ટેસ્ટમાં Kohli સાથે Rohit Sharmaની કોઈ સરખામણી નહીં, પૂર્વ ક્રિકેટરે ઉભા કર્યો મોટો સવાલ

સાઉથ આફ્રિકા સામે સેન્ચુરિયનમાં ભારતને ભૂંડી હાર મળી છે. મેજબાનની ધરતી પર ટેસ્ટ જીતવાનું સપનું પણ હવે રહ્યું નથી. ત્યારે પૂર્વ ભારતીય ખેલાડીએ મોટો સવાલ કર્યો છે.

Share:

હાઈલાઇટ્સ

  • સુબ્રમણ્યમ બદ્રીનાથે રોહિત પર ઉઠાવ્યા ગંભીર સવાલ
  • ટેસ્ટમાં કોહલીની સરખામણી રોહિત સાથે ન કરી શકાય
  • કોહલીએ ટેસ્ટમાં સારા રન બનાવ્યા, કેપ્ટન એ હોવો જોઈએ

નવી દિલ્હીઃ સાઉથ આફ્રિકા વિરુદ્ધની ટેસ્ટમાં મળેલી હાર હાદ કેપ્ટન રોહિત શર્મા પર સવાલો ઉઠ્યા છે. રોહિતની કેપ્ટનસી પર કેટલાંક સવાલો ઉઠ્યા છે. સેન્ચુરિયનમાં મળેલી કારમી હાર બાદ દરેક વિરાટ કોહલીને ભારતનો બેસ્ટ ટેસ્ટ કેપ્ટન માની રહ્યા છે. આ દરમિયાન પૂર્વ ભારતીય બેટ્સમેન સુબ્રમણ્યમ બદ્રીનાથે પણ રોહિતની કેપ્ટનસી પર સવાલ ઉઠાવ્યા છે અને કોહલીની જોરદાર પ્રશંસા કરી છે. 

કોહલીનો જોરદાર રેકોર્ડ 
સુબ્રમણ્યમ બદ્રીનાથે પોતાની યુટ્યૂબ ચેનલ પર વાત કરતા કહ્યું કે, વિરાટ કોહલીની સરખામણીમાં રોહિત શર્મા ના આવી શકે. ટેસ્ટ કેપ્ટન તરીકે કોહલીનો જોરદાર રેકોર્ડ છે. તેણે કેપ્ટન તરીકે 52ની એવરેજથી 5 હજાર રન બનાવ્યા છે. 68 મેચોમાં કોહલીએ કેપ્ટન તરીકે 40માં જીત મેળવી છે. પોતાની આગેવાનીમાં કોહલીએ ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ઐતિહાસિક જીત અપાવી હતી. ગ્રેમ સ્મીથ, રિકિ પોન્ટિંગ અને સ્ટીવ વો બાદ ટેસ્ટ કેપ્ટન તરીકે કોહલીએ સૌથી વધારે જીત મેળવી છે. 

કોહલી કેમ ટેસ્ટ કેપ્ટન નહીં?
બદ્રીનાથે ટેસ્ટમાં કોહલીને કેપ્ટનસી ન મળવા પર સવાલ કર્યા હતા. તેણે કહ્યું કે, કેમ કોહલી ટેસ્ટ ટીમનો કેપ્ટન નથી. હું એક વાજબી સવાલ કરવા માગુ છુ. તે ટેસ્ટનો બેસ્ટ બેટ્સમેન છે. વિરાટ કોહલી અને રોહિત શર્મા વચ્ચે કોઈ સરખામણી થાય નહીં. કોહલી ટેસ્ટમાં મોટો પ્લેયર છે. તેણે દરેક જગ્યાએ રન બનાવ્યા છે. તે ટીમનો કેપ્ટન કેમ નથી. 

ટીમમાં કેમ?
પૂર્વ બેટ્સમેન બદ્રીનાથે કહ્યું કે, રોહિત ટેસ્ટ માટે નબળો બેટ્સમેન છે. મારા હિસાબે રોહિતે પોતાને ટેસ્ટ ક્રિકેટમાં ઓપનર તરીકે સાબિત કરી શક્યો નથી. તે અંદર બહાર થતો રહે છે. મને લાગે છે કે રોહિતે ભારત બહાર ઓપનર તરીકે સાબિત કરી શક્યો નથી. તે ટીમમાં કેમ છે.