Anushka Sharmaએ વિરાટ કોહલીની 50મી સદી પર લખી ઈમોશનલ પોસ્ટ, કહ્યું- તમે ભગવાનના સંતાન છો

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ કપ મેચમાં વિરાટ કોહલીએ ઐતિહાસિક 50મી સદી ફટકારી

Courtesy: Image: Twitter

Share:

 

Anushka Sharma: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ કપ મેચ દરમિયાન ભારતે જીત મેળવીને ફાઈનલમાં પોતાની જગ્યા બનાવી દીધી છે. વર્લ્ડ કપ 2023માં સેમીફાઈનલમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ વિરાટ કોહલીએ વન ડેમાં ઐતહાસિક 50મી સદી ફટકારીને ક્રિકેટના દિગ્ગ્જ ખેલાડી સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડી દીધો છે. 

 

વિરાટ કોહલીની આ સિદ્ધિ પર તેની પત્ની અનુષ્કા શર્મા (Anushka Sharma)ની ખુશીનો કોઈ પાર નથી. તેણે સોશિયલ મીડિયા પર ઈમોશનલ પોસ્ટ લખી છે.

 

વિરાટ કોહલીની 50મી ODI સદીની ઉજવણી કરતા અનુષ્કા શર્મા (Anushka Sharma)એ તેની ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી અને  અને લખ્યું, "ભગવાન શ્રેષ્ઠ સ્ક્રિપ્ટ રાઈટર છે. તમારા પ્રેમ માટે હું ખૂબ જ આભારી છું. તમને દિવસેને દિવસે વધુ શક્તિશાળી બનતા અને તમે ઈચ્છો તે બધું પ્રાપ્ત કરતા જોવું ખૂબ જ અદ્ભુત છે. તમે પોતાના માટે અને ક્રિકેટ માટે હંમેશા ઇમાનદાર રહ્યા, વાસ્તવમાં તમે ભગવાનના બાળક છો."

 

અનુષ્કા શર્મા (Anushka Sharma)એ બીજી એક પોસ્ટમાં ટીમ ઈન્ડિયાની પ્રશંશા કરી તેમજ મોહમ્મદ શમીની સાત વિકેટ લેવા અને મેન ઓફ ધ મેચનો એવોર્ડ જીતવા બદલ વખાણ કર્યા છે.

Anushka Sharmaએ વિરાટ કોહલીને સ્ટેડિયમમાંથી ફ્લાઈંગ કિસ આપી 

અનુષ્કા શર્મા (Anushka Sharma)એ માત્ર પોસ્ટથી જ વિરાટ પર પ્રેમ વરસાવ્યો નથી, પરંતુ મેચ દરમિયાન હંમેશાની જેમ સપોર્ટ કરતા સ્ટેડિયમમાં પણ ખુશીથી ઝુમી ઉઠી હતી. વાનખેડે સ્ટેડિયમમાં વર્લ્ડ કપ સેમીફાઈનલમાં વિરાટ કોહલી અને ટીમ ઈન્ડિયાને ખુશ જોતા તેમજ ચિયર કરતા અનુષ્કા શર્માની તસવીર અને વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યા છે. જેમાં ક્રિકેટર વિરાટ કોહલી અને અનુષ્કા એકબીજાને ફ્લાઈંગ કિસ આપતા જોવા મળી રહ્યા છે. 

 

અડધી સદી ફટકાર્યા બાદ વિરાટ કોહલી થોડા સમય માટે ક્રેમ્પ સાથે સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો. આ દરમિયાન સ્ટેન્ડમાં બેઠેલી અનુષ્કા શર્મા પણ થોડી ચિંતિત જોવા મળી રહી હતી. વિરાટ કોહલીએ આ વર્લ્ડ કપમાં પોતાની ત્રીજી સદી ફટકારી હતી. 

 

દર્શકોનું અભિવાદન કર્યા બાદ તેને અનુષ્કાને ફ્લાઈંગ કિસ આપી હતી. કોહલીએ આ મેચમાં 113 બોલમાં 117 રનની ઈનિંગ રમી હતી. પોતાની ઈનિંગમાં તેને 9 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. કોહલીએ આ વર્લ્ડ કપમાં અત્યાર સુધીમાં 711 રન બનાવ્યા છે અને તે સૌથી વધુ સ્કોરર પણ છે.

 

અનુષ્કા શર્મા પણ આ દિવસોમાં તેની બીજી પ્રેગ્નન્સીને લઈને ચર્ચામાં છે. જો કે, આ અંગે વિરાટ કોહલી અને અનુષ્કા તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અનુષ્કા શર્માની આગામી ફિલ્મ 'ચકડા એક્સપ્રેસ' છે જે ક્રિકેટર ઝુલન ગોસ્વામી પર આધારિત છે.