World Cup 2023: સૌરવ ગાંગુલીએ કરી આ મોટી ભવિષ્યવાણી, કહ્યું- સેમિફાઈનલમાં ભારત સામે આ ટીમ ટકરાશે

World Cup 2023: રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ક્રિકેટ ટીમ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં શ્રીલંકાને હરાવીને વર્લ્ડ કપ (World Cup 2023)ની સેમિફાઈનલ માટે ક્વોલિફાય થનારી પ્રથમ ટીમ બની હતી. પાકિસ્તાન સતત 4 મેચ હાર્યા બાદ પોઈન્ટ ટેબલમાં પાંચમાં સ્થાને છે અને હજુ પણ સેમિફાઈનલની રેસમાં છે. ત્યારે સૌરવ ગાંગુલીએ ભવિષ્યવાણી કરી છે કે ભારત અને પાકિસ્તાનની […]

Share:

World Cup 2023: રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ક્રિકેટ ટીમ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં શ્રીલંકાને હરાવીને વર્લ્ડ કપ (World Cup 2023)ની સેમિફાઈનલ માટે ક્વોલિફાય થનારી પ્રથમ ટીમ બની હતી. પાકિસ્તાન સતત 4 મેચ હાર્યા બાદ પોઈન્ટ ટેબલમાં પાંચમાં સ્થાને છે અને હજુ પણ સેમિફાઈનલની રેસમાં છે. ત્યારે સૌરવ ગાંગુલીએ ભવિષ્યવાણી કરી છે કે ભારત અને પાકિસ્તાનની ટીમ જ વર્લ્ડ કપના સેમિફાઈનલમાં ટકરાશે.

સૌરવ ગાંગુલીએ કહ્યું કે મને આશા છે કે પાકિસ્તાનની ટીમ વર્લ્ડ કપ (World Cup 2023)ના સેમિફાઈનલમાં સ્થાન બનાવી લેશે કેમ કે ભારત અને પાકિસ્તાનની મેચ વર્લ્ડ કપમાં સૌથી મોટી મેચ હશે. સૌરવ ગાંગુલીએ આ સિવાય વિરાટ કોહલીના વખાણ કરતા કહ્યું કે વિરાટ કોહલી મહાન ખેલાડીઓ પૈકીના એક છે. ઈડન ગાર્ડનમાં તેમના બેટથી 49મી સદી જોઈને ખૂબ સારુ લાગ્યું. ખાસ કરીને જ્યારે તેઓ છેલ્લી ઘણી મેચોમાં આ રેકોર્ડની બરાબરી કરવાથી ચૂકી ગયા હતા.

વધુ વાંચો: Shubman Gill બાબર આઝમને પાછળ ધકેલી નંબર-1 ODI બેટ્સમેન બન્યો

પાકિસ્તાનની ટીમ World Cup 2023ની સેમીફાઈનલની રેસમાં છે

પાકિસ્તાને ન્યૂઝીલેન્ડને હરાવીને સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. હવે પાકિસ્તાનની ટીમ વર્લ્ડ કપ (World Cup 2023)ની તેની આગળની મેચ 11 નવેમ્બરના રોજ ઈંગ્લેન્ડ સામે રમવાની છે. બાંગ્લાદેશે શ્રીલંકાને હરાવી શ્રીલંકાની ટીમ માટે સેમીફાઈનલની રેસ સમાપ્ત કરી દીધી છે. 

ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની ટીમ રેસમાં છે. ઓસ્ટ્રેલિયાએ અફઘાનિસ્તાનને હરાવી દીધી તો તેની પણ સેમીફાઈનલની રેસ પૂર્ણ થઈ જશે. પરંતુ બીજી તરફ ન્યૂઝીલેન્ડ તેની છેલ્લી મેચ શ્રીલંકા સામે જીતી જાય તો ફરીથી પાકિસ્તાનન સેમીફાઈનલમાં એન્ટ્રી મારી શકશે.

નેટ રન રેટમાં ન્યૂઝીલેન્ડની ટીમ પાકિસ્તાનથી ખૂબ આગળ ચાલી રહી છે. દરમિયાન માત્ર જીત નોંધાવીને તેમની સેમિફાઈનલની ટિકિટ પાક્કી થવાની નથી. અત્યારે પાકિસ્તાનના નેટ રન રેટ 0.036 છે જ્યારે ન્યૂઝીલેન્ડ 0.398 નેટ રન રેટના કારણે તેનાથી ખૂબ આગળ છે. 

વધુ વાંચો: ગ્લેન મેક્સવેલે બેવડી સદી ફટકારીને ઓસ્ટ્રેલિયાને શાનદાર જીત અપાવી

હવે પાકિસ્તાનના સેમિફાઈનલમાં જવાની આશા લગભગ ખતમ જ છે. જો ન્યૂઝીલેન્ડે શ્રીલંકા સામે 1 રનથી પણ જીત નોંધાવી તો પાકિસ્તાને 130 રનથી જીત મેળવવી પડશે. જો કિવી શ્રીલંકા સામેની મેચ હારી જશે તો પાકિસ્તાનને ઈંગ્લેન્ડ સામે જીતવું પડશે. જો બંને ટીમો જીતશે તો સેમિફાઈનલનો નિર્ણય નેટ રન રેટના આધારે થશે. 

પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડની ટીમ જો પોતાની મેચમાં હારી જાય છે અને અફઘાનિસ્તાન પોતાની આગામી મેચ સાઉથ આફ્રિકા સામે જીતી જાય છે તો તે અફઘાનિસ્તાનની ટીમ વર્લ્ડ કપ (World Cup 2023)ની સેમિફાઈનલ માટે ક્વોલિફાય કરી લેશે. જોકે કઈ ટીમ સેમિફાઈનલમાં પહોંચશે તેનો નિર્ણય 11 નવેમ્બરે પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ મેચમાં જ થઈ જશે. ભારત 16 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને છે.