World Cup 2023: દક્ષિણ આફ્રિકાએ અફઘાનિસ્તાનને 5 વિકેટે હરાવ્યું

World Cup 2023: દક્ષિણ આફ્રિકાએ વર્લ્ડ કપ (World Cup 2023)માં તેની છેલ્લી લીગ મેચમાં અફઘાનિસ્તાનને 5 વિકેટે હરાવ્યું હતું. 245 રનના લક્ષ્યાંકને દક્ષિણ આફ્રિકાએ 47.3 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. રાસી વાન ડેર ડુસેને 76 રનની અણનમ ઈનિંગ રમી હતી. ઓપનર ક્વિન્ટન ડી કોકે 41 રન અને ડેવિડ મિલરે 24 રનનું યોગદાન […]

Share:

World Cup 2023: દક્ષિણ આફ્રિકાએ વર્લ્ડ કપ (World Cup 2023)માં તેની છેલ્લી લીગ મેચમાં અફઘાનિસ્તાનને 5 વિકેટે હરાવ્યું હતું. 245 રનના લક્ષ્યાંકને દક્ષિણ આફ્રિકાએ 47.3 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. રાસી વાન ડેર ડુસેને 76 રનની અણનમ ઈનિંગ રમી હતી. ઓપનર ક્વિન્ટન ડી કોકે 41 રન અને ડેવિડ મિલરે 24 રનનું યોગદાન આપ્યું હતું. મોહમ્મદ નબી અને રાશિદ ખાનને 2-2 વિકેટ મળી હતી.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહેલી વર્લ્ડ કપ (World Cup 2023)ની  મેચમાં અફઘાનિસ્તાનની ટીમ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરીને 50 ઓવરમાં 244 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ માટે પાંચમા નંબરે આવેલા અઝમતુલ્લાહ ઓમરઝાઈએ 97 રનની શાનદાર ઈનિંગ રમી છતાં તે ટીમને જીતવામાં મદદ ન કરી શકી. આ દરમિયાન દક્ષિણ આફ્રિકા તરફથી ગેરાલ્ડ કોએત્ઝીએ 4 વિકેટ ઝડપી હતી.

બીજી તરફ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાને ક્વિન્ટન ડી કોક અને કેપ્ટન ટેમ્બા બાવુમાએ સારી શરૂઆત અપાવી હતી, જેમણે પ્રથમ વિકેટ માટે 64 રન (66 બોલ)ની ભાગીદારી કરી હતી. આ વધતી ભાગીદારીને મુજીબ ઉર રહેમાને 11મી ઓવરમાં કેપ્ટન બાવુમાને 23 રન પર આઉટ કરીને તોડી નાખી હતી. આ પછી 14મી ઓવરના પહેલા બોલ પર ડી કોક પણ આઉટ થયો હતો. 

વધુ વાંચો: સૌરવ ગાંગુલીએ કરી આ મોટી ભવિષ્યવાણી, કહ્યું- સેમિફાઈનલમાં ભારત સામે આ ટીમ ટકરાશે

World Cup 2023માં રાસી વાન ડેરે શાનદાર ઈનિંગ રમીને દક્ષિણ આફ્રિકાને જીત અપાવી 

ત્રીજી વિકેટ માટે રાસી વાન ડેર ડુસેને અને માર્કરમે 50 રનની ભાગીદારી કરી જે 24મી ઓવરમાં તૂટી ગઈ. માર્કરમ 25 રનના સ્કોર પર રાશિદ ખાનના હાથે આઉટ થયો હતો. 28મી ઓવરમાં બેટિંગ કરવા આવેલો હેનરિક ક્લાસેન રાશિદ ખાનનો શિકાર બન્યો હતો. 

આ રીતે દક્ષિણ આફ્રિકાએ 139 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી અને એક સમયે એવું લાગી રહ્યું હતું કે આ વર્લ્ડ કપ (World Cup 2023)ની મેચ અફઘાનિસ્તાનના પક્ષમાં ચાલી રહી છે, પરંતુ રાસી વાન ડેર ડુસેને ક્રિઝ પર ઉભા રહીને ટીમને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

વધુ વાંચો: ટાઈમઆઉટ વિવાદ બાદ શાકીબને મેથ્યુઝના ભાઈએ ધમકી આપતાં કહ્યું- શ્રીલંકામાં આવશે તો પથ્થર ફેંકાશે

રાસી વાન ડેર ડુસેને ડેવિડ મિલર સાથે પાંચમી વિકેટ માટે 43 રનની ભાગીદારી કરી હતી. જો કે, આ ભાગીદારી લાંબો સમય ટકી શકી ન હતી અને નબીએ 38મી ઓવરમાં ડેવિડ મિલરની વિકેટ લીધી હતી. મિલર 24 રન બનાવીને આઉટ થયો હતો. ત્યારબાદ છઠ્ઠી વિકેટ માટે રાસી વાન ડેર ડ્યુસેને અને એન્ડીલે ફેહલુકવાયોએ અણનમ 65* (62 બોલ)ની ભાગીદારી કરી અને ટીમને વર્લ્ડ કપ (World Cup 2023)માં જીત અપાવી.