Olympics 2028: ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીએ ક્રિકેટને લીલી ઝંડી બતાવી

Olympics 2028: ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC) એ લોસ એન્જલસમાં 2028 ઓલિમ્પિકમાં ક્રિકેટ (cricket)ના સમાવેશને સત્તાવાર રીતે મંજૂરી આપી દીધી છે. સોમવારે મુંબઈમાં IOC સત્ર દરમિયાન આ વ્યાપક અપેક્ષિત નિર્ણય લેવામાં આવ્યો હતો. ક્રિકેટ T20 ફોર્મેટમાં રમાશે અને લોસ એન્જલસમાં પુરૂષ અને મહિલા બંને ટીમોનો સમાવેશ કરવામાં આવશે. શરૂઆતમાં ICC દરેક શ્રેણી લોસ એન્જલસ 2028 ઓલિમ્પિક […]

Share:

Olympics 2028: ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC) એ લોસ એન્જલસમાં 2028 ઓલિમ્પિકમાં ક્રિકેટ (cricket)ના સમાવેશને સત્તાવાર રીતે મંજૂરી આપી દીધી છે. સોમવારે મુંબઈમાં IOC સત્ર દરમિયાન આ વ્યાપક અપેક્ષિત નિર્ણય લેવામાં આવ્યો હતો. ક્રિકેટ T20 ફોર્મેટમાં રમાશે અને લોસ એન્જલસમાં પુરૂષ અને મહિલા બંને ટીમોનો સમાવેશ કરવામાં આવશે. શરૂઆતમાં ICC દરેક શ્રેણી લોસ એન્જલસ 2028 ઓલિમ્પિક ગેમ્સમાં માત્ર છ ટીમોને મેદાનમાં ઉતારશે.

ક્રિકેટ ઉપરાંત, બેઝબોલ, સોફ્ટબોલ, ફ્લેગ ફૂટબોલ, લેક્રોસ અને સ્ક્વોશનો પણ 2028માં લોસ એન્જલસમાં યોજાનારી ઓલિમ્પિક ગેમ્સ (Olympics 2028)માં ઔપચારિક રીતે સમાવેશ કરવામાં આવ્યો છે.

IOCના સભ્ય નીતા અંબાણીએ આ નિર્ણયની પુષ્ટિ કરી હતી. તેમણે કહ્યું, “લોસ એન્જલસ 2028 ઓલિમ્પિક ગેમ્સ માટેના રમતગમત કાર્યક્રમમાં ક્રિકેટ (cricket)નો સમાવેશનો નિર્ણય ભારત માટે ગર્વની વાત છે. આ નિર્ણય બદલ IOCનો આભાર. આનાથી ઓલિમ્પિક ચળવળ વધુ મજબૂત બનશે.”

વધુ વાંચો: Olympics 2036: વડાપ્રધાન મોદીએ યજમાન પદ માટે ભારતની દાવેદારીને લઈ અપાવ્યો વિશ્વાસ

IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ ટીમના માલિક નીતા અંબાણીએ કહ્યું, “IOCના સભ્ય, એક ગૌરવપૂર્ણ ભારતીય અને પ્રખર ક્રિકેટ ચાહક તરીકે, મને આનંદ છે કે IOC સભ્યોએ લોસ એન્જલસ સમર ઓલિમ્પિક 2028માં ક્રિકેટને ઓલિમ્પિક રમત તરીકે સામેલ કરવા માટે મત આપ્યો છે!” 

નીતા અંબાણીએ કહ્યું, “1900માં ઓલિમ્પિકની છેલ્લી આવૃત્તિમાં ક્રિકેટ (Olympics 2028)ને દર્શાવવામાં આવ્યું હતું જ્યારે માત્ર બે ટીમોએ ભાગ લીધો હતો. ઈતિહાસમાં માત્ર બીજી વખત આઈઓસી સત્ર ભારતમાં યોજાઈ રહ્યું છે, જે 40 વર્ષ બાદ દેશમાં પરત ફરી રહ્યું છે. મને આનંદ છે કે આપણા દેશમાં મુંબઈમાં આયોજિત 141માં IOC સત્રમાં આ ઐતિહાસિક પ્રસ્તાવને સ્વીકારવામાં આવ્યો હતો.”

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના અધ્યક્ષ ગ્રેગ બાર્કલેએ જણાવ્યું હતું કે, “ઓલિમ્પિક ગેમ્સ (Olympics 2028)માં ક્રિકેટનો સમાવેશ એ ભારત માટે એક સારા સમાચાર છે, કારણ કે આ રમતમાં 3 વખત (2 વખત ODI, 1 વખત T20) વર્લ્ડ કપ જીતનાર ભારત આ રમતમાં ગોલ્ડ મેડલ માટે દાવો કરવામાં મોખરે હશે.”.

વધુ વાંચો: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાંથી ઉર્વશી રૌતેલાનો ગોલ્ડ આઇફોન ખોવાયો

આ પ્રક્રિયામાં BCCIની ભૂમિકા

BCCIએ આ પ્રક્રિયામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. BCCIના સચિવ જય શાહ ICC ઓલિમ્પિક વર્કિંગ ગ્રૂપનો ભાગ હતા જેણે ઓલિમ્પિક્સમાં ક્રિકેટ (cricket)ની સહભાગિતાને સુનિશ્ચિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જય શાહ વિવિધ મલ્ટી-સ્પોર્ટ ઈવેન્ટ્સમાં ક્રિકેટના સમાવેશના પ્રબળ સમર્થક છે, ખાસ કરીને કોમનવેલ્થ ગેમ્સ અને ચીનમાં યોજાયેલી એશિયન ગેમ્સમાં ક્રિકેટની હાજરીની હિમાયત કરે છે, જ્યાં ભારતે પુરૂષ અને મહિલા બંને કેટેગરીમાં ગોલ્ડ મેડલ હાંસલ કર્યા હતા. 

જય શાહે કહ્યું, “BCCI ક્રિકેટને ઓલિમ્પિક (Olympics 2028) રમત તરીકે સમાવવાના ICCના પ્રયાસોનું ચુસ્ત સમર્થક રહ્યું છે. અમારી સક્રિય ભાગીદારી ક્રિકેટને ઓલિમ્પિક્સમાં સમાવેશ આપવા માટે નિમિત્ત બની છે. આ પહેલ ભારતના 2036 ઓલિમ્પિકની યજમાનીના વિચારને અનુરૂપ છે.”