Virat Kohli: જન્મ દિવસ પર સચિનની 49 વનડે સેન્ચ્યુરીના રેકોર્ડની બરાબરી કરવાની સુવર્ણ તક 

Virat Kohli: વર્લ્ડ કપના 37મા મુકાબલા પહેલા જ સેમીફાઈનલમાં સ્થાન મેળવી ચુકેલી ટીમ ઈન્ડિયા માટે રવિવારનો દિવસ ખૂબ ખાસ છે કારણ કે, 5 નવેમ્બરના રોજ સાઉથ આફ્રિકા સામેના મુકાબલાની સાથે જ કિંગ કોહલીનો જન્મ દિવસ પણ છે. વિરાટ કોહલી (Virat Kohli) રવિવારે 35 વર્ષના થયા અને આ દિવસે સાઉથ આફ્રિકા સામેની મેચ દરમિયાન વિરાટ અનેક […]

Share:

Virat Kohli: વર્લ્ડ કપના 37મા મુકાબલા પહેલા જ સેમીફાઈનલમાં સ્થાન મેળવી ચુકેલી ટીમ ઈન્ડિયા માટે રવિવારનો દિવસ ખૂબ ખાસ છે કારણ કે, 5 નવેમ્બરના રોજ સાઉથ આફ્રિકા સામેના મુકાબલાની સાથે જ કિંગ કોહલીનો જન્મ દિવસ પણ છે. વિરાટ કોહલી (Virat Kohli) રવિવારે 35 વર્ષના થયા અને આ દિવસે સાઉથ આફ્રિકા સામેની મેચ દરમિયાન વિરાટ અનેક રેકોર્ડ તોડી શકે તેમ છે. 

Virat Kohli માટે વર્લ્ડ રેકોર્ડની બરાબરીની તક

મુંબઈના ઐતિહાસિક વાનખેડે સ્ટેડિયમમાં વિરાટ કોહલી સચિન તેંદુલકરના રેકોર્ડથી માત્ર 12 રન દૂર રહી ગયા હતા. ત્યારે પોતાના જન્મ દિવસ પર વિરાટ કોહલી પાસે 49 વનડે સેન્ચ્યુરીના રેકોર્ડની બરાબરી કરવાની સુવર્ણ તક છે. શ્રીલંકા સામેની મેચ દરમિયાન વિરાટ કોહલી 49મી સેન્ચ્યુરીથી માત્ર 12 રન દૂર રહી ગયા હતા. હાલ વનડે ક્રિકેટમાં વિરાટના નામે 288 મેચની 276 ઈનિંગમાં 48 સેન્ચ્યુરી બોલે છે. 

વધુ વાંચો… ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, Hardik Pandya વર્લ્ડ કપમાંથી થયો બહાર

મહેલા જયવર્ધનેનો રેકોર્ડ

વિરાટ કોહલી (Virat Kohli) આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં હાલ 136 હાફ સેન્ચ્યુરી સાથે શ્રીલંકાના દિગ્ગજ બેટ્સમેન મહેલા જયવર્ધનેની બરાબરી કરી રહ્યા છે. સાઉથ આફ્રિકા સામેની મેચ દરમિયાન વિરાટ જયવર્ધનેના રેકોર્ડથી આગળ નીકળી શકે તેમ છે. 

જો રૂટથી આગળ નીકળવાની તક

જો રૂટે વર્લ્ડ કપમાં અત્યાર સુધીમાં 24 મેચમાં 3 સેન્ચ્યુરી લગાવી છે. આજની મેચમાં વિરાટ સદી લગાવે તો તે રૂટથી આગળ નીકળી જશે. હાલ વિરાટ 33 વર્લ્ડ કપ મેચમાં 3 સદી લગાવી ચુક્યા છે. 

વધુ વાંચો… World Cup 2023: હાર્દિક પંડયા વર્લ્ડ કપમાંથી બહાર થતા BCCIએ કેએલ રાહુલને ટીમ ઈન્ડિયાનો વાઈસ કેપ્ટન નિયુક્ત કર્યો 

ચેમ્પિયન બેટ્સમેન વિરાટ કોહલી (Virat Kohli)ના જન્મ દિવસે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેના રવિવારના ઈડન ગાર્ડન ખાતેના મુકાબલાને રસપ્રદ બનાવી દીધો છે પરંતુ ભારતના મુખ્ય કોચ રાહુલ દ્રવિડે જણાવ્યું હતું કે, કોહલીનું ફોકસ માત્ર ટુર્નામેન્ટ જીતવા પર જ છે. 

ટીમ ઈન્ડિયા સતત 7 મેચ જીતીને પોઈન્ટ્સ ટેબલમાં ટોચ પર છે અને સેમીફાઈનલ માટે ક્વોલિફાઈ કરી ચુકી છે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ હાઈપ અંગે કરવામાં આવેલા સવાલના જવાબમાં દ્રવિડે કહ્યું હતું કે, “વિરાટ રિલેક્સ્ડ છે. તેનું પ્રદર્શન બતાવી આપે છે. તે આપણા માટે ખૂબ સારૂં પ્રદર્શન આપી રહ્યો છે. સારી બેટિંગ કરી રહ્યો છે. મને નથી લાગતું કે, તે કશું અલગ કે નવું કરી રહ્યો છે.”

અત્યાર સુધીની 7 મેચમાં 442 રન બનાવી ચુકેલા કોહલીનો રવિવારે 35મો જન્મ દિવસ છે અને ઈડન ગાર્ડન ખાતે આશરે 65,000 દર્શકો મેચ દરમિયાન ‘કોહલી કોહલી’ના નારાથી આકાશ ગજવી નાખવા માટે તત્પર છે. જોકે દ્રવિડના કહેવા પ્રમાણે વિરાટ પહેલેથી મહેનતુ અને પ્રોફેશનલ છે. તે 49 કે 50મી સદી કે જન્મ દિવસ માટે નથી વિચારતો. તેનું ફોકસ ટુર્નામેન્ટ જીતવા પર અને સતત સારૂં રમવા પર છે.