સાઉદી અરેબિયાએ IPLમાં હિસ્સો ખરીદવામાં દાખવ્યો રસ: 41 હજાર કરોડનું રોકાણ કરશે  

IPL: સાઉદી અરેબિયાએ વિશ્વની સૌથી ધનાઢ્ય ક્રિકેટ લીગ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં અબજો ડોલરનો હિસ્સો ખરીદવામાં રસ દાખવ્યો છે. સાઉદી અરેબિયા તેમાં 30 અબજ ડોલરનું ઈન્વેસ્ટમેન્ટ કરવાનું વિચારે છે. સાઉદી અરેબિયાએ અગાઉ ફૂટબોલ અને ગોલ્ફની ટુર્નામેન્ટમાં રોકાણ કરીને જંગી કમાણી કરી છે.  બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના સલાહકારોએ આઈપીએલ (IPL)ને […]

Share:

IPL: સાઉદી અરેબિયાએ વિશ્વની સૌથી ધનાઢ્ય ક્રિકેટ લીગ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં અબજો ડોલરનો હિસ્સો ખરીદવામાં રસ દાખવ્યો છે. સાઉદી અરેબિયા તેમાં 30 અબજ ડોલરનું ઈન્વેસ્ટમેન્ટ કરવાનું વિચારે છે. સાઉદી અરેબિયાએ અગાઉ ફૂટબોલ અને ગોલ્ફની ટુર્નામેન્ટમાં રોકાણ કરીને જંગી કમાણી કરી છે. 

બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના સલાહકારોએ આઈપીએલ (IPL)ને 30 અબજ ડોલરની કિંમતની હોલ્ડિંગ કંપનીમાં ટ્રાન્સફર કરવા અંગે ભારત સરકારના અધિકારીઓ સાથે વાત કરી છે.

IPLએ વિશ્વની સૌથી મોટી સ્પોર્ટ્સ લીગ છે

સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન આઈપીએલ (IPL)માં 5 બિલિયન ડોલર (લગભગ 41 હજાર કરોડ રૂપિયા)નું રોકાણ કરવા માંગે છે અને આ લીગને ડોમેસ્ટિકની જગ્યાએ ગ્લોબલ ક્રિકેટ લીગ બનાવવા માગે છે. આઈપીએલએ વિશ્વની સૌથી મોટી સ્પોર્ટ્સ લીગ છે. BCCI દરેક આઈપીએલ મેચમાંથી લગભગ 118 કરોડ રૂપિયાની કમાણી કરે છે.

વધુ વાંચો…India-Canadaના રાજદ્વારી વિવાદ પર વિદેશમંત્રી એસ જયશંકરે આપ્યું મહત્વનું નિવેદન

સાઉદી અરેબિયાએ ફૂટબોલ અને ગોલ્ફમાં મોટું રોકાણ કર્યું છે. રોનાલ્ડો અને નેમાર જેવા દિગ્ગજ ખેલાડીઓ કરોડોની ફી લઈને સ્થાનિક ક્લબ માટે રમે છે. અહેવાલ અનુસાર, ક્રાઉન પ્રિન્સ ઈન્ડિયન પ્રીમિયર લીગને ફૂટબોલ લીગની જેમ અન્ય દેશોમાં વિસ્તારવા માંગે છે. 

હવે BCCI લેેશે નિર્ણય

સૂત્રોએ જણાવ્યું હતું કે તેમણે મોટું રોકાણ કરવાની દરખાસ્ત કરી છે અને ફૂટબોલ લીગની તર્જ પર તેને અન્ય દેશોમાં વિસ્તરણ કરવાની પણ યોજના છે. સાઉદી અરેબિયા આ સમજૂતીને ટૂંક સમયમાં પૂર્ણ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે પરંતુ આશા છે કે ભારત સરકાર અને BCCI સંપૂર્ણ ચર્ચા કર્યા પછી જ આ અંગે કોઈ નિર્ણય લેશે. 

સૂત્રોના જણાવ્યા અનુસાર, રમતગમતમાં અન્ય રોકાણોની જેમ આઈપીએલમાં પણ સાઉદી અરેબિયાના સોવરિન વેલ્થ ફંડ દ્વારા રોકાણ કરવામાં આવશે. જોકે, સૂત્રોએ સ્પષ્ટતા કરી હતી કે હાલમાં આ મામલે કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. 

વધુ વાંચો… PM Modiએ ‘ખલાસી’ ગીત માટે ગુજરાતી ગાયક આદિત્ય ગઢવીની પ્રશંશા કરી 

ન્યૂઝ એજન્સી રોયટર્સે અહેવાલ આપ્યો છે કે જ્યારે આઈપીએલના સંચાલક ભારતીય ક્રિકેટ બોર્ડને આ અંગે તેમનો પક્ષ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે તત્કાળ કોઈ જવાબ મળ્યો ન હતો. સાઉદી સરકારના સેન્ટર ફોર ઈન્ટરનેશનલ કમ્યુનિકેશનના પ્રતિનિધિઓને જ્યારે આ વિષય પર પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કોઈ પણ ટિપ્પણી કરવાનો ઈનકાર કર્યો હતો.

આઈપીએલ (IPL)એ વિશ્વની સૌથી ધનિક લીગમાંથી એક છે. વર્ષ 2008માં તેની પ્રથમ સિઝનથી જ તે ટોચના ખેલાડીઓ અને કોચને ભારત તરફ આકર્ષી રહી છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે જ્યારે સાઉદી સરકાર આ કરાર પર ભાર આપવા માટે ઉત્સુક છે. આ સાથે જ ભારત સરકાર અને BCCI આગામી વર્ષે લોકસભા ચૂંટણી બાદ આ પ્રસ્તાવ પર નિર્ણય લઈ શકે છે.