મહિલા કુસ્તીબાજોએ દિલ્હીના જંતર-મંતર પર ધરણા શરૂ કર્યા 

મહિલા કુસ્તીબાજોનું જાતીય શોષણ કરનાર રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)  નાં  વડા બ્રિજભૂષણ શરણ સિંહ સામે પગલાં લેવાની માંગ સાથે ટોચના ભારતીય કુસ્તીબાજો ધરણા પર બેઠા છે. તેમણે જણાવ્યું કે, ત્રણ મહિના અગાઉ જ આ બાબતે કરાયેલી ફરિયાદ અંગે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી.   કુસ્તીબાજ સાક્ષી મલિકે જણાવ્યું હતું કે ફરિયાદ પર આધારિત પ્રથમ માહિતી […]

Share:

મહિલા કુસ્તીબાજોનું જાતીય શોષણ કરનાર રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)  નાં  વડા બ્રિજભૂષણ શરણ સિંહ સામે પગલાં લેવાની માંગ સાથે ટોચના ભારતીય કુસ્તીબાજો ધરણા પર બેઠા છે. તેમણે જણાવ્યું કે, ત્રણ મહિના અગાઉ જ આ બાબતે કરાયેલી ફરિયાદ અંગે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. 

 કુસ્તીબાજ સાક્ષી મલિકે જણાવ્યું હતું કે ફરિયાદ પર આધારિત પ્રથમ માહિતી અહેવાલ હજી દાખલ કરવાનો બાકી છે, આ મુદ્દે સરકારી પેનલનો અહેવાલ હજુ સુધી જાહેર કરવામાં આવ્યો નથી. “અમે ઈચ્છીએ છીએ કે રિપોર્ટ, જેમાં મહિલા કુસ્તીબાજોનું નિવેદન નોંધવામાં આવ્યું છે, તે સાર્વજનિક થાય. તે એક સંવેદનશીલ મુદ્દો છે, ફરિયાદકર્તાઓમાંની એક સગીર છોકરી છે,” તેણીએ ઉમેર્યું હતું કે ફરિયાદીઓનાં  નામ લીક ન થવા જોઈએ.

 આ વર્ષની શરૂઆતમાં મહિલા કુસ્તીબાજોએ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના વડા અને અન્ય ટ્રેનર્સ સામે વિરોધ દર્શાવ્યો હતો, મહિલા કુસ્તીબાજોનું જાતીય શોષણ કરવાનો આરોપ મૂક્યો હતો, હવે તેઓ નવી પોલીસ ફરિયાદ સાથે દિલ્હીના જંતર-મંતર પર ધારણા શરૂ કર્યા છે. સાત મહિલા કુસ્તીબાજોએ મધ્ય દિલ્હીના કનોટ પ્લેસ પોલીસ સ્ટેશનમાં ફેડરેશનના વડા બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ જાતીય સતામણીની ફરિયાદ નોંધાવી છે.

ટોચના કુસ્તીબાજ બજરંગ પુનિયાએ કહ્યું, “જ્યાં સુધી બ્રિજ ભૂષણની ધરપકડ કરવામાં ન આવે ત્યાં સુધી અમે અહીંથી જઈશું  નહીં.”

વિનેશ ફોગાટ આ ધરણામાં શામેલ છે અને તેણે જણાવ્યું કે, અમે અનેક વાર પ્રયાસ કર્યા પણ  સરકાર તરફથી કોઈ પ્રતિસાદ મળી રહ્યો નથી. જ્યાં સુધી અમને ન્યાય ન મળે ત્યાં સુધી અમે અહીં જ સૂઈ જઈશું અને જમવાના છીએ.

ફોગાટે ફૂટપાથ પર સૂતા કુસ્તીબાજોની તસવીર શેર કરીને ટ્વિટ કર્યું, “પોડિયમથી ફૂટપાથ સુધી”,  આધી રાત ખૂલે આસમાન કે નીચે ન્યાય કી આસ મે. 

તેણે  જણાવ્યું કે અમે ત્રણ મહિનાથી ફરિયાદ કરી છે અને અમે રમત ગમત પ્તધાન અનુરાગ ઠાકુર અને અન્ય સંબંધિત અધિકારીઓનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે પણ કોઈ જવાવ મળતો નથી તેમજ અમારા કોલ પણ ઉપાડવામાં આવતા નથી. જેને દેશ માટે મેડલ જીત્યા છે તેમની કારકિર્દી દાવ પર લગાવી દેવામાં આવી છે.

ખેલકૂદ મંત્રાલય દ્વારા જાણીતી  બોક્સર મેરી કોમના નેતૃત્વમાં એક સમિતિની રચના કરાઇ હતી અને વિરોધ કરી રહેલા રમતવીર કુસ્તીબાજોના આગ્રહ પર બબિતા ફોગાટનો પણ પેનલમાં સમાવેશ કર્યો હતો. સમિતિએ એપ્રિલના પ્રથમ સપ્તાહમાં તેનો અહેવાલ સુપરત કર્યો હતો, પરંતુ મંત્રાલયે હજુ સુધી તેના તારણો જાહેર કર્યા નથી.