World Cup 2023: કેપ્ટન રોહિત શર્માએ હાર્દિક પંડ્યાની ઈજા અંગે આપી મહત્વની અપડેટ

World Cup 2023: ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ગુરૂવારના રોજ રમાયેલા ઈન્ડિયા વર્સિઝ બાંગ્લાદેશ મુકાબલા બાદ વાઈસ કેપ્ટન હાર્દિક પંડ્યા (Hardik Pandya)ની ઈજા અંગે અપડેટ આપી હતી. કેપ્ટન રોહિત શર્મા વર્લ્ડ કપ 2023 (World Cup 2023)માં બાંગ્લાદેશ સામે મળેલા વિજયથી ખૂબ ખુશ જણાઈ રહ્યા હતા.  વધુ વાંચો: PCBએ ભારતની ફરિયાદ કરી તો ટીમના હિન્દુ ક્રિકેટરે […]

Share:

World Cup 2023: ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ગુરૂવારના રોજ રમાયેલા ઈન્ડિયા વર્સિઝ બાંગ્લાદેશ મુકાબલા બાદ વાઈસ કેપ્ટન હાર્દિક પંડ્યા (Hardik Pandya)ની ઈજા અંગે અપડેટ આપી હતી. કેપ્ટન રોહિત શર્મા વર્લ્ડ કપ 2023 (World Cup 2023)માં બાંગ્લાદેશ સામે મળેલા વિજયથી ખૂબ ખુશ જણાઈ રહ્યા હતા. 

વધુ વાંચો: PCBએ ભારતની ફરિયાદ કરી તો ટીમના હિન્દુ ક્રિકેટરે દેખાડ્યો અરીસો

World Cup 2023માં ચાહકો માટે રાહતના સમાચાર

રોહિત શર્માએ બાંગ્લાદેશ સામેના વિજયને શાનદાર ગણાવીને તેઓ આવી જ જીત ઈચ્છી રહ્યા હતા તેવી લાગણી પ્રદર્શિત કરી હતી. પુરસ્કાર વિતરણ સમારંભ દરમિયાન રોહિત શર્માએ જણાવ્યું હતું કે, અમારી શરૂઆત સારી નહોતી પરંતુ અમે વચ્ચેની અને અંતિમ ઓવર દરમિયાન સારૂં કમબેક કર્યું. રોહિતે બોલિંગ અને ફિલ્ડિંગ માટે આ વાત કરી હતી. 

આ ઉપરાંત પુરસ્કાર વિતરણ સમારંભ દરમિયાન રોહિતે ઈજાગ્રસ્ત ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya) માટે પણ તાજી અને સારી અપડેટ આપી હતી જે ચાહકો માટે રાહતના સમાચાર બની રહી છે. તેમણે જણાવ્યું હતું કે, ઈજાના કારણે હાર્દિક થોડી તકલીફમાં છે પણ ડરવા જેવી કોઈ વાત નથી. ટીમ તેમની ફિટનેસને ધ્યાનમાં રાખીને આગળ નિર્ણય લેશે. 

વર્લ્ડ કપ 2023 (World Cup 2023)માં ટીમ ઈન્ડિયા માટે આગામી પડકાર 22 ઓક્ટોબરના રોજ ન્યૂઝીલેન્ડ સામેની મેચ છે. ન્યૂઝીલેન્ડ સામેની આ મેચ ટીમ ઈન્ડિયા માટે ખૂબ મહત્વની બની રહેશે અને ચાહકો આ મેચ પહેલા હાર્દિક પંડ્યા સંપૂર્ણપણે ફિટ બની જાય તેવી આશા રાખી રહ્યા છે. 

વધુ વાંચો: ક્રિકેટ વર્લ્ડ કપ લાઈવ જોવા માંગે છે નીરજ ચોપરા

Hardik Pandyaને કઈ રીતે પહોંચી ઈજા

હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયા માટે 9મી ઓવર લઈને આવ્યા હતા. તેમના ક્વોટાની તે પ્રથમ ઓવર હતી. તે ઓવરના ત્રીજા બોલે સામે ફોર લગાવી જેને રોકવાના ચક્કરમાં હાર્દિક પંડ્યાને ઈજા પહોંચી હતી. ફિઝિયોએ મેદાન પર ટેપિંગ કર્યું હતું અને ગરમ પાટો બાંધ્યો હતો પણ તેનો કોઈ ફાયદો નહોતો થયો. 

હાર્દિક પટેલે બોલિંગ કરવા પ્રયત્ન કર્યો પણ પીડા વધારે હતી માટે વિરાટ કોહલીએ તેની ઓવર પૂરી કરી અને હાર્દિકને બાદમાં સ્કેનિંગ માટે પણ લઈ જવામાં આવ્યો. પોસ્ટ મેચ પ્રેઝન્ટેશન દરમિયાન રોહિત શર્માએ કહ્યું હતું કે, તેને (હાર્દિકને) ઈજાના કારણે થોડી તકલીફ થઈ રહી છે પણ ચિંતાની કોઈ વાત નથી. તે કાલે સવારે કેવું પ્રદર્શન કરે છે તે અમે જોઈશું અને પછી તેના આધાર પર યોજના બનાવીશું કે કઈ રીતે આગળ વધવું.

વર્લ્ડ કપ 2023ની 17મી મેચમાં ભારતે બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું હતું. ભારતે ચાર મેચમાં સતત ચાર વિજય નોંધાવ્યા છે. બાંગ્લાદેશ સામેની મેચમાં વિરાટ કોહલીએ શાનદાર સેન્ચ્યુરી ફટકારી. જીત બાદ રોહિત શર્માએ ટીમના પ્રદર્શન અંગે આનંદ વ્યક્ત કર્યો હતો અને સાથે જ જાડેજાની ફિલ્ડિંગ અને બોલિંગની પણ પ્રશંસા કરી હતી.