World Cup 2023: શ્રીલંકાને રેકોર્ડ 302 રનથી હરાવીને ભારતે સેમીફાઈનલમાં એન્ટ્રી મારી

World Cup 2023: ટીમ ઈન્ડિયાએ આઈસીસી વર્લ્ડ કપ 2023 (World Cup 2023)માં શ્રીલંકા સામે 302 રનના રેકોર્ડ સમાન વિજય સાથે ટુર્નામેન્ટની સેમીફાઈનલ માટે પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. ભારત-શ્રીલંકા (India vs Sri Lanka) વચ્ચે વર્લ્ડ કપનો 33મો મુકાબલો યોજાયો હતો જેમાં રોહિત શર્માની આગેવાનીવાળી ટીમે 302 રન સાથે શાનદાર વિજય મેળવ્યો હતો.  World Cup 2023માં […]

Share:

World Cup 2023: ટીમ ઈન્ડિયાએ આઈસીસી વર્લ્ડ કપ 2023 (World Cup 2023)માં શ્રીલંકા સામે 302 રનના રેકોર્ડ સમાન વિજય સાથે ટુર્નામેન્ટની સેમીફાઈનલ માટે પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. ભારત-શ્રીલંકા (India vs Sri Lanka) વચ્ચે વર્લ્ડ કપનો 33મો મુકાબલો યોજાયો હતો જેમાં રોહિત શર્માની આગેવાનીવાળી ટીમે 302 રન સાથે શાનદાર વિજય મેળવ્યો હતો. 

World Cup 2023માં ભારતનું પ્રદર્શન

શ્રીલંકા સામે વિજય સાથે જ ટીમ ઈન્ડિયાએ ટુર્નામેન્ટમાં સતત 7મી જીત હાંસલ કરી છે અને સેમીફાઈનલ માટે ક્વોલિફાઈ કર્યું છે. હવે માત્ર 3 જ ટીમ સેમીફાઈનલ માટે ક્વોલિફાઈ કરી શકે તેમ છે. શ્રીલંકાને 55 રન પર ઓલઆઉટ કરીને ભારતે ટુર્નામેન્ટ દરમિયાન સતત 7મો વિજય મેળવ્યો છે અને સેમીફાઈનલ માટે ક્વોલિફાઈ કર્યું છે. 

હવે માત્ર 3 જ ટીમ સેમીફાઈનલ માટે ક્વોલિફાઈ કરી શકે તેમ છે. દક્ષિણ આફ્રિકા, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાની ટીમ સેમીફાઈનલની બાકીની 3 જગ્યાઓ માટે પ્રબળ દાવેદાર બની છે. જોકે તેમની જગ્યા હજુ કન્ફર્મ ન કહી શકાય. 

વધુ વાંચો: Sachin Tendulkarની પ્રતિમાનું વાનખેડે સ્ટેડિયમમાં અનાવરણ કરાયું

શ્રીલંકાને જીતવા માટે 358 રનનું લક્ષ્ય અપાયું

ભારત-શ્રીલંકા (India vs Sri Lanka) વચ્ચેની મેચ દરમિયાન શુભમન ગિલ (92), વિરાટ કોહલી (88) અને શ્રેયસ ઐયર (82)ની હાફ સેન્ચ્યુરી સાથેની ઈનિંગ્સના દમ પર ટીમ ઈન્ડિયાએ ટોસ હારીને પહેલા બેટિંગ કરીને નિર્ધારિત 50 ઓવરમાં 8 વિકેટના નુકસાનથી 357 રન બનાવ્યા હતા. શ્રીલંકાને જીતવા માટે 358 રનનું લક્ષ્ય આપવામાં આવ્યું હતું. 

ભારત દ્વારા આપવામાં આવેલા લક્ષ્યનો પીછો કરવા માટે મેદાનમાં ઉતરેલી શ્રીલંકાની ટીમની બેટિંગ નબળી પડી ગઈ હતી અને આખી ટીમ માત્ર 55 રનો પર જ ઓલ-આઉટ થઈ ગઈ હતી. શ્રીલંકાના 8 બેટ્સમેન આ મેચમાં 10નો આંકડો પાર નહોતા કરી શક્યા. ટીમના 5 બેટ્સમેન પોતાનું ખાતું પણ નહોતા ખોલાવી શક્યા. 

શ્રીલંકા માટે કાસુન રાજિથા 14, એન્જેલો મૈથ્યુઝ 12 અને મહીશ થીક્ષાના અણનમ 12 રનની ઈનિંગ રમ્યા હતા. ભારત માટે મોહમ્મદ શમીએ 5 વિકેટ મેળવી હતી જ્યારે સિરાજના ખાતામાં 3 વિકેટ આવી હતી. વર્લ્ડ કપ 2023 (World Cup 2023) દરમિયાન આ રેકોર્ડ વિજય સાથે ટીમ ઈન્ડિયા પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે અને તે વર્લ્ડકપમાં સેમીફાઈનલ માટે ક્વોલિફાઈ કરનારી પ્રથમ ટીમ બની છે. 

વધુ વાંચો:  અફઘાનિસ્તાને એકતરફી મેચમાં શ્રીલંકાને 7 વિકેટે હરાવ્યું

ભારત-પાકિસ્તાન મેચની શક્યતા શું?

ટીમ ઈન્ડિયાએ હજુ 2 મેચ રમવાની છે અને તેમાં પણ જીત મેળવીને તે પોઈન્ટ્સ ટેબલ પર નંબર-1 પોઝિશન પર ફિનિશ કરી શકે છે. બીજી અને સેમીફાઈનલની રેસમાં પારિસ્તાનની ટીમ પોતાની 2 મેચ જીતીને નંબર-4 પોઝિશન પર ફિનિશ કરી શકે છે. જો ભારતીય ટીમ નંબર-1 અને પાકિસ્તાન નંબર-4 પર ફિનિશ કરે તો ટુર્નામેન્ટના ઈતિહાસમાં બીજી વખત ભારત અને પાકિસ્તાન વચ્ચે સેમીફાઈનલ જોવા મળશે. છેલ્લે 2011ના વર્લ્ડ કપ વખતે બંને ટીમ સેમીફાઈનલમાં ટકરાઈ હતી અને તે સમયે ટીમ ઈન્ડિયાનો વિજય થયો હતો.