World Cup 2023: 20 વર્ષ બાદ ન્યૂઝીલેન્ડ સામે ભારતનો વિજય, શમી-વિરાટનું શાનદાર પ્રદર્શન

World Cup 2023: રવિવારે ધર્મશાળાના સ્ટેડિયમમાં વર્લ્ડ કપ 2023 (World Cup 2023)નો 21મો મુકાબલો રમાયો હતો. ભારત-ન્યૂઝીલેન્ડ (IND vs NZ) વચ્ચેની આ મેચમાં ટીમ ઈન્ડિયાએ વિરાટ કોહલીની 95 રનની ઈનિંગના દમ પર ન્યૂઝીલેન્ડને 4 વિકેટથી હરાવ્યું હતું. આ વિજય સાથે જ ટીમ ઈન્ડિયા હાલ ચાલી રહેલા આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2023 ટુર્નામેન્ટમાં એકમાત્ર અજેય ટીમ […]

Share:

World Cup 2023: રવિવારે ધર્મશાળાના સ્ટેડિયમમાં વર્લ્ડ કપ 2023 (World Cup 2023)નો 21મો મુકાબલો રમાયો હતો. ભારત-ન્યૂઝીલેન્ડ (IND vs NZ) વચ્ચેની આ મેચમાં ટીમ ઈન્ડિયાએ વિરાટ કોહલીની 95 રનની ઈનિંગના દમ પર ન્યૂઝીલેન્ડને 4 વિકેટથી હરાવ્યું હતું. આ વિજય સાથે જ ટીમ ઈન્ડિયા હાલ ચાલી રહેલા આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2023 ટુર્નામેન્ટમાં એકમાત્ર અજેય ટીમ બની છે. 

વનડે વર્લ્ડ કપની વાત કરીએ તો ભારતને 20 વર્ષ બાદ ન્યૂઝીલેન્ડ સામે જીત મળી છે. ભારતે છેલ્લે 2003ના વર્ષમાં ન્યૂઝીલેન્ડ સામે વનડે વર્લ્ડ કપમાં વિજય મેળવ્યો હતો. ત્યાર બાદ ટીમ ઈન્ડિયાની આ પ્રથમ જીત છે. ન્યૂઝીલેન્ડ દ્વારા આપવામાં આવેલા 274 રનના લક્ષ્યનો પીછો કરી રહેલી ટીમ ઈન્ડિયાએ 48 ઓવરમાં જ 4 વિકેટ સાથે મેચ પોતાના નામે કરી હતી. રવીન્દ્ર જાડેજાએ ટીમ ઈન્ડિયા માટે વિજયી રન કર્યા હતા. 

વધુ વાંચો: કેપ્ટન રોહિત શર્માએ હાર્દિક પંડ્યાની ઈજા અંગે આપી મહત્વની અપડેટ

World Cup 2023માં ન્યૂઝીલેન્ડ સામે વિજય છે ખાસ

છેલ્લે 2003ના વર્ષમાં ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં જીત મેળવી હતી. હાલ ટીમમાં સામેલ ખેલાડીઓનો તે સમયે કોઈ અતોપતો પણ નહોતો. ત્યાર બાદ એવી અનેક મેચ રમાઈ ગઈ જેમાં કીવી ટીમે કરોડો ભારતીયોના દિલના ટુકડા કર્યા હોય. ત્યાર બાદ જાણે એવો માહોલ જ બની ગયો કે ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડથી ડરે છે. 

વર્લ્ડ કપ 2019ની સેમીફાઈનલમાં ધોનીનું રનઆઉટ અને ટીમ ઈન્ડિયાને મળેલી હારનો ડંખ આજે પણ તાજો જ છે. પરંતુ રવિવારે ભારત-ન્યૂઝીલેન્ડ (IND vs NZ) મેચ દરમિયાન ખરેખર ઈતિહાસ પલટાઈ ગયો છે. 

વધુ વાંચો: PCBએ ભારતની ફરિયાદ કરી તો ટીમના હિન્દુ ક્રિકેટરે દેખાડ્યો અરીસો

ભારતીય ખેલાડીઓનું પરફોર્મન્સ

મોહમ્મદ શમી (54/5)ની ધાંસુ બોલિંગ બાદ વિરાટ કોહલી (95), રોહિત (46) અને છેલ્લે રવીન્દ્ર જાડેજા (અણનમ 39)ની જોરદાર બેટિંગના દમ પર ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને 4 વિકેટથી હરાવ્યું હતું. ખાસ વાત એ પણ છે કે, 2003માં ટીમ ઈન્ડિયાના ખેલાડી રાહુલ દ્રવિડ હાલ હેડ કોચ છે. ન્યૂઝીલેન્ડે ડેરિલ મિચેલની સદીના દમ પર 273 રનનો સ્કોર બનાવ્યો હતો. ભારતે 48 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 274 રન સાથે જીત મેળવી હતી. 

વર્લ્ડ કપ 2023 (World Cup 2023)માં ટીમ ઈન્ડિયાની આ સતત 5મી જીત છે અને તે 10 પોઈન્ટ્સ સાથે હવે પોઈન્ટ્સ ટેબલમાં ટોપ પર આવી ગઈ છે. આ સાથે જ ટીમ ઈન્ડિયા સેમીફાઈનલ માટે ક્વોલિફાઈ કરવાની વધુ નજીક પહોંચી છે.

વિરાટ કોહલી સેન્ચ્યુરી ચુક્યા

ટીમ ઈન્ડિયાને જીત માટે 5 રનની જરૂર હતી અને વિરાટ કોહલીને સેન્ચ્યુરી માટે 5 રનની જ જરૂર હતી. ડ્રેસિંગ રૂમમાં સૌ કોઈ ઉજવણી કરવા માટે તૈયાર હતા પરંતુ ત્યારે જ કોહલીથી હવામાં શોટ અપાઈ ગયો અને તેઓ સદીથી 5 રન દૂર રહી ગયા. મૈટ હેનરીના બોલ પર ગ્લેન ફિલિપ્સે કેચ કર્યો અને કોહલી સચિન તેંડુલકરની 49 સદીની બરાબરી કરવાની ચૂકી ગયો.