World Cup 2023: ઈંગ્લેન્ડ-અફઘાનિસ્તાન મેચ અંગેની ભવિષ્યવાણી વાયરલ થઈ

World Cup 2023: અફઘાનિસ્તાને ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023 (World Cup 2023)ના 13મા મુકાબલામાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડને 69 રનથી હરાવીને આશ્ચર્યનો ભારે મોટો આંચકો આપ્યો છે. ઈંગ્લેન્ડની ટીમની વર્લ્ડ કપની આ બીજી હાર છે. પહેલી મેચમાં ઈંગ્લેન્ડની ટીમે ન્યૂઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.  World Cup 2023માં અફઘાનિસ્તાનનો દેખાવ વર્લ્ડ કપ દરમિયાન અફઘાનિસ્તાનને 3 […]

Share:

World Cup 2023: અફઘાનિસ્તાને ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023 (World Cup 2023)ના 13મા મુકાબલામાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડને 69 રનથી હરાવીને આશ્ચર્યનો ભારે મોટો આંચકો આપ્યો છે. ઈંગ્લેન્ડની ટીમની વર્લ્ડ કપની આ બીજી હાર છે. પહેલી મેચમાં ઈંગ્લેન્ડની ટીમે ન્યૂઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. 

World Cup 2023માં અફઘાનિસ્તાનનો દેખાવ

વર્લ્ડ કપ દરમિયાન અફઘાનિસ્તાનને 3 મેચમાં ઈંગ્લેન્ડ સામે પ્રથમ વિજયનો સ્વાદ ચાખવા મળ્યો છે. અફઘાનિસ્તાનની ટીમે બાંગ્લાદેશ અને ભારત સામે હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે વર્લ્ડ કપ 2023 (World Cup 2023)માં ઈંગ્લેન્ડની ટીમ બાંગ્લાદેશ સામે જીતી ગઈ હતી. 

ઈંગ્લેન્ડ-અફઘાનિસ્તાન (Eng vs Afg) મેચ દરમિયાન અફઘાનિસ્તાનની ટીમે પહેલા બેટિંગ કરીને 49.5 ઓવરમાં તમામ વિકેટ ગુમાવીને 284 રન બનાવ્યા હતા. જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 40.3 ઓવરમાં 215 રન બનાવી શકી હતી. વર્લડ કપના ઈતિહાસમાં અફઘાનિસ્તાનની ટીમનો આ બીજો વિજય છે. 2015માં પ્રથમ વર્લડ કપ રમનારી અફઘાનિસ્તાનની ટીમને તે સમયે 6 મેચમાંથી માત્ર એકમાં વિજય મળ્યો હતો જ્યારે 2019ના વર્લ્ડ કપમાં તેને તમામ 9 મુકાબલામાં હારનો સામનો કરવો પડ્યો હતો. 

વધુ વાંચો: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાંથી ઉર્વશી રૌતેલાનો ગોલ્ડ આઇફોન ખોવાયો, પોસ્ટ કરી માંગી મદદ

Eng vs Afg અંગેની ભવિષ્યવાણી વાયરલ

ઈંગ્લેન્ડ-અફઘાનિસ્તાન મેચમાં અફઘાનિસ્તાનની ટીમના ઐતિહાસિક વિજય વચ્ચે સુમિત બજાજ નામના એક જ્યોતિષીની ભવિષ્યવાણી સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે. નવી દિલ્હીની અરૂણ જેટલી સ્ટેડિયમ ખાતે 15મી ઓક્ટોબરના રોજ ઈંગ્લેન્ડ-અફઘાનિસ્તાન (Eng vs Afg) મેચ રમાઈ તેના 2 દિવસ પહેલા સુમિત બજાજે અફઘાનિસ્તાન આશ્ચર્યજનક ગેમ રમે તેવી શક્યતા છે પણ છેલ્લે ઈંગ્લેન્ડ જ જીતશે તેવી ટ્વિટ કરી હતી. 

જોકે મેચ શરૂ થયાની થોડી મિનિટો બાદ તેમણે પોતાની ટ્વિટના જવાબમાં ઈંગ્લેન્ડને ચેતવણી આપીને અફઘાનિસ્તાનને હળવાશથી ન લેવા માટે કહ્યું હતું. ત્યારે મેચમાં અફઘાનિસ્તાનના વિજય બાદ લોકો તેમની આગાહીની પ્રશંસા કરી રહ્યા છે. 

વધુ વાંચો: ભારત સામે કારમી હાર બાદ મિકી આર્થર થયા નારાજ, આપ્યું આ મોટું નિવેદન

ઓસ્ટ્રેલિયાને પણ આપ્યો આંચકો

આ સાથે અફઘાનિસ્તાને વર્લ્ડ કપ-2023માં પ્રથમ જીત નોંધાવી છે. અફઘાનિસ્તાન તરફથી રહેમાનુલ્લાહ ગુરબાઝ અને ઈકરામ અલીખિલે મજબૂત બેટિંગ કરી ફિફ્ટી ફટકારી હતી.

વર્લ્ડકપમાં સતત 14 મેચો હાર્યા બાદ અફઘાનિસ્તાને દિગ્ગજ કહેવાતી ટીમ ઈંગ્લેન્ડને હરાવીને મોટો અપસેટ સર્જ્યો છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડને હરાવીને આ ટીમે આખી દુનિયાને પોતે કોઈપણ ટીમને હરાવી શકે છે તેવો મેસેજ આપ્યો છે. આ મેચ જીતીને અફઘાનિસ્તાને માત્ર ઈંગ્લેન્ડને જ નહીં પરંતુ ઓસ્ટ્રેલિયાને પણ આંચકો આપ્યો છે. 

ઓસ્ટ્રેલિયાની ટીમ પોઈન્ટ ટેબલમાં નવમા સ્થાને હતી અને અફઘાનિસ્તાન દસમા સ્થાને હતું. પરંતુ ઈંગ્લેન્ડને હરાવીને અફઘાનિસ્તાનની ટીમ પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને પહોંચી ગઈ છે અને ઓસ્ટ્રેલિયાની ટીમ તળિયે એટલે કે દસમા સ્થાને પહોંચી ગઈ છે.