Shubman Gill બાબર આઝમને પાછળ ધકેલી નંબર-1 ODI બેટ્સમેન બન્યો

Shubman Gill: ICC વર્લ્ડ કપ 2023માં ભારતીય ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલે તેના શાનદાર ફોર્મને કારણે ODI રેકિંગમાં વિશ્વના નંબર વન ખેલાડી તરીકે બાબર આઝમના શાસનનો અંત લાવ્યો છે. શુભમન ગિલ (Shubman Gill) પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમને પછાડીને ICC ODI બેટ્સમેન રેન્કિંગમાં નંબર વન પર પહોંચી ગયો છે. વધુ વાંચો: Virat Kohliએ જન્મદિવસે જ 49મી સદી […]

Share:

Shubman Gill: ICC વર્લ્ડ કપ 2023માં ભારતીય ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલે તેના શાનદાર ફોર્મને કારણે ODI રેકિંગમાં વિશ્વના નંબર વન ખેલાડી તરીકે બાબર આઝમના શાસનનો અંત લાવ્યો છે. શુભમન ગિલ (Shubman Gill) પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમને પછાડીને ICC ODI બેટ્સમેન રેન્કિંગમાં નંબર વન પર પહોંચી ગયો છે.

વધુ વાંચો: Virat Kohliએ જન્મદિવસે જ 49મી સદી ફટકારી વન-ડે ક્રિકેટમાં સચિનના રેકોર્ડની કરી બરાબરી

Shubman Gill 830 રેટિંગ પોઈન્ટ સાથે ICC રેન્કિંગમાં પ્રથમ સ્થાને પહોંચ્યો 

ICCએ તાજેતરની રેન્કિંગ જાહેર કરી છે અને શુભમન ગિલ 830 રેટિંગ પોઈન્ટ સાથે ICC પુરુષોની બેટિંગ રેન્કિંગમાં પ્રથમ સ્થાને પહોંચી ગયો છે. ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતના ઝુંબેશની મજબૂત શરૂઆતની પાછળ શુભમન ગિલ (Shubman Gill) બાબર આઝમને પછાડીને ટોચના સ્થાને પહોંચ્યો છે. શુભમન ગિલ એ સચિન તેંડુલકર, એમએસ ધોની અને વિરાટ કોહલી પછી ICC રેન્કિંગમાં ટોચ પર પહોંચનારો ચોથો ભારતીય ખેલાડી બન્યો છે.

રાઈટ હેન્ડ બેટ્સમેને ગયા અઠવાડિયે શ્રીલંકા સામે 92 રન અને દક્ષિણ આફ્રિકા સામે 23 રનની ઈનિંગ્સ રમી હતી. શુભમન ગિલ (Shubman Gill) ટૂર્નામેન્ટમાં છ ઈનિંગ્સમાં કુલ 219 રન બનાવવામાં સફળ રહ્યો છે. રેન્કિંગમાં બાબર આઝમના ખરાબ ફોર્મનો ફાયદો શુભમન ગિલને થયો છે. 

શુભમન ગિલે વર્લ્ડ કપમાં આઠ ઈનિંગ્સમાં કુલ 282 રન બનાવ્યા છે અને બાબર આઝમ શુભમન ગિલથી છ રેટિંગ પોઈન્ટ નીચે બીજા સ્થાને આવી ગયો છે. શુભમન ગિલના 830 રેટિંગ પોઈન્ટ છે, જ્યારે બાબર આઝમના 824 રેટિંગ પોઈન્ટ છે. બાબર આઝમે આ રેન્કિંગ બે વર્ષથી વધુ સમય સુધી જાળવી રાખ્યું હતું. 

વધુ વાંચો: 146 વર્ષના ક્રિકેટ ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું, એન્જેલો મેથ્યુઝ ‘ટાઈમઆઉટ’ થયો

આ યાદીમાં ત્રીજા સ્થાને દક્ષિણ આફ્રિકાનો વિકેટકીપર બેટ્સમેન ક્વિન્ટન ડી કૉક છે, જેના 771 પોઈન્ટ છે. વિરાટ કોહલીએ પણ આ વર્લ્ડ કપમાં 500થી વધુ રન બનાવીને ICC વનડે રેન્કિંગમાં મોટી છલાંગ લગાવી છે. વિરાટ કોહલી 770 રેટિંગ પોઈન્ટ સાથે ચોથા સ્થાને યથાવત છે. જ્યારે રોહિત શર્મા 739 રેટિંગ પોઈન્ટ સાથે છઠ્ઠા સ્થાને છે.

ICC ODI બોલર્સ રેન્કિંગમાં ભારતીય ખેલાડીઓનો દબદબો જોવા મળ્યો છે. વર્લ્ડ કપમાં પોતાના પ્રદર્શનના આધારે ભારતના ચાર ખેલાડીઓ ટોપ-10માં સામેલ થયા છે. મોહમ્મદ સિરાજે બે સ્થાનનો ફાયદો ઉઠાવીને નંબર 1 ODI બોલર તરીકેનો તાજ પાછો મેળવ્યો છે. સિરાજના 709 રેટિંગ પોઈન્ટ છે. કુલદીપ યાદવ ચોથા સ્થાને, જસપ્રીત બુમરાહ આઠમા સ્થાને અને મોહમ્મદ શમી 10મા સ્થાને છે. મોહમ્મદ શમી 635 પોઈન્ટ સાથે ટોપ-10 વનડે બોલરોમાં પહોંચી ગયો છે. મોહમ્મદ શમીએ ICC વર્લ્ડ કપમાં ચાર મેચ રમી 16 વિકેટ ઝડપી છે. જેમાં બે વખત પાંચ વિકેટ પણ સામેલ છે. 

Tags :