World Cup 2023: ન્યૂઝીલેન્ડ સામેની મેચ પહેલા ઈશાન કિશન અને સૂર્યકુમારે વધારે હતી ચિંતા

World Cup 2023: ધર્મશાળાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં ક્રિકેટ વર્લ્ડ કપ 2023 (World Cup 2023)ની બે ટોપર ટીમોનો મુકાબલો ચાલી રહ્યો છે. બંને ટીમોએ વર્લ્ડ કપની 4-4 મેચ જીતી લીધી છે. ભારત-ન્યૂઝીલેન્ડ (IND vs NZ) મેચ દરમિયાન જે પણ ટીમ મુકાબલો જીતશે તે 10 પોઈન્ટ્સ સાથે ટેબલમાં ટોપ પર પહોંચશે અને સેમીફાઈનલની ખૂબ નજીક […]

Share:

World Cup 2023: ધર્મશાળાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં ક્રિકેટ વર્લ્ડ કપ 2023 (World Cup 2023)ની બે ટોપર ટીમોનો મુકાબલો ચાલી રહ્યો છે. બંને ટીમોએ વર્લ્ડ કપની 4-4 મેચ જીતી લીધી છે. ભારત-ન્યૂઝીલેન્ડ (IND vs NZ) મેચ દરમિયાન જે પણ ટીમ મુકાબલો જીતશે તે 10 પોઈન્ટ્સ સાથે ટેબલમાં ટોપ પર પહોંચશે અને સેમીફાઈનલની ખૂબ નજીક પહોંચી જશે. 

IND vs NZ પહેલા ચિંતાનો માહોલ

વનડે વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાએ શરૂઆતની 4 મેચ શાનદાર રીતે જીતી લીધી હતી અને રવિવારે ન્યૂઝીલેન્ડ સામે 5મો મુકાબલો છે. જોકે આ મુકાબલા પહેલા ટીમ ઈન્ડિયાને ડબલ શોક લાગે તેવી ઘટનાઓ બની હતી. ઈજાના કારણે હાર્દિક પંડ્યા પહેલેથી જ મેચની બહાર થઈ ચુક્યા હતા. 

ત્યારે નેટ પ્રેક્ટિસ દરમિયાન સૂર્યકુમાર યાદવને ઈજા પહોંચી હતી. તે સિવાય ઈશાન કિશનને મધુમાખીએ ડંખ માર્યો હતો. સ્ટાર બેટ્સમેન સૂર્યાકુમાર યાદવ ટીમ ઈન્ડિયાના થ્રો ડાઉન સ્પેશિયાલિસ્ટ રઘુ સાથે પ્રેક્ટિસ કરી રહ્યા હતા તે સમયે તેમને હાથના કાંડામાં ઈજા પહોંચી હતી. આ કારણે ઈશાન કિશન અને સૂર્યકુમાર ન્યૂઝીલેન્ડ સામેની મેચ રમશે કે નહીં તેને લઈ અવઢવ જોવા મળી હતી. 

વધુ વાંચો… IND vs NZ: શું 20 વર્ષ બાદ વર્લ્ડ કપ 2023માં ટીમ ઈન્ડિયા ન્યુઝીલેન્ડને હરાવી શકશે?

પ્લેઈંગ ઈલેવનમાં સૂર્યકુમાર સામેલ

જોકે રવિવારે ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પહેલા બોલિંગનો વિકલ્પ પસંદ કર્યો હતો. ટીમાં હાર્દિક પંડ્યા અને શાર્દુલ ઠાકુરના બદલે સૂર્યકુમાર યાદવ અને મોહમ્મદ શમીને સ્થાન મળ્યું હતું. 

ભારત-ન્યૂઝીલેન્ડ (IND vs NZ) મેચ દરમિયાન ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ ઈલેવનમાં રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, સૂર્યાકુમાર યાદવ, રવીન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને કુલદીપ યાદવ, મોહમ્મદ શમી મેદાનમાં ઉતર્યા હતા. 

2019ના વર્લ્ડ કપનો બદલો 

વર્લ્ડ કપ 2023 (World Cup 2023)માં ધર્મશાલા ખાતે ટીમ ઈન્ડિયા જ્યારે ન્યૂઝીલેન્ડ સામે મેદાનમાં ઉતરશે તો તેનું મુખ્ય ધ્યેય 9 જુલાઈ, 2019માં વર્લ્ડ કપના સેમીફાઈનલમાં મળેલી હારનો બદલો લેવાનું હશે. તે સમયે ટીમ ઈન્ડિયા ફાઈનલમાં પહોંચતા ચૂકી ગઈ હતી. માર્ટિન ગાપ્ટિલના થ્રો પર મહેન્દ્ર સિંહ ધોનીને આઉટ કરીને ટીમ ઈન્ડિયાના મોઢામાંથી જીત છીનવી લેવાઈ હતી. 18 રનની તે હાર આજે પણ ક્રિકેટપ્રેમીઓને ઉદાસ કરી દે છે. ત્યારે રોહિત શર્મા એન્ડ કંપની તે હારનો બદલો લેવા તત્પર છે. 

ન્યૂઝીલેન્ડ સામેની મેચ પહેલા રાહુલ દ્રવિડે મહત્વની અપડેટ આપતા જણાવ્યું હતું કે, હાર્દિક પંડ્યા આપણા માટે એક મહત્વનો ખેલાડી છે. તે શાનદાર ઓલરાઉન્ડર છે અને તેના કારણે ટીમને બેલેન્સ રાખવામાં મદદ મળે છે, પણ તે આ મેચને મિસ કરશે. બાકીના 14માંથી 11 ખેલાડીઓની પસંદગી કરવાની રહેશે.