Video:પગમાં પ્લાસ્ટરના પાટા સાથે સ્ટેન્ડના સહારે ચાલી રહ્યો છે સૂર્યકુમાર યાદવ, વાપસીને લઈને કરી મોટી વાત

વિડિયો શેર કરતા સૂર્યકુમાર યાદવે લખ્યું, ", હું ગંભીરતાથી કહેવા માંગુ છું કે ઇજાઓ ક્યારેય મજાની નથી હોતી

Share:

ભારતીય ટીમના ધૂંઆધાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ અત્યારે ઈજાના કારણે છેલ્લા થોડા સમયથી ટીમની બહાર થયા છે. તેમને આ ઈજા દક્ષિણ આફ્રીકા સામેની સિરીઝમાં થઈ હતી. સૂર્યાએ પોતાનો વિડીયો શેર કર્યો છે જેમાં તેઓએ પ્લાસ્ટરનો પાટો બાંધેલો દેખાય છે. આ સાથે જ તેઓ ક્રોચના સહારે ચાલતા દેખાઈ રહ્યા છે. આ વિડીયો શેર કરતા સૂર્યકુમારે લખ્યું કે, જલદી જ પૂર્ણ રીતે ફિટ થઈને આપની સમક્ષ પાછો આવીશ. 

 

વિડિયો શેર કરતા સૂર્યકુમાર યાદવે લખ્યું, ", હું ગંભીરતાથી કહેવા માંગુ છું કે ઇજાઓ ક્યારેય મજાની નથી હોતી. જો કે, હું તેને મારી રીતે હેન્ડલ કરીશ અને ટૂંક સમયમાં સંપૂર્ણ ફિટ થવાનું વચન આપું છું. ત્યાં સુધી. મને આશા છે. તમે બધા તહેવારોની મોસમનો આનંદ માણી રહ્યા છો અને દરેક દિવસની નાની નાની ખુશીઓ માણી રહ્યા છો.”

સૂર્યકુમારે શેર કરેલા વીડિયોના બેકગ્રાઉન્ડમાં વેલકમ ફિલ્મનો એક ડાયલોગ પણ ચાલી રહ્યો છે. આ ડાયલોગમાં કહેવાયું છે કે, "मेरी एक टांग नकली है, मैं हॉकी का बड़ा खिलाड़ी था, लेकिन उदय भाई को गुस्सा दिला दिया..."

સૂર્યકુમાર યાદવને દક્ષિણ આફ્રિકા સામે તાજેતરમાં સમાપ્ત થયેલી શ્રેણીમાં આ ઈજા થઈ હતી. પગની આ ઈજાને કારણે તે અફઘાનિસ્તાન સામેની ટી-20 શ્રેણીમાં રમી શકશે નહીં. અફઘાનિસ્તાન સામે ટી-20 શ્રેણી 11 જાન્યુઆરીથી શરૂ થશે. સૂર્યા હવે ફેબ્રુઆરીમાં ક્રિકેટમાં વાપસી કરી શકે છે. IPL પહેલા તેની ફિટનેસ ચકાસવા માટે તે ફેબ્રુઆરીમાં રણજી ટ્રોફીમાં મુંબઈ તરફથી રમી શકે છે.