World Cup 2023: IND VS AUSની ફાઈનલ મેચ ટાઈ થાય તો શું થશે?

આવતીકાલે અમદાવાદમાં વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ રમાવાની છે

Courtesy: Image: Twitter

Share:

 

World Cup 2023: ભારતમાં ODI વર્લ્ડ કપ 2023 તેની ચરમસીમાએ છે. હવે ક્રિકેટ પ્રેમીઓ ફાઈનલની રાહ જોઈ રહ્યા છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે જે આવતીકાલે રમાનાર છે. ભારત ત્રીજી વખત જયારે ઓસ્ટ્રેલિયા છટ્ઠી વખત ચેમ્પિયન બનવાના ઈરાદાથી મેદાન પર ઉતરશે. 

 

ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે ODI વર્લ્ડ કપ 2023 (World Cup 2023)ની ફાઈનલમાં મળેલી હારનો બદલો લેવા સંપૂર્ણ રીતે તૈયાર છે. પરંતુ આ દરમિયાન લોકો એ જાણવા ઉત્સુક છે કે જો મેચ ટાઈ થશે તો શું થશે?

 

અગાઉનાં વર્લ્ડ કપમાં ફાઇનલ મેચ ખૂબ રસાકસી સુધી પહોંચી હતી અને એવો તબક્કો આવી ગયો હતો કે જ્યાં ટાઈ થવાનાં કારણે મેચ સુપર ઓવર સુધી પહોંચી ગઈ હતી. સુપર ઓવર પછી પણ ફરીથી ટાઈ થતાં ઈંગ્લેન્ડની ટીમને વિજેતા જાહેર કરી દેવામાં આવી હતી. 

2019માં ઈંગ્લેન્ડની ટીમ બાઉન્ડ્રી કાઉન્ટ દ્વારા વર્લ્ડ ચેમ્પિયન બની હતી

2019માં ઈંગ્લેન્ડની ટીમ બાઉન્ડ્રી કાઉન્ટ દ્વારા વર્લ્ડ ચેમ્પિયન બની હતી. જોકે, તે સમયે ICCના આ નિયમની ભારે ટીકા થઈ હતી. ચાર વર્ષ પહેલા ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડની ટીમો આમને-સામને હતી. મેચ ટાઈ થયા બાદ સુપર ઓવરનો આશરો લેવામાં આવ્યો હતો. 

 

ત્યારબાદ સુપર ઓવરમાં પણ સ્કોર ટાઈ થઈ ગયો હતો. આ પછી ઈંગ્લેન્ડ જીત્યું ત્યાં પરિણામ માટે બાઉન્ડ્રી કાઉન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પરંતુ ICCએ આ વર્લ્ડ કપ (World Cup 2023)માં નવો નિયમ લાગુ કર્યો છે.

World Cup 2023ની ફાઈનલ મેચ ટાઈ થાય તો ICCનો આ નિયમ લાગુ થશે

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની વર્લ્ડ કપ 2023 (World Cup 2023)ની ફાઈનલ મેચ જો ટાઈ થશે તો સુપર ઓવરનો સહારો લેવામાં આવશે. જો સુપર ઓવર પણ ટાઈ થશે તો ફરીથી સુપર ઓવર કરાવવામાં આવશે. એટલે કે જ્યાં સુધી ટીમ વિજેતા ન બને ત્યાં સુધી સુપર ઓવર ચાલુ રહેશે. 

 

આ સિવાય જો કોઈ કારણોસર સુપર ઓવર શક્ય ન બને તો બંને ટીમોને સંયુક્ત રીતે વિજેતા જાહેર કરવામાં આવશે. આ રીતે જો આ વખતે ફાઈનલ મેચ ટાઈ થશે તો ચાહકોને બમણો રોમાંચ જોવા મળશે.

 

આ વર્લ્ડ કપ 2023 (World Cup 2023)ની ફાઈનલ મેચ દરમિયાન અમદાવાદમાં વરસાદની શક્યતા નહીંવત છે, જે ક્રિકેટ ફેન્સ માટે સારી વાત છે. જોકે, હવામાનની પેટર્ન ક્યારે બદલાય તે કહી શકાય નહીં. જો ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઈનલ મેચ વરસાદને કારણે ધોવાઈ જાય, તો તેના માટે અનામત દિવસ એટલે કે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. પરંતુ જો રિઝર્વ ડે પર પણ વરસાદ વિલન બની જાય તો આવી સ્થિતિમાં બંને ટીમોને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવશે.