શું T20 વર્લ્ડ કપમાં રમશે રોહિત શર્મા? BCCI સચિવ જય શાહે શું કહ્યું?

T20 World Cup 2024: આ વર્ષે જૂન મહિનામાં ટી ટ્વેન્ટી વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટૂર્નામેન્ટને વેસ્ટઈન્ડિઝ અને યુએઈમાં રમાડવામાં આવશે. આ દરમિયાન રોહિત શર્માના ફેન્સ માટે માઠા સમાચાર સામે આવ્યા છે.

Share:

હાઈલાઇટ્સ

  • રોહિત શર્મા ટી20 વર્લ્ડ કપ 2024 રમશે કે નહીં
  • બીસીસીઆઈ સચિવ જય શાહે કરી સ્પષ્ટતા
  • આઈપીએલમાં ખેલાડીઓએ સારુ પ્રદર્શન કરવું પડશે

T20 World Cup 2024: વનડે વર્લ્ડ કપમાં ફાઈનલમાં ભારતને માઠી હાર મળી હતી. એ પછી રોહિત શર્મા અને વિરાટ કોહલી આરામ પર છે. સાઉથ આફ્રિકા સામે રમાનારી ટેસ્ટ મેચમાં બંને ખેલાડીઓ નજરે પડશે. ત્યારે બીસીસીઆઈના સચિવ જય શાહે એક મોટુ અપડેટ આપ્યું છે. ટી20 વર્લ્ડ કપ 2024માં રોહિત શર્મા રમશે કે નહીં તે અંગે મોટી વાત કરી છે. 

રોહિત શર્મા માટે મોટુ અપડેટ 
એક રિપોર્ટ મુજબ, આગામી વર્ષે વેસ્ટઈન્ડિઝ અને યુએઈમાં રમાનારા ટી20 વર્લ્ડ કપમાં રોહિત શર્મા ટીમો ભાગ હશે કે નહીં હોય એ અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી. પરંતુ રિપોર્ટ સામે આવ્યા છે કે, બીસીસીઆઈના સચિવ જય શાહે પુષ્ટિ કરી છે કે, ટીટ્વેન્ટી વર્લ્ડ કપમાં રોહિત શર્માને સ્થાન મળશે નહીં. જય શાહના આ નિવેદને લાખો ફેન્સનું દિલ તોડી નાખ્યું છે. 

નિર્ણય લેવાશે
જય શાહે આગળ કહ્યું કે, આ પહેલાં ટી20 સીરિઝના આધારે કેટલાંક નિર્ણયો લેવામાં આવશે. હાલ કોઈ સ્પષ્ટતાની જરુર નથી. ટી20 વર્લ્ડ કપ જૂનમાં શરુ થઈ રહ્યો છે. એ પહેલા અમારી પાસે આઈપીએલ છે. અફઘાનિસ્તાન વિરુદ્ધ એક સીરીઝ પણ છે. જય શાહની વાત પરથી એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ છે. વર્લ્ડ કપમાં સ્થાન મેળવવા માટે પ્લેયર્સે સીરીઝોમાં સારુ પ્રદર્શન કરવું પડશે.