ભારતીય પુરૂષ હોકી ટીમે એશિયન ગેમ્સમાં સિંગાપોરને 16-1થી હરાવ્યું

ભારતીય પુરૂષ હોકી ટીમે મંગળવારે ચીનના હાંગઝોઉમાં ગોંગશુ કેનાલ સ્પોર્ટ્સ પાર્ક સ્ટેડિયમ ખાતે તેની બીજી એશિયન ગેમ્સ 2023 પૂલ A મેચમાં સિંગાપોરને 16-1થી હરાવ્યું. ભારતે પહેલા ક્વાર્ટરમાં 1 ગોલથી શરૂઆત કરી હતી. ત્યારબાદ સતત ગોલ કરવાનું ચાલુ રાખ્યું અને મેચમાં શાનદાર જીત મેળવી. ભારતીય પુરૂષ હોકી ટીમના કેપ્ટન હરમનપ્રીત સિંહે 4 ગોલ કર્યા હતા. મનદીપ […]

Share:

ભારતીય પુરૂષ હોકી ટીમે મંગળવારે ચીનના હાંગઝોઉમાં ગોંગશુ કેનાલ સ્પોર્ટ્સ પાર્ક સ્ટેડિયમ ખાતે તેની બીજી એશિયન ગેમ્સ 2023 પૂલ A મેચમાં સિંગાપોરને 16-1થી હરાવ્યું. ભારતે પહેલા ક્વાર્ટરમાં 1 ગોલથી શરૂઆત કરી હતી. ત્યારબાદ સતત ગોલ કરવાનું ચાલુ રાખ્યું અને મેચમાં શાનદાર જીત મેળવી. ભારતીય પુરૂષ હોકી ટીમના કેપ્ટન હરમનપ્રીત સિંહે 4 ગોલ કર્યા હતા. મનદીપ સિંહે ગોલની હેટ્રિક લગાવી હતી. આ પહેલા ભારતે ઉઝબેકિસ્તાનને 16-0થી હરાવ્યું હતું.

હરમનપ્રીત સિંહે 24મી, 39મી, 40મી અને 42મી મિનિટમાં ચાર ગોલ કર્યા અને મનદીપ સિંહે 12મી, 30મી અને 51મી મિનિટમાં ગોલ કર્યા હતા. આ ઉપરાંત, લલિત ઉપાધ્યાયે 16મી મિનિટ, ગુરજંત સિંહે 22મી મિનિટ, વિવેક સાગર પ્રસાદ 23મી મિનિટ, મનપ્રીત સિંહ 37મી મિનિટ, સમશેર સિંહ 38મી મિનિટ, અભિષેક 51મી, 52મી મિનિટ અને વરુણ કુમાર 55મી, 56મી મિનિટમાં ગોલ કર્યા હતા. સિંગાપોર માટે મુહમ્મદ ઝકી બિન ઝુલ્કરનૈન 53 મી મિનિટ એ એક ગોલ કર્યો હતો.

એશિયન ગેમ્સમાં પૂલ A ચેમ્પિયનશિપ ત્રણ વખત જીતનાર ભારતીય પુરૂષ હોકી ટીમે આ જીત સાથે ટેબલમાં ટોચ પરનું પોતાનું સ્થાન મજબૂત કર્યું છે. દરેક પૂલના ટોચના બે ફિનિશર્સ સેમિફાઈનલમાં આગળ વધે છે. ભારતીય પુરૂષ હોકી ટીમ, જે હાલમાં FIH રેન્કિંગમાં ત્રીજા ક્રમે છે. ભારતે ઉઝબેકિસ્તાનને 16-0થી હરાવ્યું હતું.

ઉઝબેકિસ્તાન સામેની મેચ ચૂકી ગયા બાદ પ્રભાવશાળી કેપ્ટન હરમનપ્રીત સિંહ પ્લેઈંગ ઈલેવનમાં પરત ફરતાની સાથે, ભારતે તાત્કાલિક આક્રમણ શરૂ કર્યું, જેનાથી વિશ્વમાં નંબર 49 સિંગાપોરને ડીપ ડિફેન્સ કરવાની ફરજ પડી. ભારતે વિરોધી હાફમાં આગળ વધવાનું ચાલુ રાખ્યું અને ફિલ્ડ ગોલ સાથે સ્કોરિંગની શરૂઆત કરી.

મનદીપ સિંહે ભારત માટે પહેલો ગોલ કર્યો અને પ્રથમ ક્વાર્ટરના અંતે ભારત 1-0થી આગળ હતું. બીજા ક્વાર્ટરની થોડી જ મિનિટોમાં ભારતની લીડ બમણી થઈ ગઈ હતી. સુખજીતે સિંગાપોરના હાફની અંદર ડ્રિબલ કર્યું અને તેને લલિત ઉપાધ્યાયને આપ્યો, ભારતને 2-0ની લીડ અપાવી.

લલીત કુમારે ભારત માટે બીજો ગોલ કર્યો હતો. ત્યારબાદ ગુરજંત સિંહે ત્રીજો અને વિવેક સાગર પ્રસાદે ચોથો ગોલ માર્યો હતો. પછી કેપ્ટન હરમનપ્રીત સિંહે સ્ટ્રાઈક લીધી અને ભારતના ખાતામાં પાંચમો ગોલ આપ્યો. મનદીપ સિંહે પોતાનો બીજો અને ટીમનો છઠ્ઠો ગોલ કર્યો હતો. આ રીતે ભારતે ફર્સ્ટ હાફમાં 6-0થી લીડ મેળવી હતી.

સેકન્ડ હાફ શરુ થયા બાદ તરત જ મનદીપ સિંહે ગોલ કર્યો. ત્યારબાદ શમશેર સિંહે આઠમો ગોલ કર્યો હતો. કેપ્ટન હરમનપ્રીત સિંહે પેનલ્ટી કોર્નર દ્વારા બે ગોલ કર્યા. આ રીતે ભારતે સેકન્ડ હાફની પણ દમદાર શરુઆત કરી હતી. ત્યારબાદ ભારત 10-0થી આગળ હતું. 

ભારતીય પુરૂષ હોકી ટીમ આગામી ગુરુવારે ડિફેન્ડિંગ એશિયન ગેમ્સ ચેમ્પિયન જાપાન સામે રમશે.