world cup final: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 4 ભાગમાં થશે સેરેમની, ICC અને BCCIએ વિશેષ તૈયારીઓ કરી

19 નવેમ્બરે વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ રમાશે

Courtesy: Image: Twitter

Share:

 

world cup final: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી ICC ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ (world cup final)ને લઈને ચાહકોમાં ઉત્સાહ યરમસીમાએ છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવતીકાલે એટલે કે 19 નવેમ્બરે વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ રમાશે. 

 

આ મેચને યાદગાર બનાવવા માટે ICC અને BCCIએ વિશેષ તૈયારીઓ કરી છે. દુનિયાના સૌથી મોટા સ્ટેડિયમમાં વર્લ્ડ કપ ફાઈનલમાં ચાર ભાગમાં સેરેમની થશે. દરેક કાર્યક્રમોની રૂપરેખા જાહેર કરાઈ છે.

 

વર્લ્ડ કપ ફાઈનલ (world cup final)માં ચાર ભાગમાં સેરેમની થશે. સૌથી પહેલા સેલ્યુટ ફ્રોમ સ્કાય IAF સૂર્યકિરણ એરોબિક ટીમનો શો થશે. પહેલીવાર એકસાથે 9 હોક્સ અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભરશે અને વર્ટિકલ એરોબિક શો પ્રદર્શિત કરશે. બપોરે 12.30 વાગ્યે સૂર્યકિરણ એરોબેટિક ટીમનો 10 મિનીટ એર શો પણ યોજાશે. એર શોને વિંગ કમાન્ડર સિદેશ કાર્તિક લીડ કરશે.

world cup finalમાં ICC વર્લ્ડ કપ વિજેતા કેપ્ટનોનું સન્માન કરવામાં આવશે 

વર્લ્ડ કપ ફાઈનલ (world cup final)માં તમામ ICC વર્લ્ડકપ વિજેતા ટીમોના કેપ્ટનો હાજર રહેશે. તેમના માટે વિશેષ બ્લેઝર તૈયાર કરાયું છે. આ બધા કેપ્ટનોની એક પરેડ પણ યોજાશે. આ પરેડ બાદ BCCI તમામ કેપ્ટનોનું સન્માન કરશે. 

 

હાફ ટાઈમ પર્ફોરમન્સ કે જે 5.30 વાગ્યે 15 મિનિટ માટે થશે, તેમાં વર્લ્ડકપ જીતેલી તમામ ટીમનું સન્માન કરવામાં આવશે. આ બધા ફોર્મર કેપ્ટનને BCCI તરફથી CWC 2023નું સ્પેશિયલ બ્લેઝર ગિફ્ટ આપવામાં આવશે.

 

સાંજે 5.30 વાગ્યે મ્યુઝિક કમ્પોશર અને સિંગર પ્રિતમ 500 ડાન્સર સાથે પરફોર્મન્સ કરશે. 15 મિનિટ પરફોર્મન્સ યોજાશે. બીજી ઈનિગ્સના ડ્રિન્ક્સ બ્રેક દરમિયાન 90 સેકન્ડનો આકર્ષક લાઈટ અને લેઝર શો થશે. લાઈટ અને લેઝર શો દરમિયાન સ્ટેડિયમની છત રંગબેરંગી દેખાશે. મેચના અંતે ડ્રોન શો યોજાશે.

 

1200 ડ્રોનની મદદથી આકાશમાં પ્રથમવાર ચેમ્પિયનનો બોર્ડ બનાવાશે. આતિશબાજીની સાથે ડ્રોનની મદદથી ટ્રોફી અને ચેમ્પિયન ટીમનું નામ પણ દર્શાવાશે. ભવ્ય આતશબાજી જોવા મળશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આતશબાજી કરી ફ્લેશ આર્ટ કરાશે.

 

ભારતીય ટીમ 12 વર્ષ બાદ ટૂર્નામેન્ટની ફાઈનલ (world cup final)માં પહોંચી છે. છેલ્લી વખત 2011માં ટીમ ઈન્ડિયાએ હોમ ગ્રાઉન્ડ પર ટાઈટલ મેચમાં જગ્યા બનાવી હતી. મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાની હેઠળની ટીમ ચેમ્પિયન બની હતી. ભારત ચોથી વખત વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચ્યું છે. 

 

1983માં કપિલ દેવની કપ્તાનીમાં વેસ્ટ ઈન્ડિઝને હરાવીને પ્રથમ વખત ખિતાબ જીત્યો હતો. 2003માં ઓસ્ટ્રેલિયા સામે ફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આઠ વર્ષ પછી 2011માં જ્યારે ભારત ફાઈનલમાં પહોંચ્યું ત્યારે તેણે શ્રીલંકાને હરાવીને બીજી વખત ટાઈટલ પર કબજો કર્યો હતો. હવે 19 તારીખે ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે.