એશિયા કપમાં તિલક વર્માનું ડેબ્યુ, ભારત તરફથી વનડે રમનારા 252મા ખેલાડી બન્યા તિલક વર્મા

એશિયા કપમાં સુપર-4 ઈનિંગની અંતિમ મેચ દરમિયાન ભારતીય ટીમે શુક્રવારના રોજ ટોસ જીતીને બાંગ્લાદેશને પહેલા બેટિંગ કરવા માટે નિમંત્રણ આપ્યું હતું. ભારતીય ટીમે તે મુકાબલા માટે ટીમમાં 5 ફેરફાર કર્યા હતા. જેમાં ટી20 ઈન્ટરનેશનલમાં ધમાલ મચાવી દેનારા તિલક વર્માએ વનડેમાં ડેબ્યુ કર્યું હતું. આ સાથે જ તિલક વર્મા ભારત તરફથી વનડે રમનારા 252મા ખેલાડી બની […]

Share:

એશિયા કપમાં સુપર-4 ઈનિંગની અંતિમ મેચ દરમિયાન ભારતીય ટીમે શુક્રવારના રોજ ટોસ જીતીને બાંગ્લાદેશને પહેલા બેટિંગ કરવા માટે નિમંત્રણ આપ્યું હતું. ભારતીય ટીમે તે મુકાબલા માટે ટીમમાં 5 ફેરફાર કર્યા હતા. જેમાં ટી20 ઈન્ટરનેશનલમાં ધમાલ મચાવી દેનારા તિલક વર્માએ વનડેમાં ડેબ્યુ કર્યું હતું. આ સાથે જ તિલક વર્મા ભારત તરફથી વનડે રમનારા 252મા ખેલાડી બની ગયા છે. બાંગ્લાદેશ સામેની મેચ પહેલા ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ તિલક વર્માને ભારતીય કેપ સોંપી હતી. 

તિલક વર્માનું વન ડેમાં ડેબ્યુ

બાંગ્લાદેશ સામેની મેચ દ્વારા તિલક વર્માએ વનડે મેચમાં ડેબ્યુ કર્યું છે. તે સિવાય સૂર્ય કુમાર યાદવ, મોહમ્મદ શમી, શાર્દુલ ઠાકુર અને પ્રસિદ્ધ કૃષ્ણાને ભારતીય ટીમમાં સ્થાન મળ્યું હતું. સૂર્યા અને પ્રસિદ્ધની એશિયા કપ 2023 ટુર્નામેન્ટમાં આ પ્રથમ મેચ હતી. જ્યારે તિલક વર્માને વનડેમાં પણ ડેબ્યુ કરવાની તક મળી છે. 

તિલક વર્માએ તાજેતરમાં વિન્ડીઝ સામેની ટી20 સીરિઝમાં ડેબ્યુ કર્યુ હતું. તિલક વર્મા આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમે છે. તિલક વર્મા બોલિંગ પણ કરી શકે છે તેવામાં ટીમ મેનેજમેન્ટે તિલક વર્માને બેકઅપ મીડલ ઓર્ડર બેટ્સમેન તરીકે ભારતીય ટીમમાં સ્થાન આપ્યું છે. 

જોકે એશિયા કપ સુપર 4માં બાંગ્લાદેશ સામે ડેબ્યુ કરનારા ભારતીય ટીમના યુવા બેટ્સમેન તિલક વર્મા માત્ર 5 રન કરીને આઉટ થઈ ગયા હતા. બાંગ્લાદેશ સામેની મેચમાં તિલક વર્માને વિરાટ કોહલીના સ્થાને ત્રીજા નંબર પર રમવાની તક મળી હતી પરંતુ તે માત્ર 9 બોલનો જ સામનો કરી શક્યો હતો. તંજીમ હસન શાકિબે તિલક વર્માને બોલ્ડ કર્યો હતો. તિલક વર્માએ ભારતીય ટીમ માટે ટી20માં ડેબ્યુ દરમિયાન દમદાર પ્રદર્શન કર્યું હતું પરંતુ વનડે ડેબ્યુમાં ખાસ પ્રદર્શન ન કરી શક્યો. 

એશિયા કપ ફાઈનલ પહેલા બાંગ્લાદેશ સામેની મેચમાં વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો છે. આ કારણે જ તિલક વર્માને ડેબ્યુ કરવાની તક મળી હતી. 

તિલક વર્માની કારકિર્દી પર એક નજર

તિલક વર્માના ઈન્ટરનેશનલ ક્રિકેટ પરફોર્મન્સની વાત કરીએ તો 20 વર્ષીય ડાબોડી ખેલાડીએ 7 ટી20 ઈન્ટરનેશનલ મેચમાં 34.8ની એવરેજથી 174 રન બનાવ્યા છે. અત્યાર સુધી તિલક વર્મા આઈપીએલમાં 25 મેચ રમી ચુક્યો છે અને તેમાં તે 38.95ની એવરેજથી 740 રન બનાવવામાં સફળ રહ્યો છે. આઈપીએલમાં અત્યાર સુધીમાં તિલક વર્માના નામે 3 અડધી સદીની ઈનિંગ્સ નોંધાઈ ચૂકી છે. તિલક વર્મા ભારતની વનડે વર્લ્ડ કપ માટે જાહેર કરાયેલી ટીમનો હિસ્સો નથી પરંતુ આગામી એશિયન ગેમ્સમાં રમવા જઈ રહેલી ભારતીય ટીમમાં તે સામેલ છે.