Virat Kohliએ વર્લ્ડ કપ સેમિફાઈનલમાં ઐતિહાસિક 50મી ODI સદી ફટકારી

વિરાટ કોહલીએ સચિન તેંડુલકરનો 20 વર્ષ જૂનો રેકોર્ડ તોડયો

Share:

 

Virat Kohli: ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી (Virat Kohli)એ ODI વર્લ્ડ કપ 2023ની સેમિફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડ સામે તેની ODI ક્રિકેટ કારકિર્દીની 50મી સદી ફટકારી અને ક્રિકેટના આ ફોર્મેટમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો. વિરાટ કોહલીએ 49 ODI સદી ફટકારનાર ટીમ ઈન્ડિયાના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડી નાખ્યો.

 

આ ઉપરાંત, વિરાટ કોહલી (Virat Kohli)એ તેની ચોથી વનડે વર્લ્ડ કપ સેમીફાઈનલમાં સદી ફટકારવાનું પણ સન્માન મેળવ્યું હતું. આ પહેલા તે ત્રણ વખત ODI વર્લ્ડ કપની સેમીફાઈનલ રમી ચૂક્યો હતો, પરંતુ દરેક વખતે તે નિષ્ફળ રહ્યો હતો. 

 

એટલું જ નહીં, હવે કોહલી ODI વર્લ્ડ કપની એક સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો અને સચિનથી આગળ નીકળી ગયો છે. કોહલી હવે સૌરવ ગાંગુલી પછી વિશ્વ કપ સેમિફાઈનલમાં ભારત માટે સદી ફટકારનાર બીજો ભારતીય બેટ્સમેન બન્યો છે.   

Virat Kohliએ ODI વર્લ્ડ કપ 2023માં ત્રીજી સદી ફટકારી 

આ વર્લ્ડ કપ સિઝનમાં વિરાટ કોહલી (Virat Kohli)ની સતત ધુંઆધર બેટિંગ જોવા મળી રહી છે અને તેણે ન્યૂઝીલેન્ડ સામેની સેમિફાઈનલ મેચમાં આ સિઝનની ત્રીજી સદી ફટકારી હતી. તેણે લીગ મેચ દરમિયાન બે સદી ફટકારી હતી.

 

હવે ન્યૂઝીલેન્ડ સામેની આ મહત્વપૂર્ણ મેચમાં કોહલી તરફથી ત્રીજી સદી ફટકારવામાં આવી છે. વિરાટ કોહલીએ આ મેચમાં 106 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી અને આ દરમિયાન તેણે એક સિક્સર અને 8 ફોર ફટકારી હતી.

 

વિરાટ કોહલી (Virat Kohli)ની આ 50મી ODI સદી હતી. આ સદી ફટકાર્યા બાદ સચિન તેંડુલકરે પોતે વિરાટ કોહલીનું સ્વાગત કર્યું હતું. આ ઈનિંગ બાદ વિરાટ કોહલીએ સચિનનો આભાર માન્યો હતો. આ મેચમાં કોહલીએ 113 બોલમાં 2 સિક્સર અને 9 ચોગ્ગાની મદદથી 117 રન બનાવ્યા હતા.

 

વાનખેડે સ્ટેડિયમમાં વર્લ્ડ કપની આ મેચ નિહાળવા માટે સચિન તેંડુલકર પરિવાર સાથે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિરાટની સદી પર ઊભા થઈને તાળી વગાડી અભિનંદન આપી તેનો ઉત્સાહ વધાર્યો હતો. આ ઉપરાંત સચિને X પર વિરાટ કોહલી માટે વિશેષ મેસેજ પણ લખ્યો હતો.

 

સચિને X પર લખ્યું કે, “જ્યારે હું પ્રથમ વખત વિરાટ કોહલીને ભારતીય ડ્રેસિંગ રૂમમાં મળ્યો હતો ત્યારે ટીમના અન્ય સાથીઓએ તમારી સાથે મારા પગ સ્પર્શવાની મજાક ઉડાવી હતી. હું તે દિવસે પોતાનુ હસવું રોકી શક્યો નહતો. પરંતુ, તમે પોતાના જુસ્સા અને કૌશલથી મારા દિલને જીતી લીધું. હું ઘણો ખુશ છું કે તે યુવા એક ‘વિરાટ’ ખેલાડી બની ગયો છે. મને તેનાથી વધારે ખુશી ના હોઈ શકે કે એક ભારતીયે મારો રેકોર્ડ તોડ્યો.”