T20I: અભિષેક નાયરે કરી રનનો વરસાદ કરનારા યશસ્વી જયસ્વાલની પ્રશંસા

બીજી મેચમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા આવેલી ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 4 વિકેટે 235 રન બનાવ્યા

Courtesy: Twitter

Share:

T20I: ટીમ ઈન્ડિયાના પૂર્વ હરફનમૌલા ખેલાડી અભિષેક નાયરના મતે યશસ્વી જયસ્વાલે ઓસ્ટ્રેલિયા સામેની વર્તમાન ટી20 (T20I) સીરિઝમાં સહજતાથી રમવાનું ચાલુ રાખવું જોઈએ કારણ કે, તેમના મતે ડાબોડી બેટ્સમેનને સ્વતંત્રતા સાથે રમવાની ભૂમિકા આપવામાં આવી છે. 


T20Iમાં 2-0થી લીડ 
ભારતીય ટીમે 5 મેચોની શ્રેણીની પ્રથમ મેચ જીતી લીધી હતી. ત્યારે હવે ભારતે બીજી મેચ જીતીને શ્રેણીમાં 2-0થી લીડ મેળવી છે. ભારતીય ટીમે  ટી20 (T20I) સીરિઝની બીજી મેચમાં ઓસ્ટ્રેલિયાને 44 રને હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયા સામે ટીમ ઈન્ડિયાની આ સતત ચોથી જીત છે. આ જીત સાથે ટીમે 5 મેચની સીરિઝમાં ટીમ ઈન્ડિયાએ 2-0ની લીડ મેળવી લીધી છે.

તિરુવનંતપુરમમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા આવેલી ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 4 વિકેટે 235 રન બનાવ્યા હતા. જવાબમાં કાંગારૂ ટીમ 20 ઓવરમાં 9 વિકેટે 191 રન જ બનાવી શકી હતી. પ્રસિદ્ધ ક્રિષ્ના અને રવિ બિશ્નોઈએ 3-3 વિકેટ લીધી હતી. આ પહેલાં ઓપનર યશસ્વી જયસ્વાલે 53, ઈશાન કિશને 52 અને ઋતુરાજ ગાયકવાડે 58 રન બનાવ્યા હતા.


પાવરપ્લેમાં ઓસ્ટ્રેલિયાએ 3 વિકેટ ગુમાવી દીધી

પાવરપ્લેમાં ઓસ્ટ્રેલિયાએ 3 વિકેટ ગુમાવી દીધી હતી. પાવરપ્લેની શરૂઆતની ઓવરોમાં ટીમની શરૂઆત સારી રહી હતી. પ્રથમ 2 ઓવરમાં 31 રન આવ્યા હતા. ઈનિંગની બીજી ઓવરમાં સ્મિથને પણ જીવતદાન મળ્યું હતું.

ત્રીજી ઓવરમાં, સ્પિનરો રમતમાં આવ્યા અને પ્રથમ રવિ બિશ્નોઈએ ટીમને સફળતા અપાવી અને પ્રથમ વિકેટ લીધી. આ પછી અક્ષરે ચોથી ઓવરમાં 2 રન આપીને દબાણ ઊભું કર્યું અને તેના કારણે જોસ ઇંગ્લિસે પણ પાંચમી ઓવરમાં મોટા શોટનો પ્રયાસ કરતાં પોતાની વિકેટ ગુમાવી દીધી. પાવરપ્લેની છેલ્લી ઓવરમાં પણ મેક્સવેલે અક્ષરને પોતાની વિકેટ આપી હતી. ટીમે 6 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 53 રન બનાવ્યા હતા.

યશસ્વીની અડધી સદી

યશસ્વી જયસ્વાલ હાલમાં ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી  ટી20 (T20I) સીરિઝમાં સારું પ્રદર્શન આપી રહ્યો છે. બીજી મેચમાં યશસ્વી જયસ્વાલે ધમાકેદાર અડધી સદી ફટકારી છે. જોકે પ્રથમ મેચમાં પણ તેનું પ્રદર્શન ધમાકેદાર રહ્યું હતું. યશસ્વીના પ્રદર્શનને લઈ અભિષેક નાયરે જણાવ્યું હતું કે, તેમના મતે યશસ્વીને સ્વતંત્રતાથી રમવાની ભૂમિકા મળી છે. તે ઘરેલુ ક્રિકેટમાં મુંબઈ અને આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સ માટે પણ આ રીતે જ રમે છે. જો તમે એક એવા ખેલાડી છો જે સહજરૂપે આક્રમક છો તો તમારે તેમ જ રહેવું જોઈએ.