IPL મેચમાં જીતને ઉજવી રહેલા વિરાટ અને અનુષ્કાની પોસ્ટ

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ શનિવારે મેચ બાદ પાર્ટી કરી હતી અને તેનો જ એક ફોટો પોસ્ટ કરી અને કેપ્શનમા લખ્યું કે, “મેચ પછી શેશ-ડ્રિન્કિંગ સ્પાર્કલિંગ વોટર. અમે સખત પાર્ટી કરીએ છીએ.” આ સાથે તેણે ફની ઈમોજી પણ શેર કર્યા છે. આ આઈપીએલમાં  15 એપ્રિલ 2023ના રોજ  RCB ટીમે દિલ્હી કેપિટલ્સને 23 રનથી હરાવ્યું હતું. […]

Share:

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ શનિવારે મેચ બાદ પાર્ટી કરી હતી અને તેનો જ એક ફોટો પોસ્ટ કરી અને કેપ્શનમા લખ્યું કે, “મેચ પછી શેશ-ડ્રિન્કિંગ સ્પાર્કલિંગ વોટર. અમે સખત પાર્ટી કરીએ છીએ.” આ સાથે તેણે ફની ઈમોજી પણ શેર કર્યા છે.

આ આઈપીએલમાં  15 એપ્રિલ 2023ના રોજ  RCB ટીમે દિલ્હી કેપિટલ્સને 23 રનથી હરાવ્યું હતું. અનુષ્કા શર્મા પણ આ મેચ જોવા ગઈ હતી. નોંધનીય છે કે તે બંને એકબીજાને હંમેશા ચીયર કરતાં હોય છે. વાત અનુષ્કાના પિક્ચરની હોય તો વિરાટ તેમાં તેનાં ઉત્સાહમાં વધારો કરવા ઉપસ્થિત હોય છે અને મેદાનમાં ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીની હિંમત વધારવાની હોય કે તેની જીતની ઉજવણી કરવી હોય અનુષ્કા ઉપસ્થિત હોય છે.  RCB આ મેચ જીતતાની સાથે જ અનુષ્કાએ આ ખાસ ક્ષણને ઇન્સ્ટા સ્ટોરી પર કેદ કરી અને ફેન્સ સાથે શેર કરી હતી.

જીત બાદ અનુષ્કા શર્માએ વિરાટ કોહલી સાથે ખાસ રીતે ઉજવણી કરી હતી. અનુષ્કાએ ઇન્સ્ટા સ્ટોરી પર વિરાટ સાથેની એક તસવીર શેર કરી છે, જેમાં વિરાટ જ્યૂસ પીતો જોવા મળી રહ્યો છે અને તે પાણી પી રહી છે. અનુષ્કા બ્લેક કેઝ્યુઅલ ટી-શર્ટમાં સુંદર દેખાઈ રહી છે, જ્યારે વિરાટ પણ સ્કાય બ્લુ ટી-શર્ટમાં સુંદર દેખાઈ રહ્યો છે. 

વિરાટ કોહલીએ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ની 20મી મેચમાં ઈતિહાસ રચ્યો હતો. બેંગલુરુમાં દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં તેણે વધુ એક સિદ્ધિ પોતાના નામે કરી હતી. વિરાટ કોહલી આઇપીએલના ઈતિહાસમાં કોઈપણ એક મેદાન પર 2500 રન પૂરા કરનાર પ્રથમ બેટ્સમેન છે. વિરાટ કોહલીએ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આ કરિશ્મા કર્યો હતો.  તેણે દિલ્હી સામેની મેચમાં 11 રન બનાવતાની સાથે જ આ રેકોર્ડ પોતાના નામે કરી લીધો હતો. 15 એપ્રિલની મેચમાં તેણે દિલ્હી સામે બેટિંગ કરતા અડધી સદી ફટકારી હતી. આ દરમિયાન કિંગ કોહલીએ 34 બોલમાં 50 રનની ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં 6 ફોર અને 1 સિક્સર ફટકારી હતી.

અનુષ્કા હાલમાં આઈપીએલમાં વિરાટ કોહલીના ઉત્સાહમાં વધારો કરવા ઉપસ્થિત છે તેનાં ફિલ્મોમાં પુનરાગમનની વાત કરી તો તે 5 વર્ષ પછી મોટા પડદા પર કમબેક કરવા જઈ રહી છે. ‘ઝીરો’ પછી તે ટૂંક સમયમાં જ ફિલ્મ ‘ચકડા એક્સપ્રેસ’માં ક્રિકેટર ઝુલન ગોસ્વામીના રોલમાં જોવા મળશે. આ ફિલ્મ તેમના જ પ્રોડક્શન હાઉસ ‘ક્લીન સ્લેટ ફિલ્મ્સ’ના બેનર હેઠળ બની રહી છે. હવે તેની પ્રોડક્શન કંપની તેના ભાઈ કર્ણેશ એકલા જ સંભાળે છે.