SAFF ચેમ્પિયનશીપ મેચમાં ઝપાઝપી થતાં સ્ટીમેકને રેડ કાર્ડ

ભારત અને પાકિસ્તાન વચ્ચે ગઇકાલે બેંગ્લુરુમાં યોજાયેલી SAFF ચેમ્પિયનશીપ  મેચમાં બંને ટીમોના કોચ અને ખેલાડીઓ વચ્ચે ઝપાઝપી થઈ હતી અને વાતાવરણ ગરમાઈ ગયું હતું. બંને દેશો વચ્ચે કોઈપણ રમત રમાતી હોય ત્યારે રમત સિવાય પણ ઘણું બધુ બનતું હોય છે અને તેને કારણે માહોલ હંમેશા ટેન્શન ભર્યો રહે છે. આ વખતે પણ મેચની શરૂઆત ખૂબ […]

Share:

ભારત અને પાકિસ્તાન વચ્ચે ગઇકાલે બેંગ્લુરુમાં યોજાયેલી SAFF ચેમ્પિયનશીપ  મેચમાં બંને ટીમોના કોચ અને ખેલાડીઓ વચ્ચે ઝપાઝપી થઈ હતી અને વાતાવરણ ગરમાઈ ગયું હતું. બંને દેશો વચ્ચે કોઈપણ રમત રમાતી હોય ત્યારે રમત સિવાય પણ ઘણું બધુ બનતું હોય છે અને તેને કારણે માહોલ હંમેશા ટેન્શન ભર્યો રહે છે. આ વખતે પણ મેચની શરૂઆત ખૂબ સારી રીતે થઈ હતી પરંતુ પાકિસ્તાનના ગોલકીપરે સ્કૂલમાં રમતા ખેલાડીની જેમ ગોલ ભારતીય કેપ્ટન સુનિલ છેત્રીને જાણે ભેટમાં ધરી દીધો હતો. 

ભારતે જ્યારે મેચની 90 મિનિટ દરમિયાન વર્ચસ્વ સ્થાપ્યું ત્યારે હાફ ટાઈમ વ્હિસલની પાંચ મિનિટ પહેલા વાતાવરણ ઉગ્ર બન્યું હતું અને ત્યારે રેફરીને રેડ કાર્ડ કાઢવાની ફરજ પડી હતી. પાકિસ્તાની ખેલાડી અબ્દુલ્લા ઇકબાલ થ્રો બેક માટે તૈયાર થઈ ગયો ત્યારે કોચે તેના હાથમાંથી બોલને ટેપ કરી નીચે નાખ્યો ત્યારે તેનો સાથી ખેલાડી રહિસ નબી ભારતીય ટેકનિકલ એરિયા તરફ દોડ્યો અને ભારતના કોચ ઇગોર સ્ટીમેક સાથે બોલાચાલી થઈ ગઈ. આ સમયે અન્ય ખેલાડીઓ પણ તેમાં જોડાયા  હતા. બંને ટીમના ખેલાડીઓ અને કોચ શાંત થવાનું નામ લેતા નહતા, તેમાં પણ પાકિસ્તાનના ગોલકીપર કોચ મારસેલો સૌથી વધુ ઉગ્ર થયા હતા. ભારતના ખેલાડીઓને ધક્કા મારવા અને આંગળી બતાવવા ઉપરાંત ભારતીય મેનેજર વેલુ ધાયમાલા સાથે પણ તકરાર કરી રહ્યા હતા. 

બીજા હાફમાં મહેશ ગાવલીએ આગેવાની કરી હતી અને મેચના અંતે તેમણે આ બાબતે કઈક વધુ જણાવવા કહેતા તેમણે જણાવ્યું કે, આ વાતમાં વાંક સ્ટીમેકનો હતો પરંતુ રેફરીનું વલણ થોડું વધારે કઠોર હતું. 

ગઈકાલે બેંગ્લુરુમાં રમાયેલી મેચમાં ભારતે પાકિસ્તાને 4- 0 થી હરાવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં અન્ય આઠ દેશોની ટીમ પણ રમી રહી છે. મેચમાં બોલાચાલી બાદ ભારતના હેડ કોચને રેડ કાર્ડ અને પાકિસ્તાનના કોચને યલો કાર્ડ બતાવવામાં આવ્યું હતું. 

ભારતની નજર AFC Asian Cup 2024ની ટિકિટ પર છે. અને પાકિસ્તાન તેનાથી ફિફા રેન્કીંગમાં 94 સ્થાન પાછળ છે. હાલમાં કેન્યા, મોરીશિયસ સહિત ચાર દેશની ટૂર્નામેન્ટમાં પાકિસ્તાનની તમામ મેચમાં હાર થઈ હતી. ભારતે કેટલાક દિવસ પહેલા જ જ્યારે ઈન્ટરકોન્ટિનેન્ટલ કપ જીત્યો અને હવે તેની નજર SAFF ચેમ્પિયનશીપ પર છે. ત્યારે આવી બધી બાબતો તેને વિચલિત કરી શકશે નહીં.