શું કહ્યું?

એક વિડીયોમાં સચિન તેંડુલકરે કહ્યું કે, અર્જુનનું IPLમાં ડેબ્યૂ મારા માટે એક અલગ અનુભવ હતો. મેં વાસ્તવમાં આજ સુધી અર્જુનને રમતા જોયો નથી અને આજે પણ ડ્રેસિંગ રૂમમાં જઇને બેઠો હતો. બસ હું એ જ ઇચ્છું છું કે તે પોતાને એક્સપ્રેસ કરે અને મને જોઇને પોતાના પ્લાનથી ભટકે નહીં. જેથી હું ડ્રેસિંગ રૂમમાં જઇને બેઠો હતો. આ મારા માટે અલગ લાગણી છે કારણ કે 2008માં જે ટીમમાંથી રમ્યો તે જ ટીમમાંથી મારા પુત્રએ 16 વર્ષ પછી ડેબ્યૂ કર્યું છે.

મહત્વનું છે કે, મહાન ક્રિકેટર સચિન તેંડુલકરના પુત્ર અર્જુનનો જન્મ 24 સપ્ટેમ્બર-1999 થયો હતો. અર્જુન ડાબા હાથનો ફાસ્ટ બોલર અને ડાબોડી બેટ્સમેન પણ છે. અર્જુન તેંડુલકર ઘણા સમયથી IPL ડેબ્યૂની રાહ જોઈ રહ્યો હતો. 16 એપ્રિલે કારકિર્દીની પ્રથમ IPL મેચ રમી હતી. આ મેચમાં ટોસ પહેલા રોહિત શર્માએ તેને IPL ડેબ્યૂ કેપ આપી હતી.