Virat Kohliએ જન્મદિવસે જ 49મી સદી ફટકારી વન-ડે ક્રિકેટમાં સચિનના રેકોર્ડની કરી બરાબરી

Virat Kohli: વર્લ્ડકપ 2023માં રવિવારે કોલકાતાના ઈડન ગાર્ડન્સ મેદાનમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે મેચ રમાઈ હતી. ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને એકતરફી મેચમાં દક્ષિણ આફ્રિકાને 243 રને હરાવીને વન-ડે વર્લ્ડ કપમાં સતત આઠમી જીત નોંધાવી હતી. જોકે આ દિવસે સૌથી વધુ ચર્ચા વિરાટ કોહલી (Virat Kohli)ના નામની જ […]

Share:

Virat Kohli: વર્લ્ડકપ 2023માં રવિવારે કોલકાતાના ઈડન ગાર્ડન્સ મેદાનમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે મેચ રમાઈ હતી. ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને એકતરફી મેચમાં દક્ષિણ આફ્રિકાને 243 રને હરાવીને વન-ડે વર્લ્ડ કપમાં સતત આઠમી જીત નોંધાવી હતી. જોકે આ દિવસે સૌથી વધુ ચર્ચા વિરાટ કોહલી (Virat Kohli)ના નામની જ થઈ હતી. 

37મા મુકાબલામાં Virat Kohliની જ ચર્ચા

વર્લ્ડ કપના 37મા મુકાબલા પહેલા જ સેમીફાઈનલમાં સ્થાન મેળવી ચુકેલી ટીમ ઈન્ડિયા માટે રવિવારનો દિવસ ખૂબ ખાસ બની રહ્યો હતો. કારણ કે, 5 નવેમ્બરના રોજ સાઉથ આફ્રિકા સામેના મુકાબલાની સાથે જ કિંગ કોહલીનો જન્મ દિવસ પણ હતો. સાથે જ રવિવારે 35 વર્ષના થયેલા અનુષ્કા શર્માના પતિ, ક્રિકેટર વિરાટ કોહલીએ અણનમ 101 રન બનાવી સચિન તેંડુલકરના વન-ડે ક્રિકેટમાં 49 સદીના વર્લ્ડ રેકોર્ડની બરાબરી પણ કરી હતી. 

વધુ વાંચો: જન્મ દિવસ પર સચિનની 49 વનડે સેન્ચ્યુરીના રેકોર્ડની બરાબરી કરવાની સુવર્ણ તક 

સચિન તેંડુલકર બાદ વિરાટનો યુગ

વર્લ્ડ કપ દરમિયાન જો સૌથી વધારે ચર્ચામાં રહેતું અને સ્ટેડિયમમાં ગૂંજતુ નામ હોય તો તે વિરાટ કોહલીનું છે. અનેક ચાહકો સ્ટેડિયમમાં 18 નંબરની જર્સી પહેરીને વિરાટ કોહલી (Virat Kohli)ને સમર્થન આપતા જોવા મળે છે. એક સમયે આ માન, સન્માન સચિન તેંડુલકરને મળતું હતું. જોકે સચિને પણ વિરાટની પ્રતિભા ઓળખી લીધી હતી અને તેમણે 2012માં જ ભવિષ્યવાણી કરી હતી કે કોહલી તેમનો વારસો આગળ વધારશે.

વિરાટ કોહલીનું ક્રિકેટ માટેનું સમર્પણ

2006માં વિરાટ કોહલી જ્યારે 17 વર્ષના હતા અને દિલ્હી માટે રણજી ટ્રૉફી રમી રહ્યા હતા ત્યારે જ તેમના ક્રિકેટ માટેના સમર્પણની ઝાંખી જોવા મળી હતી. મેચના બીજા દિવસે તેઓ જ્યારે બેટિંગ કરી રહ્યા હતા ત્યારે તેમના પિતા હાર્ટ એટેકના કારણે પથારીવશ હતા અને વહેલી સવારે ગુજરી ગયા હતા. 

જોકે તેમ છતાં વિરાટ કોહલી પોતાની ઈનિંગ પૂરી કરવા મેદાનમાં ઉતર્યા હતા અને આંખમાં આંસુ સાથે ઈનિંગ પૂરી કરીને 90 રન ફટકાર્યા હતા અને ત્યાર બાદ પિતાની અંતિમ વિધિ કરવા માટે ગયા હતા. 

વધુ વાંચો: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, Hardik Pandya વર્લ્ડ કપમાંથી થયો બહાર

ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી

ફેબ્રુઆરી-2008માં મલેશિયાના કુઆલાલંપુરમાં યોજાયેલા અંડર-19 વર્લ્ડકપમાં ભારતનો વિજય થયો હતો જેમાં કોહલી કેપ્ટન હતા. તે ટીમમાં રવીન્દ્ર જાડેજા પણ હતા. કોહલીને કેપ્ટન તરીકને સારા પ્રદર્શન બાદ 6 મહિનામાં 18 ઑગસ્ટ, 2008માં ભારતીય રાષ્ટ્રીય ટીમમાં જગ્યા મળી હતી. 

2008માં શ્રીલંકા પ્રવાસ સીરિઝ વખતે સચીન અને સેહવાગ ઈજાગ્રસ્ત હોવાથી વિરા કોહલી (Virat Kohli)ને  તક મળી હતી અને તેમણે પહેલી આંતરરાષ્ટ્રીય સીરિઝમાં હાફ સેન્ચ્યુરી ફટકારી હતી. વર્ષ 2010માં ઝિમ્બાબ્વે સામે હરારેમાં તેમની ટી-20 ટીમમાં પસંદગી થઈ હતી અને ત્યાર બાદ 2011માં વેસ્ટ ઈન્ડીઝ સામેની ટેસ્ટ સીરિઝ માટે ટીમમાં લેવાયા હતા. આઈપીએલમાં તેઓ શરૂઆતથી જ રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે રમ્યા.

Tags :