Virat Kohli ડક પર આઉટ થયા બાદ ડ્રેસિંગ રૂમમાં કાઢ્યો ગુસ્સો, વીડિયો વાયરલ

Virat Kohli: આઈસીસી વર્લ્ડ કપ 2023 (World Cup 2023)માં પોતાના બેટ વડે જોરદાર ધમાલ મચાવનારા વિરાટ કોહલી (Virat Kohli) ઈંગ્લેન્ડ સામેની મેચમાં ટીમ ઈન્ડિયાનો વિજય થયો છે પણ અંગત રીતે ખૂબ ખરાબ રીતે ફ્લોપ સાબિત થયા છે. આ મેચમાં વિરાટ કોહલી પોતાનું ખાતુ પણ ન ખોલાવી શકેલ અને વનડે વર્લ્ડ કપમાં પ્રથમ વખત ઝીરો પર […]

Share:

Virat Kohli: આઈસીસી વર્લ્ડ કપ 2023 (World Cup 2023)માં પોતાના બેટ વડે જોરદાર ધમાલ મચાવનારા વિરાટ કોહલી (Virat Kohli) ઈંગ્લેન્ડ સામેની મેચમાં ટીમ ઈન્ડિયાનો વિજય થયો છે પણ અંગત રીતે ખૂબ ખરાબ રીતે ફ્લોપ સાબિત થયા છે. આ મેચમાં વિરાટ કોહલી પોતાનું ખાતુ પણ ન ખોલાવી શકેલ અને વનડે વર્લ્ડ કપમાં પ્રથમ વખત ઝીરો પર પરત ફર્યા હતા. મેચ દરમિયાન ડક પર આઉટ થયા બાદ વિરાટ કોહલી પેવેલિયન પરત ફર્યા હતા. 

Virat Kohli ડક પર આઉટ

ડેવિડ વિલીના બોલ પર ખરાબ શોટ રમીને આઉટ થયા બાદ વિરાટ કોહલી પોતાની જાતથી પણ નિરાશ થઈ ગયો હતો અને તેણે ડ્રેસિંગ રૂમમાં ખૂબ જ ગુસ્સો ઉતાર્યો હતો. વર્લ્ડ કપ 2023 (World Cup 2023) દરમિયાન પહેલા જ બોલથી શાનદાર પ્રદર્શન આપી રહેલા વિરાટ કોહલીને લખનૌમાં ઈંગ્લેન્ડ સામેની મેચ દરમિયાન શરૂથી જ મુશ્કેલી જણાઈ હતી. 

ડેવિડ વિલીએ જે ઓવરમાં વિરાટ કોહલીને પેવેલિયનનો રસ્તો દેખાડ્યો તે ઓવરના પ્રથમ 4 બોલ કોહલી ડોટ રમી ચુક્યો હતો અને તેના પર દબાણ ચોખ્ખું દેખાઈ રહ્યું હતું. બાદમાં વિરાટ કોહલી (Virat Kohli) મોટા શોટના ચક્કરમાં આગળ વધ્યો હતો પણ બોલ સરખી રીતે બેટને ન અડ્યો અને બેન સ્ટોક્સે સરળતાથી કેચ ઝડપી કોહલીની ઈનિંગનો અંત આણ્યો હતો. કોહલી 9 બોલનો સામનો કરી ઝીરો પર પેવેલિયન પરત ફર્યો હતો. 

વધુ વાંચો: ઈંગ્લેન્ડ સામેની મેચમાં ઉતરતાની સાથે જ રોહિતે સર્જ્યો ઈતિહાસ 

કોહલીએ ડ્રેસિંગ રૂમમાં કાઢ્યો ગુસ્સો

ખરાબ શોટ રમીને ઝીરો પર આઉટ થયા બાદ વિરાટ કોહલીએ ડ્રેસિંગ રૂમમાં જઈને બરાબરનો ગુસ્સો ઉતાર્યો હતો. સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં કોહલી ડ્રેસિંગ રૂમમાં બેસીને પોતાનો હાથ જોરથી ખુરશી પર મારતો દેખાઈ રહ્યો છે. ડક પર પેવેલિયનમાં પરત ફરવાની નિરાશા તેના ચહેરા પર સ્પષ્ટપણે ઝળકી રહી છે.

વધુ વાંચો: MS Dhoniએ એક ઈવેન્ટમાં આપ્યું નિવેદન, કહ્યું- લોકો મને સારા ક્રિકેટર તરીકે યાદ કરતાં રહે એ જરૂરી નહીં

વિરાટના નામ સાથે જોડાયો શરમજનક રેકોર્ડ

50 ઓવરના વર્લ્ડ કપમાં આ પહેલો પ્રસંગ છે જ્યારે વિરાટ કોહલી ખાતું પણ ખોલાવ્યા વગર પેવેલિયનમાં પરત ફર્યો છે. ભારત તરફથી ટોપ-7માં રમનારા બેટ્સમેન વિરાટ કોહલી સૌથી વધુ વખત ડક પર આઉટ થનારા સંયુક્તરૂપે પ્રથમ બેટ્સમેન બન્યા છે. 

ઈન્ટરનેશનલ ક્રિકેટમાં કોહલી 34મી વખત ડક પર આઉટ થયો છે. કોહલીની સાથે સાથે સચિન તેંદુલકર પણ 34 વખત ઝીરો પર આઉટ થયેલો છે. જ્યારે વીરેન્દ્ર સેહવાગ 31 વખત ઝીરો પર પેવેલિયન પરત ફર્યો છે. 

જોકે અત્યાર સુધી વર્લ્ડ કપ 2023 (World Cup 2023)માં વિરાટ કોહલીએ 300થી વધુ રન કર્યા છે પણ વર્લ્ડ કપના ઈતિહાસમાં તે પ્રથમ વખત ખાતું પણ નથી ખોલાવી શક્યો.