Suryakumar Yadav: વર્લ્ડ કપમાં હાર બાદ ચાહકો, વડાપ્રધાનના સધિયારાનો માન્યો આભાર

વડાપ્રધાન મોદી 5-7 મિનિટ માટે ડ્રેસિંગ રૂમમાં આવીને અમને ખેલાડીઓને મળ્યા તે જ ખૂબ મોટી વાત

Courtesy: Twitter

Share:

Suryakumar Yadav: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 6 વિકેટથી હરાવ્યું હતું. સતત 10 મેચ જીતીને વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચેલી ટીમ ઈન્ડિયાની આ હાર દેશવાસીઓ માટે ખૂબ જ હતાશાભરી બની રહી હતી. સાથે જ ખેલાડીઓ પણ આ હારથી ખૂબ નિરાશ થઈ ગયા હતા.

વડાપ્રધાન મોદી વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની હાર બાદ ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા ખેલાડીઓના ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યા હતા. ત્યારે ભારતીય ક્રિકેટર સૂર્યકુમાર યાદવે (Suryakumar Yadav) તે ક્ષણનો અનુભવ શેર કર્યો છે. 

સૂર્ય કુમારે જણાવ્યું કે, "જેમ તમે સૌ જાણો છો, વર્લ્ડ કપ સમાપ્ત થયાને 6 દિવસ થઈ ગયા છે. રમત પૂર્ણ થયા પછી તરત જ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમને બધાને ડ્રેસિંગ રૂમમાં મળ્યા. અમને મળ્યા અને મોટિવેશન આપ્યું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આ ગેમ છે, જીવનમાં ઉતાર-ચઢાવ આવતા રહે છે."


Suryakumar Yadavએ માન્યો આભાર

સૂર્ય કુમારે જણાવ્યું કે, વડાપ્રધાન મોદી 5-7 મિનિટ માટે ડ્રેસિંગ રૂમમાં આવીને અમને ખેલાડીઓને મળ્યા તે જ ખૂબ મોટી વાત છે. અમે તેમના શબ્દોને સારી રીતે સાંભળ્યા અને તેમની સાથે સમય વિતાવ્યો. સૂર્યકુમારે કહ્યું કે, બધા નિરાશ છે અને અમે પણ નિરાશ છીએ.

વધુમાં જણાવ્યું કે, અમારા ફેન્સ જે આખા દેશમાં છે તેમનો સપોર્ટ જોઈને ખૂબ સારું લાગ્યું. હું એટલું જ કહેવા માંગીશ કે આ સ્પોર્ટ છે, દરરોજ કંઈકને કંઈ નવું શીખવા મળે છે. આ સિવાય એટલું જ કહેવા માંગીશ કે તમારા બધાનો પ્રેમ આ જ રીતે વરસાવતા રહેજો. આવતા વર્ષે અન્ય એક આઈસીસી ટુર્નામેન્ટ આવી રહી છે તેના માટે આવી જ મહેનત કરીશું, આ જ રીતે ગેમ રમીશું અને આશા રાખીશું કે જીત મળે.


T-20 જીતીશું 

વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચને 6 દિવસ થઈ ગયા છે, પરંતુ તે ક્ષણો ખેલાડીઓ અને ચાહકોના હૃદય અને દિમાગમાં હજુ પણ તાજી છે. આમ છતાં ચાહકો તેમની ટીમને પૂરો સાથ આપી રહ્યા છે. કેપ્ટન સૂર્યકુમાર યાદવે (Suryakumar Yadav) વડાપ્રધાન મોદી અને પ્રશંસકોનો આભાર માન્યો છે. સાથે જ T20 સીરિઝ જીતવાની આશા વ્યક્ત કરી છે.


ચાહકો હજુ પણ ખેલાડીઓ પર મહેરબાન

વર્લ્ડ કપ 2023ના 5 દિવસ બાદ વિશાખાપટ્ટનમ ખાતે રમાયેલી ઓસ્ટ્રેલિયા સામેની T20 મેચમાં ચાહકોએ તેમની વફાદારી બતાવી આપી હતી. આ મેચની તમામ ટિકિટો એક દિવસ અગાઉ વેચાઈ ગઈ હતી અને લોકોએ જીઓ સિનેમા અને ટીવી પર પણ આખી મેચનો આનંદ માણ્યો હતો. ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયા સામેની 5 મેચની સીરિઝની પ્રથમ T20 મેચ જીતીને ચાહકોનું દિલ જીતી લીધું હતું.