પાકિસ્તાનના જાણીતા સ્નૂકર ખેલાડી માજીદ અલીની આત્મહત્યા 

પાકિસ્તાનના જાણીતા સ્નૂકર ખેલાડી માજીદ અલીએ આત્મહત્યા કરી લીધી છે. તેની ઉંમર માત્ર 28  વર્ષીની છે. એશિયન અન્ડર 21માં રજત વિજેતા માજીદ અલીએ તેના પંજાબના ફૈસલાબાદ પાસેનાં વતન સમુદ્રી ખાતે આત્મહત્યા કરી હતી. તેના ભાઈના જણાવ્યા પ્રમાણે, તે ઘણા વર્ષોથી હતાશાથી પીડાતો હતો અને તાજેતરમાં જ તે એક ખરાબ ઘટનાનો સામનો કરી રહ્યો હતો. જો […]

Share:

પાકિસ્તાનના જાણીતા સ્નૂકર ખેલાડી માજીદ અલીએ આત્મહત્યા કરી લીધી છે. તેની ઉંમર માત્ર 28  વર્ષીની છે. એશિયન અન્ડર 21માં રજત વિજેતા માજીદ અલીએ તેના પંજાબના ફૈસલાબાદ પાસેનાં વતન સમુદ્રી ખાતે આત્મહત્યા કરી હતી. તેના ભાઈના જણાવ્યા પ્રમાણે, તે ઘણા વર્ષોથી હતાશાથી પીડાતો હતો અને તાજેતરમાં જ તે એક ખરાબ ઘટનાનો સામનો કરી રહ્યો હતો. જો કે, તે આત્મહત્યા કરશે તેવું તેણે વિચાર્યું નહતું. 

પોલીસના જણાવ્યા અનુસાર, માજીદ તેના રમતના દિવસોથી જ હતાશા એટલે કે, ડિપ્રેશનથી પીડાતો હતો અને તેણે તેના ઘરે જ લાકડાં કાપવાના મશીનનો ઉપયોગ કરીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.

માજીદે અનેક આંતરરાષ્ટ્રીય ઈવેન્ટ્સમાં પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને રાષ્ટ્રીય સર્કિટમાં ટોચનો ક્રમાંકિત ખેલાડી હતો. જો કે પાકિસ્તાનમાં આ એક જ મહિનામાં મૃત્યુ પામનાર બીજો સ્નૂકરનો ખેલાડી છે.  ગયા મહિને, અન્ય  એક આંતરરાષ્ટ્રીય સ્નૂકર ખેલાડી, મુહમ્મદ બિલાલનું કાર્ડિયાક અરેસ્ટને કારણે મૃત્યુ થયું હતું.

માજીદ અલીના ભાઈ ઉમરે જણાવ્યું હતું કે માજીદ તેની કિશોરાવસ્થાથી જ હતાશાનો ભોગ બન્યો હતો અને તાજેતરમાં બનેલી એક ખરાબ ઘટનાને કારણે તેના પર અસર થઈ હતી. તેણે એમ પણ કહ્યું કે, “તે અમારા માટે ભયાનક બાબત છે કારણ કે અમે ક્યારેય અપેક્ષા નહોતી કરી કે તે પોતાનો જીવ લેશે.”

પાકિસ્તાન બિલિયર્ડ્સ અને સ્નૂકરના ચેરમેન આલમગીર શેખે જણાવ્યું હતું કે, સમગ્ર સમુદાય માજીદના મૃત્યુથી દુઃખી છે.  તેની પાસે ઘણી પ્રતિભા હતી અને તે યુવાન હતો અને અમે તેની પાસેથી પાકિસ્તાન માટે નામના અપાવવાની ઘણી અપેક્ષા રાખતા હતા. તેમણે એમ પણ જણાવ્યું કે, માજીદને નાણાંની કોઈ સમસ્યા નહોતી. 

મુહમ્મદ યુસુફ અને મુહમ્મદ આસિફ જેવા સ્ટાર્સે વિશ્વ અને એશિયન ચેમ્પિયનશિપના ખિતાબ જીતવામાં મદદ કરી હતી અને કેટલાક ખેલાડીઓ વ્યાવસાયિક સર્કિટમાં સ્નાતક થયા હતા અને તેમની કારકિર્દી આ ક્ષેત્રે બનાવી રહ્યા હતા. તેમાં તેમને ખ્યાતિ પણ મળતી હતી. જેના કારણે પાકિસ્તાનમાં સ્નૂકરની રમત જાણીતી બની હતી અને અનેક લોકો તેની તરફ વળ્યા હતા. ત્યારબાદ પાકિસ્તાનમાં  સ્નૂકર એક હાઇ પ્રોફાઇલ રમત બની ગઈ છે.

માજીદ અલી આટલી નાંની ઉંમરે અનેક આંતરરાષ્ટ્રીય ઈવેન્ટ્સમાં પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને જ્યારે રાષ્ટ્રીય સર્કિટમાં ટોચના ક્રમાંકિત ખેલાડી તરીકે પ્રતિભા બનાવી તેવામાં તેની આત્મહત્યાથી અનેક પ્રકારની ચર્ચા થવા લાગી છે. લોકો આ પ્રકારની ઘટના સામે આવે ત્યારે હંમેશા તે જાણવા માંગતા હોય છે કે, આમ શા કારણે થયું. આવા કિસ્સાઓ સમજાવે છે કે જો વ્યક્તિ હતાશ હોય તો તેને સારવારની જરૂર છે.