“શુભમન ગિલ સુપરસ્ટાર અને આગામી વિરાટ કોહલી બનવા ઈચ્છે છે”- જાણો કોણે કહી આ વાત

ટીમ ઈન્ડિયાના યુવા બેટ્સમેન શુભમન ગિલ સતત શાનદાર પ્રદર્શન આપી રહ્યા છે. શુભમન ગિલ વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનો હિસ્સો પણ છે. ત્યારે પૂર્વ સ્ટાર સુરેશ રૈનાના મતે શુભમન ગિલ આગામી વિરાટ કોહલી બનવા ઈચ્છે છે અને તેનામાં એ તમામ ખૂબીઓ પણ છે. IPL અને એશિયા કપ જેવા મોટા પ્લેટફોર્મ દ્વારા શુભમન ગિલે પોતાની પ્રતિભા સાબિત […]

Share:

ટીમ ઈન્ડિયાના યુવા બેટ્સમેન શુભમન ગિલ સતત શાનદાર પ્રદર્શન આપી રહ્યા છે. શુભમન ગિલ વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનો હિસ્સો પણ છે. ત્યારે પૂર્વ સ્ટાર સુરેશ રૈનાના મતે શુભમન ગિલ આગામી વિરાટ કોહલી બનવા ઈચ્છે છે અને તેનામાં એ તમામ ખૂબીઓ પણ છે.

IPL અને એશિયા કપ જેવા મોટા પ્લેટફોર્મ દ્વારા શુભમન ગિલે પોતાની પ્રતિભા સાબિત કરી છે. IPLમાં શુભમન ગિલ ઈતિહાસ રચીને એક સિઝનમાં બીજા સૌથી વધુ રન બનાવનારો બેટ્સમેન બન્યો છે. એશિયા કપમાં શુભમન ગિલે 6 મેચમાં 75ની સરેરાશથી 302 રન બનાવ્યા હતા. તેમાં બાંગ્લાદેશ સામે ખૂબ જ આકરી સ્થિતિમાં ફટકારેલી સેન્ચ્યુરી પણ સામેલ છે. 

“શુભમન ગિલ સુપરસ્ટાર છે”

સુરેશ રૈનાએ શુભમન ગિલ અંગે વાત કરતા કહ્યું હતું કે, “ગિલ વર્લ્ડ કપમાં ભારત માટે સૌથી મહત્વનો ખેલાડી સાબિત થશે. હું જાણું છું કે, ગિલ સુપરસ્ટાર છે અને તે ભારત માટે આગામી વિરાટ કોહલી સાબિત થશે. આ વર્લ્ડ કપ બાદ ભારતીય ક્રિકેટમાં ગિલનું કદ ખૂબ વધી જશે. ત્યાર બાદ આપણે સૌ ગિલ અંગે વાત કરતા રહીશું.”

શુભમન ગિલના માથે મોટી જવાબદારી

સુરેશ રૈનાએ શુભમન ગિલની કાબેલિયત અંગે વાત કરતા કહ્યું હતું કે, “શુભમન સ્પિન અને ફાસ્ટ બોલિંગ બંનેમાં શાનદાર રમે છે. જે રીતે રોહિત શર્માએ 2019ના વર્લ્ડ કપમાં 5 સેન્ચ્યુરી લગાવી એ જ ગિલ પણ કરી શકે છે. સ્પિનર્સને સમજાતુ નથી કે ગિલ સામે ક્યાં બોલિંગ કરવી. ગિલ અટકવાનો નથી. ગિલ ભારત માટે એ જરૂર કરશે જે 2019ના વર્લ્ડ કપમાં રોહિત શર્માએ કરેલું.”

નોંધનીય છે કે, વનડે ક્રિકેટમાં શુભમન ગિલ હાલ ભારતના ટોપ રેન્ક બેટ્સમેન છે. વર્લ્ડ કપમાં શુભમન ગિલના માથે રોહિત શર્મા સાથે મળીને ભારતને સારી શરૂઆત કરાવવાની જવાબદારી રહેશે. 

સુરેશ રૈનાએ જસપ્રીત બુમરાહ દ્વારા બોલિંગમાં કરવામાં આવેલા ફેરફાર અને ડેથ ઓવર્સમાં કેવું પ્રદર્શન કરશે તેના અંગે પણ વાતચીત કરી હતી. 

સુરેશ રૈનાએ કહ્યું હતું કે, “તેણે અત્યાર સુધી લગભગ 5 કે 6 ઓવર જ બોલિંગ કરી છે. રોહિત શર્મા તેમના સાથે છે અને મોનિટરિંગ કરી રહ્યા છે કે, તે નવા બોલથી કેટલા પ્રભાવી થઈ શકે છે. જો આપણે ઓસ્ટ્રેલિયાના શીર્ષ ક્રમને આઉટ કરવા ઈચ્છીએ છીએ તો એ માટે આપણી પાસે સિરાજ અને જસપ્રીત બુમરાહ છે. તેઓ જે લાઈન અને સ્પીડથી બોલિંગ કરી રહ્યા છે તે વિકેટ માટે સારી છે. એટલે સુધી કે તેમના રન-અપમાં પણ તમે જોઈ શકો છો કે તેમણેતેને થોડું વધાર્યું છે પણ તેમની ફિનિશિંગ લાઈનમાં સ્વિંગ પ્રશંસનીય છે.”