ICC T20 રેન્કિંગઃ સૂર્યકુમાર ટોપ ઉપર યથાવત, પણ IPLમાં ખરાબ શરૂઆત

તાજેતરમાં ICCએ T20 રેન્કિંગ જાહેર કર્યુ છે. જેમાં ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવે પ્રથમ સ્થાને યથાવત રાખ્યું છે. મહત્વનું છે કે, સૂર્યકુમાર યાદવ ગયા વર્ષે નવેમ્બરમાં T20 રેન્કિંગનો નંબર વન બેટ્સમેન બન્યો હતો. જોકે, છેલ્લા બે મહિનાથી સૂર્યકુમાર યાદવે એકપણ આંતરરાષ્ટ્રીય ટી20 મેચ રમી નથી, પરંતુ તેમ છતાં અન્ય કોઈ બેટ્સમેન તેના નંબર […]

Share:

તાજેતરમાં ICCએ T20 રેન્કિંગ જાહેર કર્યુ છે. જેમાં ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવે પ્રથમ સ્થાને યથાવત રાખ્યું છે. મહત્વનું છે કે, સૂર્યકુમાર યાદવ ગયા વર્ષે નવેમ્બરમાં T20 રેન્કિંગનો નંબર વન બેટ્સમેન બન્યો હતો. જોકે, છેલ્લા બે મહિનાથી સૂર્યકુમાર યાદવે એકપણ આંતરરાષ્ટ્રીય ટી20 મેચ રમી નથી, પરંતુ તેમ છતાં અન્ય કોઈ બેટ્સમેન તેના નંબર વન રેન્કને સ્પર્શ શક્યો નથી. નોંધનીય છે કે, સૂર્યકુમાર યાદવના હજુ પણ 906 પોઈન્ટ સાથે પહેલા સ્થાન પર છે.

જોકે, સુર્યાની બેટિંગમાં માત્ર બે મહિના મોટો ઉલફેર આવ્યો છે. ટીમ ઇન્ડિયાના સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવે ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ સામે મેદાન પર રનોનો વરસાદ કર્યો હતાં. હવે એક મહિનાના સમયમાં સૂર્યાના એકદામ ખરાબ પ્રદર્શનથી કરી રહ્યો છે. હાલ તો  હાલત એવી બની છે કે એક-એક રન પણ બનાવવો મુશ્કેલ બની ગયો છે. જોકે, તેમ છતાં સૂર્યા ICCના T20 રેન્કિંગમાં પ્રથમ સ્થાને યથાવત રાખ્યું છે.

સૂર્યાની IPL2023ની ખરાબ શરૂઆત

સૂર્યકુમાર યાદવ ICC T20 વર્લ્ડ રેન્કિંગમાં ટોપ બેટ્સમેન રહ્યો છે, પરંતુ મુંબઈ ઈન્ડિયન્સ માટે રમતા સ્કાયને IPL2023ની શરૂઆત એટલી સારી થઇ નથી. સૂર્યાનું છેલ્લી 6 ઇનિંગ્સમાં ખરાબ પ્રદર્શન રહ્યું છે. મુંબઈ ઈન્ડિયન્સ માટે રમતા સૂર્યાએ IPLની ત્રણ ઈનિંગમાં અત્યાર સુધી માત્ર 16 રન બનાવ્યા છે. આ પહેલા માર્ચમાં ઓસ્ટ્રેલિયા સામેની વનડે શ્રેણીની ત્રણેય મેચમાં પ્રથમ બોલ પર ખાતુ ખોલાવ્યા વગર જ આઉટ થઈ ગયો હતો. જેથી છેલ્લા 26 દિવસમાં 6 ઇનિંગ્સમાં 4 વખત શૂન્ય પર આઉટ થયો છે.

પાકિસ્તાનના રિઝવાન-બાબર બીજા-ત્રીજા સ્થાને

ICCના નવા T20 રેન્કિંગમાં ટોપ-10માં સૂર્યા સિવાય ભારતનો અન્ય કોઈ બેટ્સમેન નથી. આ લિસ્ટમાં પાકિસ્તાનના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાને પોતાનું બીજું સ્થાન જાળવી રાખ્યું છે. જોકે, રિઝવાન સૂર્યાથી હજુ દૂર છે. રિઝવાનના 811 રેટિંગ પોઈન્ટ છે. આ સિવાય નવા રેન્કિંગમાં પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમ સાથે 755 સાથે ત્રીજા સ્થાને પહોંચ્યો છે.

બાબર-રિઝવાન પાસે રેકિંગ સુધારવાનો એક મોકો

MRF ટાયર્સ ICC મેન્સ T20I બેટર રેન્કિંગમાં ટોપના સ્થાનની રેસ રોમાંચ ભરી બની રહી છે, જેમાં ટોચના ત્રણ ખેલાડીઓ એકબીજા સામે લડી રહ્યા છે. જેમાં પાકિસ્તાનના મોહમ્મદ રિઝવાન અને બાબર આઝમ પાસે ભારતના સ્ટાર સૂર્યકુમાર યાદવને નંબર 1 રેન્ક મેળવવાની તક છે. બાબર આઝમે તાજેતરની રેન્કિંગમાં ત્રીજા સ્થાને પહોંચી ગયો છે, હવે જ્યારે પાકિસ્તાન શનિવારથી શરૂ થતી T20I શ્રેણીમાં ન્યૂઝીલેન્ડ સામે રમશે ત્યારે સૂર્યા વચ્ચેનું અંતર ઘટાડવાની તકો મળશે.